Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આરોગ્ય અધિકારી સમક્ષ તપાસની માગ:ખાવડાના માર્ગ અકસ્માતમાં CHCની બેદરકારીનો આક્ષેપ

    1 day ago

    તાજેતરમાં ખાવડા માર્ગ પર થયેલા ગંભીર અકસ્માત બાદ ખાવડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) દ્વારા ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે તેવા આક્ષેપ સાથે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને કરાયેલી રજૂઆતમાં સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસ કરવાની માગ કરાઇ છે. આ અંગે પાઠવાયેલા આવેદનમાં આક્ષેપ કરાયા હતા કે, અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહો સાથે અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો હતો. અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોના દેહને કપડાંથી ઢાંકવામાં આવ્યા ન હતા કે તેમના પગરખાં પણ ઉતારાયા ન હતા. મૃતદેહોને ટેમ્પોમાં જે અસંવેદનશીલ રીતે લઈ જવામાં આવ્યા તે બાબત આરોગ્ય તંત્રની માનવીય સંવેદનશીલતા સામે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. અકસ્માત સમયે સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર ફરજ પર હાજર હતા કે નહીં તેની ડ્યુટી રજિસ્ટર આધારે તપાસ થવી જોઈએ. સ્થાનિક લોકો દ્વારા પણ આ તબીબ સામે બેદરકારી અને અયોગ્ય વર્તનના આરોપો પણ લગાવવામાં આવ્યા છે. ડોક્ટર દર શનિવારે ભુજ જતા રહે છે અને સોમવારે બપોરે પરત ફરતા હોવાથી દર્દીઓને હાલાકી વેઠવી પડે છે. આ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને ઉચ્ચસ્તરીય તપાસ કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવામા આવ તેવી માગ રતડિયાના જીલાની જુમા સમા દ્વારા કરવામાં આવી હતી. આરોગ્ય અધિકારી સમક્ષ તપાસની માગ
    Click here to Read More
    Previous Article
    290 કૃતિઓ સાથે 870 બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો:ભુજ તાલુકાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન નારાણપર ગુરુકુળમાં યોજાયું
    Next Article
    કામગીરીની તટસ્થ તપાસ કરી તાત્કાલિક પગલાં લેવાની માંગ:ફુલાય પંથકમાં NTPCના રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટનો સખત વિરોધ કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment