Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા વહીવટી તંત્ર સામે વિરોધ પ્રદર્શન:સતત સર્જાતા અકસ્માતોના કારણે માંડવી-લાયજા રોડ પર ઓવરલોડ વાહનો મુદ્દે ચક્કાજામ

    1 day ago

    માંડવીના નગરજનોની સુરક્ષા અને ટ્રાફિકની ગંભીર સમસ્યાને લઈને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા માંડવી–લાયજા રોડ પર ચક્કાજામ આંદોલન કરવામાં આવ્યું હતું. શહેરમાંથી પસાર થતા ભારે અને ઓવરલોડ વાહનોને કારણે અવારનવાર સર્જાતા ગંભીર અકસ્માતોમાં યુવક-યુવતીઓએ જીવ ગુમાવ્યા છે તેવા આક્ષેપ સાથે સ્થળ પર રોષ વ્યક્ત કરાયો હતો. તાજેતરમાં તા. 14 ના મહેશ્વરી સમાજના યુવાનને અકસ્માત નડતા હાલ ગંભીર સ્થિતિમાં સારવાર હેઠળ છે, જ્યારે થોડા સમય અગાઉ પટેલ સમાજની દીકરીએ પણ જીવ ગુમાવ્યો હતો. આ રોજિંદી દુર્ઘટનાઓથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ જિલ્લા અધ્યક્ષ હિતેશ મહેશ્વરીની આગેવાની હેઠળ છેડાયેલા આંદોલન દરમિયાન ટ્રાફિક સમસ્યાના કાયમી નિરાકરણ અને માર્ગ અકસ્માતો અટકાવવા માટે તંત્ર સમક્ષ છ મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં જૂનો પુલ દ્વિચક્રી વાહનો માટે ખુલ્લો કરવા, ગઢરાંગ પાસે બમ્પ અને જોખમી વળાંકો પર બેરિકેડ તથા ચેતવણીનાં સૂચન પાટિયાં મૂકવા, ભારે માલવાહક વાહનોની ઝડપ પર નિયંત્રણ લાવવા, ટ્રાફિક વ્યવસ્થા માટે વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવા, ઓવરલોડ વાહનોનું સંચાલન સદંતર બંધ કરવા તેમજ વર્ષોથી અધૂરા પડેલા બાયપાસ રોડનું કામ યુદ્ધના ધોરણે વહેલી તકે પૂર્ણ કરવાની માંગ કરવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખે તંત્રને ચેતવણી આપતા જણાવ્યું હતું કે નાગરિકોની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં અને જો તાત્કાલિક નક્કર કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર જનઆંદોલન કરવામાં આવશે. \જનહિતની આ લડતમાં દિનેશ મહેશ્વરી, રફિક રાયમા, રાહુલ ધુડિયા, જગદીશ થારૂ, આસીફ સુમરા, અનિલ મહેશ્વરી, ભવ્ય મહેશ્વરી, મેઘજી અબચુગ, કેશવજીભાઈ કન્નર, દેવશી કન્નર, યાકુબ વાઘેર, મુસ્તાક મિયાણા, અકબર મંધરા, સમિર રાયમા, ફારુક જત, કાદર સુમરા, રામજી ખાખલા, કાદર પિજારા, સુલ્તાન રાયમા, દિનેશ દાફડા, હરેશ મહેશ્વરી અને ઈસ્માઈલ નોડે સહિતના જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    કામગીરીની તટસ્થ તપાસ કરી તાત્કાલિક પગલાં લેવાની માંગ:ફુલાય પંથકમાં NTPCના રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટનો સખત વિરોધ કરાયો
    Next Article
    ચક્કાજામ કર્યા બાદ ધાણેટી પાસે ધૂળ ઉડતી રોકવા પાણીનો છંટકાવ:રૂ.574 કરોડનો હાઈસ્પીડ કોરિડોર પૂરો થાય તે પહેલા જ થીગડાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment