Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    290 કૃતિઓ સાથે 870 બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો:ભુજ તાલુકાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન નારાણપર ગુરુકુળમાં યોજાયું

    1 day ago

    ભુજ તાલુકાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2026-27 ગુરુવારે નારાણપર સ્થિત શ્રી ઘનશ્યામ વિદ્યાલય (શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ) ખાતે યોજાયું હતું. જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ભુજની પ્રેરણાથી સાંદીપની શાળા વિકાસ સંકુલ અને બ્લોક રિસોર્સ સેન્ટર, ભુજ દ્વારા આયોજિત પ્રદર્શનમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલી 290 કૃતિઓ રજૂ કરી હતી. જેમાં 870 બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો. પ્રદર્શનમાં ગુરુકુળના સંચાલક નારાયણવલ્લભદાસજી, સ્વામી ધર્મચરણદાસજી, જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમાર, જિલ્લા શિક્ષણ સમિતિના કો-ઓપ્ટ સભ્ય રશ્મિભાઈ ઠક્કર, રાણાભાઈ ડાંગર, ગુરુકુળના ટ્રસ્ટી શિવજીભાઈ વેકરિયા, શિક્ષણ નિરીક્ષકો પૃથ્વીરાજસિંહ ઝાલા અને મહેશદાન ગઢવી, એસ.વી.એસ. કન્વીનર વિજયભાઈ કાલરિયા, લાયઝન ઓફિસર રાજેશ્વરીબેન ગોસ્વામી, બી.આર.સી. ભુજના ભરતભાઈ પટોડીયા સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓ અને સંગઠનોના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નિલેશભાઈ ગોરે શાબ્દિક આવકાર આપ્યો હતો, જ્યારે આચાર્ય પંકજ રાજગોરે સંસ્થાનો પરિચય આપ્યો હતો. જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારે વિજ્ઞાન અને ગણિતનું અભ્યાસક્રમ તથા વાસ્તવિક જીવનમાં રહેલું મહત્ત્વ સમજાવી વિદ્યાર્થીઓને તાલુકા કક્ષાથી જિલ્લા, ઝોન અને રાજ્ય કક્ષાએ પહોંચવા પ્રોત્સાહિત કર્યા હતા. પ્રદર્શનમાં ભાગ લેનાર શાળાઓને સ્મૃતિચિહ્ન અને બાળ વૈજ્ઞાનિકોને પ્રમાણપત્રો એનાયત કરાયાં હતાં. સમગ્ર આયોજનમાં ઘનશ્યામ વિદ્યાલયના શિક્ષકો-વિદ્યાર્થીઓ, સી.આર.સી. મિત્રો તથા એસ.વી.એસ. ટીમના નવજોતસિંહ રાઠોડ, અલ્પેશભાઈ ચારોલા, મૌલિકભાઈ પટેલ અને નિખિલભાઈ ગોરે જહેમત ઉઠાવી હતી. સંચાલન મનનભાઈ ઠક્કરે કર્યું હતું, જ્યારે આભારવિધિ મદદનીશ શિક્ષણ નિરીક્ષક પરેશભાઈ અજાણીએ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    રાજ્યભરના સંઘો અને પદયાત્રિકોએ આતિથ્ય માણ્યું:ભુજમાં પદયાત્રીઓ માટે 27મો સેવા કેમ્પ સંપન્ન
    Next Article
    આરોગ્ય અધિકારી સમક્ષ તપાસની માગ:ખાવડાના માર્ગ અકસ્માતમાં CHCની બેદરકારીનો આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment