Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ:છેદન નહીં આચ્છાદન: શહેરમાં જીઆઇએસ ટેક્નોલોજીથી વૃક્ષોની ગણતરી કરાશે, સાચી ‘હરિયાળી ક્રાંતિ’ આરંભાશે

    3 days ago

    શહેરમાં વૃક્ષો અને જૈવ વિવિધતાની વાસ્તવિક સ્થિતિ જાણવા પાલિકા દ્વારા વ્યાપક સરવેની તૈયારી કરાઈ છે. GISથી વૃક્ષોનું ચોક્કસ લોકેશન સાથે ડિજિટલ મેપિંગ કરાશે. તેમાં હેરિટેજ ટ્રી સહિત વિવિધ વૃક્ષોની ઓળખ-નોંધણી કરાશે. સરકારી, ખાનગી મિલકતો, બંગલા અને સોસાયટીઓમાં નાનાં-મોટાં વૃક્ષોનો પણ સરવેમાં સમાવેશ કરાશે. શહેરમાં હાલ વૃક્ષોની સંખ્યા કેટલી છે અને કયા વિસ્તારમાં વૃક્ષોની ઘનતા કેટલી છે તેનો સચોટ અંદાજ મળી શકશે. સરવેમાં બાયો ડાઇવર્સિટી, ટ્રી સેન્સસ અને અર્બન ગ્રીનિંગ પોલિસી એમ 3 મુખ્ય બાબતોનો સમાવેશ થશે. અમદાવાદની જેમ વડોદરા માટે અર્બન ગ્રીનિંગ પોલિસી તૈયાર કરાશે. ઉલ્લેખનીય છે કે, 2011માં ફોરેસ્ટ વિભાગે વૃક્ષોનો સરવે કર્યો હતો, પરંતુ તેમાં વ્યાપક વિગતો નહતી. હવે અગાઉના મિશન મિલિયન ટ્રી અને વર્તમાન મિશન ટુ મિલિયન ટ્રી અંતર્ગત વૃક્ષ કેટલાં વધ્યાં તે જાણવામાં મદદ મળશે. જેના આધારે હરિયાળી વધારવાનું આયોજન કરી શકાશે. 1. અર્બન ગ્રીનિંગ પોલિસી હેઠળ હરિયાળીનું વિશ્લેષણ કરાશે 2. બાયો ડાઇવર્સિટી સરવે 3. ટ્રી સેન્સસ ટ્રી સેન્સસના ફાયદા બાયો ડાઇવર્સિટીના ફાયદા
    Click here to Read More
    Previous Article
    સભામાં હોબાળો:લોકોની પીડા સાંભળવાને બદલે બાઉન્સર કેમ રાખવા પડે છે, અમે તાળાં તોડી નાખીશું
    Next Article
    રસીકરણથી વંચિત બાળકોને આવરી લેવા 6 દિવસીય કાર્યક્રમ‎:કોઇ બાળક ઓરી રૂબેલાની રસીથી વંચિત નહીં રહે, કાલથી વિશેષ ઝુંબેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment