Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યભરના સંઘો અને પદયાત્રિકોએ આતિથ્ય માણ્યું:ભુજમાં પદયાત્રીઓ માટે 27મો સેવા કેમ્પ સંપન્ન

    2 days ago

    જય મહાશક્તિ દેશ દેવી આશાપુરા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ માતાના મઢ જતા પદયાત્રીઓની સેવા માટે ભુજની રાજગોર સમાજવાડી સામે ભવ્ય કેમ્પનું આયોજન કરાયું હતું. ગ્રુપ દ્વારા સતત 27મા વર્ષે આ સેવા કેમ્પ યોજાયો હતો, જેમાં ગત તા. 5 થી 9 સુધી યાત્રિકોને અવિરત સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. કેમ્પમાં પદયાત્રીઓ માટે ચા-કોફી, નાસ્તો, ભોજન અને આરામ સહિતની ઉત્તમ સુવિધા ઊભી કરાઈ હતી. આ ઉપરાંત યાત્રિકો માટે નહાવા-ધોવાની પણ સુચારુ વ્યવસ્થા કરાઈ હતી. માઇભક્તોને દરરોજ સવારે અને સાંજે ગરમાગરમ બટેટા પૌંઆ અને ભજીયા, ગાંઠિયા પીરસાતા હતા. જ્યારે બપોરે દાળ-ભાત, શાક, રોટલી, પાપડ અને સાંજના સમયે ખીચડી-કઢી, છાશ, શાક-રોટલીનું ભોજન પીરસવામાં આવતું હતું. ઉપવાસીઓ માટે ફરાળી વસ્તુઓ, ફ્રૂટ અને ઠંડા પીણાની પણ વ્યવસ્થા કરાઈ હતી. આ કેમ્પની સૌથી વિશેષ બાબત એ હતી કે, યાત્રા કરીને થાકેલા પદયાત્રીઓને રાહત આપવા માટે દિવ્યાંગો તેમજ અન્ય સેવાભાવીઓ દ્વારા મેડિકલ તેમજ એક્યુપ્રેશરની સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. પાંચ દિવસીય કેમ્પમાં રાજકોટ, સુરત, જામનગર, પોરબંદર, વાપી, વલસાડ, નવસારી, મુંબઈ, મહેસાણા, રાધનપુર, હળવદ, મોરબી અને ગાંધીનગર સહિતના અનેક પદયાત્રી સંઘોએ પધારીને સેવાનો લાભ લીધો હતો. આ સેવા કેમ્પની મુલાકાતે વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને રાજકીય નેતાઓએ ઉપસ્થિત રહી દર્શન-પ્રસાદનો લાભ લીધો હતો તેમ આયોજક કમિટીના કૌશિકભાઈ છાંયાએ જણાવ્યું હતું. સમગ્ર આયોજનને સફળ બનાવવા પ્રશાંત અંજારિયા, મીત ગોહિલ સહિતની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.
    Click here to Read More
    Previous Article
    વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા 792 લાખ મંજુર કરવામાં આવ્યા:ભુજના વાલદાસનગરમાં 1.86 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત
    Next Article
    290 કૃતિઓ સાથે 870 બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો:ભુજ તાલુકાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન નારાણપર ગુરુકુળમાં યોજાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment