Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જેદ્દાહથી મુંબઈ અને અમદાવાદ માટે ચાર્ટર ફ્લાઇટનું સંચાલન થશે:કચ્છના ઉમરાહ યાત્રીઓ માટે રાહત, પરત આવવા ખાસ વિમાનની વ્યવસ્થા

    1 day ago

    સાઉદી અરેબિયામાં મક્કા-મદીના ઉમરાહ કરવા ગયેલા કચ્છ સહિત ગુજરાતના હજારો યાત્રીઓ છેલ્લા કેટલાક દિવસથી ફ્લાઇટો રદ થવાને કારણે અટવાયા છે, ત્યારે તેમના માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. આ યાત્રીઓ માટે સરકાર દ્વારા ખાસ વિમાન વ્યવસ્થા ગોઠવવાની જાહેરાત કરાઇ છે. ભારત સરકાર અને સાઉદી ઓથોરિટી દ્વારા યાત્રીઓને પરત લાવવા માટે ખાસ ચાર્ટર ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંગે ભુજના ફેઝ ટુર એન્ડ ટ્રાવેલ્સના સંચાલક ફારૂકભાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ભારતના હાજીઓ તારીખ 16 અને 17 ઓક્ટોબરના જેદ્દાહથી મુંબઈ અને અમદાવાદ માટે ચાર્ટર ફ્લાઇટનું સંચાલન શરૂ થશે.હાલ કચ્છમાંથી 400થી વધુ યાત્રીઓ સાઉદીમાં ફસાયેલા છે. ઘણા યાત્રીઓની રિટર્ન ટિકિટની તારીખ પસાર થઈ ગઈ છે. હોટલના વધતા ખર્ચથી મુશ્કેલી વધી છે, ત્યારે ચાર્ટર ફ્લાઇટની જાહેરાતથી યાત્રીઓએ રાહત અનુભવી છે. હાલ ટુર ઓપરેટરો દ્વારા યાત્રીઓના પાસપોર્ટની વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. મોંઘી ટિકિટથી યાત્રીઓ મૂંઝવણમાં | ચાર્ટર ફ્લાઇટ શરૂ થવાના સમાચાર વચ્ચે ટિકિટના ભાવે યાત્રીઓની ચિંતા વધારી છે. ભુજ મદીના ટુર એન્ડ ટ્રાવેલ્સના સંચાલક મોલાના શફી મોહમ્મદે કહ્યું હતું કે, ચાર્ટર ફ્લાઇટો ચાલુ થવાની છે પરંતુ તેની ટિકિટ 40 હજાર રૂપિયા રાખવામાં આવી છે. જે આર્થિક રીતે સધ્ધર લોકો છે તે તો 40 હજાર ખર્ચીને ભારત આવી જશે, પણ તકલીફ એ છે કે અમુક લોકો મજૂરી કરીને, પૈસા ભેગા કરીને ઉમરાહ કરવા આવ્યા છે. તેમની પાસે ફરીથી આટલી મોટી રકમ ભેગી કરવી ખૂબ મુશ્કેલ છે. અગાઉ બુક કરેલી આકાસા, ઇન્ડિગો જેવી એરલાઇન્સ ક્યારે રિફંડ આપશે તેનો કોઈ નક્કી સમય આપતી નથી.
    Click here to Read More
    Previous Article
    માતાના મઢમાં સરકારી કાર્યક્રમ ફ્લોપ:સંગીત કલાકારના કપડાંથી વિવાદ થયો
    Next Article
    હાલ જળકુંભીનું સામ્રાજ્ય:દેશલસર તળાવમાં ગટરના પાણી ઠલવાતા જીપીસીબીએ નમૂના લીધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment