Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિનિયર સિટીઝન કાર્ડ કેમ્પનું નવ દિવસીય આયોજન:ભુજ મારૂ કંસારા સોની જ્ઞાતિ મહિલા મંડળ આયોજિત નવરાત્રીની ઉજવણી

    3 days ago

    ભુજ મારૂ કંસારા સોની જ્ઞાતિ મહિલા મંડળ આયોજિત નવરાત્રી મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યું છે. જેમાં પ્રથમ દિવસે અખિલ ભારતીય મારૂ કંસારા સોની મહામંડળ પ્રમુખ ચંદ્રકાંતભાઈ જે. ચનાણી, જ્ઞાતિ પ્રમુખ હિતેશભાઈ પી. ગુજરાતી, યુવક મંડળ પ્રમુખ રાહુલભાઈ સોલંકી તેમના કારોબારી સભ્યો સાથે હાજર રહ્યા હતા. પ્રથમ દિવસે માતાજીના વિવિધ સ્વરૂપો સાથે 50થી વધુ બાલિકા અને ભગવાનના સ્વરૂપમાં બટુકોએ ભાગ લીધો હતો. તેમને મહિલા મંડળ તેમજ ઈન્નરવ્હીલ ક્લબ ઉર્જા તરફથી ઇનામોની લાહણી કરાઈ, બાદમાં બહેનોનો રાઉન્ડ શરૂ કરાયો હતો. મહેમાનોનું સ્વાગત મહિલા મંડળ પ્રમુખ સુધાબેન બુધ્ધભટ્ટી, મંત્રી રોહિણીબેન બુધ્ધભટ્ટી, ચેરપર્સન ભાવનાબેન બારમેડા, ખજાનચી ઇન્દિરાબેન સોલંકી, સહ ખજાનચી નીલાબેન કોમલ, ઉપપ્રમુખ ખુશાલીબેન બુધ્ધભટ્ટીએ કર્યું હતું. ભુજ શહેર ભાજપ ઉપપ્રમુખ અનિલભાઈ છત્રાળા હાજર રહ્યા હતા. આ સાથે સિનિયર સિટીઝન કાર્ડ બનાવવા કેમ્પનું આયોજન મહિલા મંડળ અને સહયોગી સંસ્થા વિકસિત ભારત જન સેવાલય ભુજના સહયોગથી નવ દિવસ સુધી જ્ઞાતિજનો માટે કરાયું છે. જેની વ્યવસ્થા મંત્રી રોહિણીબેન બી. બુધ્ધભટ્ટી, વરિષ્ઠ કારોબારી સભ્ય લતાબેન આઈ. સોલંકી સંભાળી રહ્યા છે. સંચાલન મંત્રી રોહિણીબેન બુધ્ધભટ્ટી અને પ્રમુખ સુધાબેન બુધ્ધભટ્ટીએ સંભાળ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    સમગ્ર સંકુલ ગરબામય બન્યું:કચ્છી લેવા પટેલ સમાજની નવરાત્રીમાં ચોવીસીના જ્ઞાતિજનોએ મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી
    Next Article
    જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ વચ્ચે મતદાર યાદી ચકાસણી:ચૂંટણી પંચ દ્વારા 1 નવેમ્બર સુધી ભૂલથી કમી થયેલા મતદારોના નામોનું રીવેરિફિકેશન થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment