Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સભામાં હોબાળો:લોકોની પીડા સાંભળવાને બદલે બાઉન્સર કેમ રાખવા પડે છે, અમે તાળાં તોડી નાખીશું

    3 days ago

    ગંદા પાણીના પ્રશ્ને રજૂઆત કરવા વોર્ડ 14ના સ્થાનિક લોકો સાથે આવેલા વિપક્ષી કાઉન્સિલરની સામે પાલિકા સંકુલના દરવાજે તાળું મારી દેવાના મુદ્દે સભામાં ભારે હોબાળો થયો હતો. કોંગ્રેસનાં કાઉન્સિલર દીપા શ્રીવાસ્તવે આ મુદ્દો ઉઠાવી સવાલ કર્યો કે, સિક્યુરિટી ગાર્ડ દ્વારા દરવાજે તાળાં મારવાની જરૂર કેમ પડી રહી છે? બીજી તરફ મ્યુ. કમિશનર બચાવ કરી દરવાજા તોડવાની ઘટનાઓ પણ બને છે તેથી સિક્યુરિટી રાખવી પડે છે તેમ કહ્યું હતું. બીજી તરફ કોંગ્રેસનાં સિનિયર કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ પણ ઘટનાનો વિરોધ કરતાં કહ્યું કે, 1960થી આ સંસ્થા નાગરિકો માટે કાર્યરત છે. સંસ્કારી નગરીના નાગરિકો કોઈ પીડા કે આક્રોશ હોય ત્યારે રજૂઆત કરવા પાલિકામાં આવે છે. અગાઉ 5 કિમી લાંબી રેલી આવતી હતી, ત્યારે પણ મેયર અને કમિશનર લોકોની વાત સાંભળતા હતા. છેલ્લાં 5 વર્ષથી જે થઈ રહ્યું છે તેવું અગાઉ ક્યારેય બન્યું નથી. તેમણે પાલિકામાં બાઉન્સરો રાખવા સામે સવાલ ઉઠાવતાં પૂછ્યું હતું કે, બાઉન્સરો શા માટે રાખવા પડે છે અને તેમને કેટલો પગાર ચૂકવવામાં આવે છે? સત્તા હોવાનો અહેસાસ કરાવવા બાઉન્સરો રખાતા હોય તેમ લાગે છે. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ બચાવ કરતાં જણાવ્યું હતું કે, 7 લોકોની રજૂઆતમાં 70 લોકો આવી જાય છે, ગ્રીલ પર ચઢી જાય છે અને દરવાજા તોડવાની ઘટનાઓ પણ બને છે. તેથી સુરક્ષાની વ્યવસ્થા કરવી જરૂરી છે. VGLની ટેન્ડરિંગ પ્રક્રિયા કેવી રીતે થાય છે, વર્ષ 2013થી પાલિકા ભાગીદાર છે તો કેટલી આવક થઈ : દીપા શ્રીવાસ્તવ સભામાં દીપા શ્રીવાસ્તવે વડોદરા ગેસ કંપનીના સંચાલનનો મુદ્દો ઉઠાવી જવાબ માગ્યો હતો. તેઓએ પૂછ્યું હતું કે, વીજીએલની ટેન્ડરિંગ પ્રક્રિયા કેવી રીતે કરવામાં આવે છે, કોન્ટ્રાક્ટરને કેવી રીતે કામ અપાય છે? આ વિષય સંદર્ભે પુષ્પાબેન વાઘેલાએ પણ સવાલ ઉઠાવ્યા હતા કે, 2013 થી પાલિકા ભાગીદાર છે તો કેટલી આવક થઈ? આ સવાલો સાંભળી મ્યુનિ. કમિશનરે તેઓએ વીજીએલના એમડીને ફોરવર્ડ કર્યું છે, તેમના તરફથી જવાબ મળશે એટલે આપીશું તેમ જણાવ્યું હતું. એક્સટેન્શનની નવી પ્રથા, 2 વર્ષમાં વધુ ભાવ અને એક્સટેન્શન સાથેનાં 300 કામો મંજૂર કર્યાનો આક્ષેપ કોંગ્રેસનાં પુષ્પાબેન વાઘેલાએ આક્ષેપ કર્યો હતો કે, સ્થાયી સમિતિમાં આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખ્યા વિના વધુ ભાવથી કામો મંજૂર કરી કોન્ટ્રાક્ટને એક્સટેન્શન અપાય છે. બુધવારે એજન્ડા મૂકીને આવાં કામોને મંજૂરી અપાતી હોવાનો તેમણે દાવો કર્યો હતો. આ સામે સ્થાયી સમિતિનાં ચેરમેન વર્ષાબેન વ્યાસે નારાજગી વ્યક્ત કરી હતી. પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે 2 વર્ષમાં આવાં 300 કામોની યાદી હોવાનો દાવો કરીને સવાલ ઉઠાવ્યો હતો કે, કરોડોનાં કેટલાં ટેન્ડર સમયસર પૂર્ણ થયાં છે? નાના ટેન્ડરથી હરીફાઈ વધારવાની માગ પણ તેમણે કરી હતી. તમારા સમયમાં તમે શું કર્યું છે યાદ નથી, તમે પ્રેક્ષક ગેલેરીમાં બેસતા અને શું કરતા હતા તે બધાને ખબર છે ઃ વાઘેલા પાલિકામાં આવતા લોકોને રોકવા પડે તે મુદ્દે ભાજપના નીતિન દોંગાએ કહ્યું હતું કે, રોકવા એટલા માટે પડે કે કોંગ્રેસના કાર્યકરોએ મેયર ડૉ.જિગીષાબેન શેઠ મહિલા હતાં છતાં તેઓનું અપમાન કર્યું હતું. મેયરનું અપમાન થાય તો રોકવા પડે. સામે પૂર્વ વિપક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે કહ્યું હતું કે, અમે કોઈ દિવસ મેયરનું અપમાન નથી કરતા અને કોઈ કરતું હોય તો ટોકીએ છીએ. આ સમયે કોંગ્રેસનાં પુષ્પાબેન વાઘેલા જવાબ આપ્યો હતો કે, તમે તમારા સમયમાં શું કર્યું છે યાદ નથી. પ્રેક્ષક ગેલેરીમાં બેસતા અને શું કરતા હતા બધાને ખબર છે. અમે તો બોલીશું અને તાળાં મારશો તો તોડીશું.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં મેડિકલ કોલેજ- આધુનિક સરકારી હોસ્પિટલને મંજૂરી‎:મેડિકલ કોલેજ અને આધુનિક સરકારી હોસ્પિટલ નિર્માણને મંજૂરી મળતા 13 વર્ષ જૂની માંગણી નો અંત
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ:છેદન નહીં આચ્છાદન: શહેરમાં જીઆઇએસ ટેક્નોલોજીથી વૃક્ષોની ગણતરી કરાશે, સાચી ‘હરિયાળી ક્રાંતિ’ આરંભાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment