Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા 792 લાખ મંજુર કરવામાં આવ્યા:ભુજના વાલદાસનગરમાં 1.86 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત

    2 days ago

    ભુજ શહેરના વોર્ડ નં 08માં આવેલા વાલદાસનગર મધ્યે વિવિધ વિકાસ કામોનું ખાતમુહુર્ત ધારાસભ્ય કેશુભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. ભુજ શહેરના આઉટગ્રોથ વિસ્તારના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ. 792 લાખ મંજુર કરવામાં આવ્યા છે, જે પૈકી વોર્ડ નં 08 ના રૂ. 161 લાખના કામો અને જનભાગીદારીના અંદાજીત રૂ. 25 લાખના કામો મળીને કુલ રૂ. 1.86 કરોડના વિકાસ કાર્યોનો પ્રારંભ કરાયો છે. આ પ્રસંગે ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભુજ શહેર કૂદકે ને ભૂસકે વિકાસ પામી રહ્યું છે અને નવા રહેણાંક વિસ્તારોનું નિર્માણ થઈ રહ્યું છે. આઉટગ્રોથ વિસ્તારોમાં સુવિધાઓ પૂરી પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ભુજની જરૂરિયાતો સરકાર સમક્ષ રજૂ કરી વિકાસ માટે જરૂરી સહયોગ મેળવવા તેઓ સતત પ્રયત્નશીલ રહેશે. ભુજ નગરપાલિકાના પ્રમુખ શીતલભાઈ શાહે જણાવ્યું કે, પાલિકામાં નવી પાંખ આવ્યા બાદ શહેરનો વિકાસ ચોતરફ થઈ રહ્યો છે અને વિકાસની ખુટતી કડીઓ પૂરી કરવા સમગ્ર ટીમ કટીબદ્ધ છે. કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવીએ ખાતરી આપી હતી કે, નાગરિકોને સીધો લાભ મળે તે માટે તમામ કામો ગુણવત્તાયુક્ત રીતે અને સમયમર્યાદામાં પૂર્ણ કરાશે. આ કાર્યક્રમનું સંચાલન વોર્ડ નં 08 ના સ્થાનિક નગરસેવક અને સેનિટેશન શાખાના ચેરમેન મનુભા જાડેજાએ કર્યું હતું, જ્યારે આભારવિધિ પ્રફુલસિંહ જાડેજાએ કરી હતી. આ કાર્યક્રમમાં કચ્છ જીલ્લા ભાજપના ઉપપ્રમુખ પ્રફૂલસિંહ જાડેજા, પાલિકાના ઉપપ્રમુખ બીન્દીયાબેન ઠક્કર, શાસકપક્ષના નેતા ધર્મેશભાઈ ગોર, દંડક રૂપલબેન ચાવડા, શહેર ભાજપ મહામંત્રી જીગરભાઈ શાહ, ઉપપ્રમુખ જયંતભાઈ ઠક્કર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત નગરસેવકો મનીષાબેન સોલંકી, વિમ્મીબેન ઠક્કર, ચંદ્રેશભાઈ રબારી, રાજેન્દ્રસિંહ જાડેજા, ગીતાબેન પટેલ તથા સ્થાનિક અગ્રણીઓ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ વચ્ચે મતદાર યાદી ચકાસણી:ચૂંટણી પંચ દ્વારા 1 નવેમ્બર સુધી ભૂલથી કમી થયેલા મતદારોના નામોનું રીવેરિફિકેશન થશે
    Next Article
    રાજ્યભરના સંઘો અને પદયાત્રિકોએ આતિથ્ય માણ્યું:ભુજમાં પદયાત્રીઓ માટે 27મો સેવા કેમ્પ સંપન્ન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment