Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ ખાતે કલાતીર્થ સંસ્કૃતિ સંવર્ધક એવોર્ડ એનાયત કરાયા:કલા અને ભાષા ભારતવર્ષને અખંડ રાખવામાં મહત્વનું યોગદાન આપે છે

    3 days ago

    કલાને કોઈ સીમાડા નથી હોતા, કલા અને ભાષા ભારતવર્ષને અખંડ રાખવામાં મહત્વનું યોગદાન આપે છે. આપણા દરેક ધર્મ કલાના પોષક છે એટલે કલા એ પરમાત્માને પામવાનું માધ્યમ છે તેમ અમદાવાદ ખાતે સુરતની કલા સંસ્થા કલાતીર્થ દ્વારા સંસ્કૃતિ સંવર્ધક એવોર્ડના અર્પણવિધિના કાર્યક્રમમાં સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાપ્રતિષ્ઠાનના સ્વામી માધવપ્રિયદાસજીએ જણાવ્યું હતું. સમારંભના અધ્યક્ષ કુમારપાળ દેસાઈએ કલાતીર્થના અધ્યક્ષ રમણીકભાઈને કલાના ભેખધારી ગણાવ્યા હતા. પૂર્વ સનદી અધિકારી વસંતભાઈ ગઢવીએ કલાતીર્થની પ્રવૃત્તિનો સહયોગ એસ.જી.વી.પી.ને સાચી દિશાના કાર્યને વેગવાન બનાવે છે તેમ કહ્યું હતું. સંસ્કૃતિ સંવર્ધક એવોર્ડ-2026નો એવોર્ડ મેળવનારાઓમાં ગુજરાતના વરિષ્ઠ પુરાતત્વવિદ્ અને સંશોધક ડૉ. પ્રવીણચંદ્ર પરીખ, મંદિર સ્થાપત્યના જ્ઞાતા પુરાતત્વવિદ્. ડૉ. થોમસભાઈ પરમાર, ભારતીય સંસ્કૃતિના તજજ્ઞ પ્રા. ડૉ. આર. ટી. સાવલિયા, હસ્તકલાવિદ્ રાગિણીબેન વ્યાસ તથા ધાતુશિલ્પ કલાકાર જયંતીભાઈ સુધારનું પ્રમાણપત્ર, સ્મૃતિ ભેટ તથા રોકડ 21 હજાર પન્નાબેન રસિકલાલ હેમાણીના સહયોગથી અર્પણ કરવામાં આવ્યા. વી.એસ. ગઢવી, પુરસ્કારદાતા પન્નાબેન હેમાણી, ભગિની દક્ષ, દેવેન્દ્રભાઈ શાહ, શાંતિભાઈ સાવલા, સંસ્કારભારતી ગુજરાત પ્રાતના અધ્યક્ષ અબેસિંહ રાઠોડ, કલાવિવેચક કનુબાઈ પટેલ, જે. બી. પટેલ, પૂર્વ મંત્રી બાબુભાઈ મેઘજીભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. નિસર્ગ આહીરે જણાવ્યું હતું કે, કલાતીર્થ સંશોધન પ્રકલ્પ અનુસાર ગુજરાતમાં સંશોધન ક્ષેત્રે સ્નાતક, અનુસ્નાતક કક્ષા વિદ્યાર્થીઓ અને પી.એચ.ડી. કક્ષાના અધ્યાપકો અને સંશોધકો એમ બે વિભાગમાં વિવિધ વિષયો પર શોધપત્ર સ્પર્ધાના વિજેતાઓ અધ્યાપક અને શોધક વિભાગમાં પ્રથમ અજિત વાઘેલા, દ્વિતીય ડૉ. અરુણા વાઘેલા, તૃતીય ડૉ. દક્ષા ડાંગર તથા અન્ય પાંચ આશ્વાસન ઇનામને પાત્ર શોધપત્રોમાં ડૉ. સાધના ટાંક, ડૉ. ભાવિની પંડ્યા, રવીન્દ્ર લાંબા, ભીમજી બાચરિયા તથા ડૉ. જલક પટેલ વિજેતા થયા હતા. વિદ્યાર્થી શોધક વિભાગમાં પ્રથમ વિધિ પટેલ, દ્વિતીય રક્ષિતા જોશી, તૃતીય તેજલ ગઢવી તથા અન્ય પાંચ આશ્વાસન ઇનામને પાત્ર શોધપત્રોમાં અતુલકુમાર ડોડિયા, દિવ્યરાજસિંહ યાદવ, જાગૃતિ ઠાકોર, મોબિન બસીર શેખ તથા સ્નેહલ ત્રિવેદી વિજેતા થયા છે. વિજેતાઓને સન્માનિત કરાયા હતા. કલાતીર્થના અધ્યક્ષ રમણીકભાઈ ઝાપડિયાએ સમગ્ર આયામની વિગત આપી હતી. યજ્ઞવલ્લભસ્વામીએ સમારંભને સફળતા બક્ષી હતી. સંકલન કિશોર જોશી, જિગર પંડ્યા, વિનય પંડ્યા, કમલેશ ગજ્જર, અનિલ શ્રીમાળી, વિમલા ઠક્કર, બિજલ હરિયા તથા પ્રિયંકા જોશીએ કર્યું હતું, જ્યારે સંચાલન ડૉ. અશ્વિન આણાદાણીએ કર્યું હતું. કલાતીર્થના અધ્યક્ષ રમણીક ઝાપડિયા, સંશોધન પ્રકલ્પના સંયોજક નિસર્ગ આહીર તથા સહ સંયોજક નરેશ અંતાણીએ આભાર માન્યો હતો.
    Click here to Read More
    Previous Article
    રસીકરણથી વંચિત બાળકોને આવરી લેવા 6 દિવસીય કાર્યક્રમ‎:કોઇ બાળક ઓરી રૂબેલાની રસીથી વંચિત નહીં રહે, કાલથી વિશેષ ઝુંબેશ
    Next Article
    સમગ્ર સંકુલ ગરબામય બન્યું:કચ્છી લેવા પટેલ સમાજની નવરાત્રીમાં ચોવીસીના જ્ઞાતિજનોએ મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment