Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમગ્ર સંકુલ ગરબામય બન્યું:કચ્છી લેવા પટેલ સમાજની નવરાત્રીમાં ચોવીસીના જ્ઞાતિજનોએ મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી

    3 days ago

    કચ્છી લેવા પટેલ સમાજ, ભુજ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ-2026 અંતર્ગત લાલજી રૂડા પિંડોલિયા રમતગમત સંકુલ, સરદાર પટેલ વિદ્યા સંકુલ, ભુજ ખાતે નવરાત્રીની ઉજવણી ઉત્સાહભેર કરાઈ હતી. જેમાં ચોવીસીના લેવા પટેલ જ્ઞાતિજનોએ પરંપરાગત ગરબાના તાલે મન મૂકી નવરાત્રીની ઉજવણી કરી હતી. સમગ્ર આયોજન દરમિયાન ભક્તિ, પરંપરા, સંસ્કૃતિ અને સામાજિક એકતાનો સમન્વય જોવા મળ્યો હતો. પ્રારંભે માતાજીની આરતી ઉતારવામાં આવી હતી. કચ્છી લેવા પટેલ સમાજ દ્વારા આયોજિત આ નવરાત્રી મહોત્સવ માત્ર ધાર્મિક ઉત્સવ પૂરતો સીમિત ન રહેતાં સમાજના તમામ જ્ઞાતિજનોને એક મંચ પર એકત્રિત કરવાનું અને નવી પેઢીને પોતાની પરંપરા તથા સંસ્કૃતિ સાથે જોડવાનું માધ્યમ બની રહ્યો છે. આ પ્રસંગે કચ્છી લેવા પટેલ સમાજ, ભુજના પ્રમુખ વેલજીભાઈ રામજી પિંડોરિયા અને કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટના ગોપાલભાઈ ગોરસિયા, દાતાઓ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિદેશ વસતા દાતાઓ શશિકાંત કરસન વેકરિયા (વાસ્ક્રોફ્ટ), વિશ્રામભાઈ જાદવા મેઘજી વરસાણી, નારણ મનજી કેરાઈ, કાંતિલાલ લાલજી સેંઘાણી, ધનજી કરસન રામજી વરસાણી પરિવાર, સ્વ.લક્ષ્મણ ભીમજી રાઘવાણીના પુત્ર કલ્યાણભાઈ, વાલજીભાઈ, ધનજીભાઈ તથા સહપરિવાર, કરસન રવજી મનજી કારા ધ.પ.હેમાબેન સહપરિવારએ આયોજન બદલ સમાજની ત્રણેય પાંખના તથા યુવકસંઘ ભુજના તમામ ટ્રસ્ટીઓને શુભેચ્છા પાઠવી હતી. સંગીતના સૂર અને ગરબાના તાલ સાથે રંગબેરંગી પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ જ્ઞાતિજનો ઝુમ્યા કચ્છી લેવા વિદ્યાલયના દીકરા-દીકરીઓએ સંગીતના સૂર અને ગરબાના તાલે સમગ્ર સંકુલ ગરબામય બન્યું હતું. રંગબેરંગી પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ યુવક-યુવતીઓ, ભાઈઓ-બહેનો તથા સમાજના વડીલોએ ગરબામાં ભાગ લીધો હતો. ખેલૈયાઓના ઉત્સાહ, તાલબદ્ધ ગરબા અને આનંદભર્યા વાતાવરણને કારણે મહોત્સવમાં અનેરો રંગ જામ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ ખાતે કલાતીર્થ સંસ્કૃતિ સંવર્ધક એવોર્ડ એનાયત કરાયા:કલા અને ભાષા ભારતવર્ષને અખંડ રાખવામાં મહત્વનું યોગદાન આપે છે
    Next Article
    સિનિયર સિટીઝન કાર્ડ કેમ્પનું નવ દિવસીય આયોજન:ભુજ મારૂ કંસારા સોની જ્ઞાતિ મહિલા મંડળ આયોજિત નવરાત્રીની ઉજવણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment