Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચક્કાજામ કર્યા બાદ ધાણેટી પાસે ધૂળ ઉડતી રોકવા પાણીનો છંટકાવ:રૂ.574 કરોડનો હાઈસ્પીડ કોરિડોર પૂરો થાય તે પહેલા જ થીગડાં

    1 day ago

    ભુજ-ભચાઉ હાઈસ્પીડ કોરિડોર પર નિર્માણ કાર્ય દરમિયાન સુરક્ષાના નિયમોના સરેઆમ ઉલ્લંઘન અને દૈનિક જીવલેણ અકસ્માતો અંગે ‘દિવ્ય ભાસ્કર’ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા ગ્રાઉન્ડ રિપોર્ટની તંત્ર અને કોન્ટ્રાક્ટર પર વ્યાપક અસર જોવા મળી છે. અખબારી અહેવાલ અને ધાણેટી સહિતના ગ્રામજનોના ઉગ્ર આક્રોશ-હલ્લાબોલ બાદ આખરે એજન્સીની ઊંઘ ઊડી છે. જાગેલા કોન્ટ્રાક્ટરે દોડધામ કરીને કનૈયાબે નજીક રસ્તાનું રિસરફેસિંગ કામ હાથ ધર્યું છે જ્યારે અકસ્માત ઝોન બનેલા સ્થળોએ ડાયવર્ઝન બોર્ડ મૂકવાની ફરજ પડી છે. જોકે, ગંભીર બાબત એ છે કે રૂ.574 કરોડના તોતિંગ ખર્ચે હજુ નવો બની રહેલો રસ્તો નિર્માણ પૂર્ણ થયા પહેલાં જ રિસરફેસ કરવો પડે, તે આ હાઈસ્પીડ કોરિડોરના કામની ગુણવત્તા સામે મોટો સવાલ ઊભો કરે છે. ગ્રામજનોના આક્રોશ અને ભાસ્કરના અહેવાલથી કામગીરીમાં સળવળાટ ચોક્કસ થયો છે, પરંતુ જ્યાં સુધી સમગ્ર 75 કિલોમીટરના સ્ટ્રેચ પર મજબૂત બેરિકેડિંગ, રાત્રિ રિફ્લેક્ટર અને લેવલિંગ સાથેના સલામત સર્વિસ રોડ નહીં બને ત્યાં સુધી આ હાઈસ્પીડ કોરિડોર વાહનચાલકો માટે ‘ડેથ ટ્રેપ’ જ બની રહેશે. ઉદ્ઘાટન પણ નથી થયું ત્યાં લીપાપોતી કનૈયાબે નજીક તાજેતરમાં બનેલા રોડ પર ખાડા અને અનિયમિત સપાટીને પગલે રિસરફેસિંગનું કામ શરૂ કરી દેવાયું છે. માર્ચ 2027 સુધીમાં પ્રોજેક્ટ સંપન્ન કરવાનો છે, છતાં હજુ નિર્માણ પૂર્ણ નથી થયું ત્યાં રોડ તૂટવા લાગ્યો અને તેના પર થીગડાં મારવા પડ્યા. આનાથી એ સ્પષ્ટ થાય છે કે જીએસઆરડીસી અને માર્ગ અને મકાન વિભાગના ઈજનેરો કચેરીમાં બેસીને જ સુપરવિઝન કરી રહ્યા છે. કરોડો રૂપિયાના સરકારી ખર્ચ સામે કામની ગુણવત્તામાં ક્યાં ગંભીર બાંધછોડ થઈ રહી છે તેની તટસ્થ તપાસ થવી અનિવાર્ય છે. 574 કરોડના પ્રોજેક્ટ પર ગંભીર સવાલો કરોડોના પ્રોજેક્ટમાં હજુ અડધું કામ પૂરું થયું છે ત્યાં જ કનૈયાબે પાસે રિસરફેસિંગ કરવાની નોબત કેમ આવી ? સામગ્રીની ગુણવત્તા ચકાસવા કોઈ સેમ્પલ લેવાયા છે ખરા?.નેશનલ હાઈવે ઓથોરિટી અને સ્ટેટ આર એન્ડ બી વિભાગના નિયમ મુજબ કામ ચાલતું હોય ત્યારે સાઈટ પર એન્જિનિયરની હાજરી હોવી જોઈએ, તો પછી સુરક્ષા વગરનું ખોદકામ કોની મંજૂરીથી ચાલે છે?.૩ લોકોના મોત પછી કોન્ટ્રાક્ટર દ્વારા પાણી છાંટીને કે એક-બે સામાન્ય બોર્ડ લગાવીને ઔપચારિકતા કેમ પૂરી કરવામાં આવી રહી છે?. આહિર પટ્ટીની ‘જીવાદોરી’ પર રોજીંદા પસાર થતા હજારો કર્મચારીઓનો જીવ જોખમમાં આ ધોરીમાર્ગ સમગ્ર આહિર પટ્ટીના ગ્રામ્ય વિસ્તારો માટે લાઈફલાઈન સમાન છે. આ ઉપરાંત અંજાર, ગાંધીધામ અને ભુજ વચ્ચે આવેલી અનેક ખાનગી કંપનીઓના હજારો કર્મચારીઓ, કારીગરો અને સ્થાનિક વેપારીઓ રોજબરોજ અહીંથી મોટરસાઈકલ અને નાના વાહનો પર પસાર થાય છે. અહીં ચાલી રહેલી પુલિયા અને સાઈડ ડ્રેનેજની કામગીરી અત્યંત બેદરકારીપૂર્વક ચાલી રહી છે, જ્યાં ભારે વાહનો અને બાઈક સામસામે આવી જાય છે. માત્ર દેખાડો-પણ કાયમી સુરક્ષા નહીં 10 દિવસમાં 3 લોકોના મોત બાદ એજન્સીએ ધાણેટી આસપાસ રેતી-માટી દબાવવા ટેન્કર દોડાવી પાણીનો છંટકાવ શરૂ કર્યો છે. જ્યાં માટીની ગુણી ન હોતી, ત્યાં રાતોરાત ગુણીઓ અને ડાયવર્ઝનના સામાન્ય બોર્ડ મૂકીને સંતોષ માનવામાં આવ્યો છે. ઊંચા ટીનના પતરાં, રેડિયમ બેરિકેડ્સ, રાત્રિ દરમિયાન ચમકતી લાઈટો કે સાઈડમાં પ્રોપર પૂરાણ જેવા કોઈ જ નક્કર અને કાયમી સુરક્ષાત્મક પગલાં હજુ સુધી લેવાયા નથી.
    Click here to Read More
    Previous Article
    રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા વહીવટી તંત્ર સામે વિરોધ પ્રદર્શન:સતત સર્જાતા અકસ્માતોના કારણે માંડવી-લાયજા રોડ પર ઓવરલોડ વાહનો મુદ્દે ચક્કાજામ
    Next Article
    માતાના મઢમાં સરકારી કાર્યક્રમ ફ્લોપ:સંગીત કલાકારના કપડાંથી વિવાદ થયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment