Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઝનોર NTPCમાં ફાયર સર્વિસ સપ્તાહ સમાપ્ત:લાઈવ ફાયર ફાઈટીંગ પ્રદર્શન દ્વારા જાગૃતિ પર ભાર

    6 days ago

    ભરૂચના ઝનોર ગંધાર ગેસ પાવર પ્રોજેક્ટ ખાતે CISF યુનિટ દ્વારા ૧૪ એપ્રિલથી શરૂ થયેલા ફાયર સર્વિસ સપ્તાહનું ૨૦ એપ્રિલે સફળતાપૂર્વક સમાપન થયું. આ સપ્તાહનો મુખ્ય ઉદ્દેશ્ય આગ નિવારણ અને સલામતી અંગે જાગૃતિ લાવવાનો હતો, જેના સમાપન સમારોહમાં લાઈવ ફાયર ફાઈટીંગ પ્રદર્શન યોજાયું. સપ્તાહ દરમિયાન, CISF ફાયર વિંગ દ્વારા આગ નિવારણની આધુનિક તકનીકો અને પ્રાથમિક સારવાર અંગે વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમોમાં કર્મચારીઓ, તેમના પરિવારો અને આસપાસના ગામોની શાળાના વિદ્યાર્થીઓને સામેલ કરવામાં આવ્યા હતા. અગ્નિ સલામતી પ્રત્યે જાગૃતિ લાવવા માટે સૂત્ર લેખન, નિબંધ અને ચિત્ર સ્પર્ધાઓ જેવી પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. સમાપન સમારોહનું મુખ્ય આકર્ષણ લાઈવ ફાયર ફાઈટીંગ પ્રદર્શન હતું. આ પ્રદર્શનમાં આગ લાગ્યાની પરિસ્થિતિમાં તાત્કાલિક પ્રતિસાદ આપવા અને સલામતીના પગલાં લેવા અંગે પ્રાયોગિક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. ઉપસ્થિત લોકોને આગ જેવી આપત્તિમાં કેવી રીતે સતર્ક રહેવું અને યોગ્ય રીતે નિવારણ કરવું તેની વિસ્તૃત માહિતી અપાઈ હતી. કાર્યક્રમના અંતે સ્પર્ધાઓના વિજેતાઓને ઇનામોનું વિતરણ કરાયું. પ્રોજેક્ટ હેડ દિનેશ કુમાર સિંહ રૌતેલાએ કાર્યક્રમના સફળ આયોજન બદલ CISF ટીમનો આભાર વ્યક્ત કર્યો અને સલામતી જાગૃતિના મહત્વ પર ભાર મૂક્યો. CISF ના ડેપ્યુટી કમાન્ડન્ટ સિકંદરે પણ સૌને અગ્નિ સલામતીના નિયમોનું પાલન કરવા અને સમાજમાં જાગૃતિ ફેલાવવા અપીલ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    આચાર સંહિતાને કારણે 23 એપ્રિલનો ‘સ્વાગત’ કાર્યક્રમ રદ:હવે 30 એપ્રિલે નાગરિકો પોતાની રજૂઆતો અને સમસ્યાઓ રજૂ કરી શકશે
    Next Article
    હારીજમાં વૃદ્ધ વેપારી પાસેથી 2.80 લાખની લૂંટ:દુકાનથી ઘરે જતી વખતે છરી બતાવી બે શખસ ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment