Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માતાના મઢમાં સરકારી કાર્યક્રમ ફ્લોપ:સંગીત કલાકારના કપડાંથી વિવાદ થયો

    1 day ago

    કચ્છના પવિત્ર યાત્રાધામ માતાના મઢ ખાતે ગુજરાત સરકારના રમતગમત વિભાગ દ્વારા આયોજિત ગરબાનો કાર્યક્રમ ભારે વિવાદો અને અવ્યવસ્થા વચ્ચે ફ્લોપ સાબિત થયો હતો. એક તરફ આયોજનમાં જાહેર જનતાની બાદબાકી અને બીજી તરફ ગાયક કલાકારની અશોભનીય હરકતથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. આ કાર્યક્રમમાં સ્ટેજ પર પરફોર્મ કરી રહેલા ગાયક કલાકારે પોતાના પેન્ટ પર પવિત્ર ધાર્મિક પ્રતીક સમાન ‘લાભ-શુભ’ ના સ્ટીકર લગાવ્યા હતા. યાત્રાધામમાં ધાર્મિક ચિન્હોના આ સરેઆમ અપમાનને લઈને દર્શનાર્થીઓ અને સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. લોકોનો આક્રોશ જોઈને થોડા સમય બાદ ગાયકે પેન્ટ પરથી આ સ્ટીકર દૂર કરવાની ફરજ પડી હતી. ગયાકે માફી પણ માંગી લીધી હતી. વિશેષમાં, કોઈ સ્થાનિક કલાકારને તક ન અપાતા નારાજગી વ્યાપી હતી. દરવર્ષે યાત્રાધામમાં યોજાતો આ કાર્યક્રમ માત્ર બીલ બનાવવા પુરતો જ યોજાતો હોય તેવી છાપ સ્થાનિકોમાં ઉપસી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ચક્કાજામ કર્યા બાદ ધાણેટી પાસે ધૂળ ઉડતી રોકવા પાણીનો છંટકાવ:રૂ.574 કરોડનો હાઈસ્પીડ કોરિડોર પૂરો થાય તે પહેલા જ થીગડાં
    Next Article
    જેદ્દાહથી મુંબઈ અને અમદાવાદ માટે ચાર્ટર ફ્લાઇટનું સંચાલન થશે:કચ્છના ઉમરાહ યાત્રીઓ માટે રાહત, પરત આવવા ખાસ વિમાનની વ્યવસ્થા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment