Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલિકા પ્રમુખ માટે નવું વાહન અને શ્રીનિધિ લોનને બહાલી અપાઇ:પાલિકાની સામાન્ય સભામાં હિસાબો અને ઠરાવો મુદ્દે વિપક્ષે હોબાળો કરતા ઉતાવળમાં બહાલી આપ્યા વગર જ પ્રમુખે પૂર્ણ જાહેર કરી દીધી

    3 days ago

    ભુજ નગરપાલિકાની નવી બોડીની બીજી સામાન્ય સભા ટાઉનહોલ ખાતે પ્રમુખ શીતલ શાહના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ સભામાં વર્ષ 2025-26ના વાર્ષિક હિસાબો, ત્રિમાસિક હિસાબો અને જુદા જુદા વિકાસકામોને બહાલી આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ઉપપ્રમુખ બિંદિયા ગોસ્વામી દ્વારા બધા જ ઠરાવો વાંચન કર્યા બાદ વિરોધ પક્ષના નગર સેવક કિશોરદાન ગઢવી અને અંજલી ગોરે શહેરના ડ્રેનેજ, લાઈટ વગેરે સમસ્યાના સવાલો પૂછતા બહાલી આપ્યા વગર જ ઉતાવળે પ્રમુખ સહિતની કારોબારી સભ્યો ઊભા થઈ ગયા હતા. સભા દરમિયાન ઘન કચરા વ્યવસ્થાપનના અમલીકરણ, પ્રમુખ માટે નવી ઈનોવા ક્રિસ્ટા કારની ખરીદી અને 45 કર્મચારીઓના છઠ્ઠા પગારપંચના એરિયર્સ ચૂકવવા રૂ. 1.70 કરોડની શ્રીનિધિ લોન મંજૂર કરવા જેવા મહત્ત્વના ઠરાવો પસાર કરાયા હતા. સામાન્ય સભાની નોટિસ અને પાણીની લાઈન સહિતના પ્રશ્નો મુદ્દે વિપક્ષી સદસ્યોએ વિરોધ નોંધાવતા ભારે હોબાળો મચ્યો હતો. સામાન્ય સભાની શરૂઆતમાં જ નાણાકીય વર્ષ 2025-26ના વાર્ષિક હિસાબો રજૂ કરાયા હતા. જેમાં 1 એપ્રિલ 2025ની શરુઆતની સિલક રૂ. 61.23 કરોડ અને વર્ષ દરમિયાન રૂ. 78.67 કરોડની આવક સામે રૂ. 73.46કરોડનો ખર્ચ નોંધાયો હતો, જ્યારે બંધ સિલક રૂ. 66.43 કરોડ રહી હતી. આ ઉપરાંત ત્રિમાસિક હિસાબોને પણ સભા દ્વારા બહાલી માટે રજૂ કરવામાં આવ્યા હતા. સભા દરમિયાન ભુજ શહેરમાં ચોમાસાસંદર્ભે કાંસ અને નાળા સફાઈની કામગીરી માટે રૂ. 25.75 લાખના ભાવપત્રકોને આખરી મંજૂરી અપાઈ હતી. આ સિવાય રોકડથી ખરીદાયેલ માલસામાનના જુદા જુદા 22 બિલ અને કારોબારી સમિતિ દ્વારા મંજૂર કરાયેલા અન્ય કામોને સભાપટલ પર મૂકી આખરી મંજૂરી અપાઈ હતી. દરમિયાન, વિપક્ષી સદસ્યોએ સભાની નોટિસ નિયમ મુજબ યોગ્ય સમયગાળા પૂર્વે ન મળી હોવાનો આરોપ મૂકી સવાલ ઉઠાવ્યા હતા. આ ઉપરાંત નળ સે જલ યોજનામાં 900 એમએમ ડાયામીટરની પાઈપલાઈનની કામગીરી અંગે વિપક્ષી નગર સેવક અંજલી ગોરે તીખા પ્રશ્નો પૂછતાં સભાગૃહમાં ઊહાપોહ મચ્યો હતો. ઠરાવ સિવાયના મુદ્દા ન ઉપાડવાનું કહીને પ્રમુખે અચાનક સભા આટોપી લેવાની જાહેરાત કરતાં જ વિપક્ષી સદસ્યોએ હોબાળો મચાવ્યો હતો અને બહાલી આપ્યા વગર ઠરાવો પસાર કરવા સામે વિરોધ દર્શાવ્યો હતો. સુધરાઇની સામાન્ય સભામાં વિરોધ પક્ષના મુદ્દાઓ નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચારના આક્ષેપ થયા સામાન્ય સભામાં ઉપપ્રમુખે ઠરાવના વાંચન કર્યા બાદ વિરોધ પક્ષ તરફથી નલ સેજલ યોજના અંતર્ગત અંદાજે 56 કરોડના કામમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ મૂકીને 900 એમએમ ડાયામીટરના પાઇપ નખાઈ ગયા છે તેની સામે સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે ક્યાંય પણ જો આ માપના પાઇપ નાખ્યા હોય તો ખોદીને બતાવે. ભુજમાં પાણીના ટાંકા અને પાઇપલાઇન નાખવાનું કામ જીયુડીસી એ કર્યું છે માટે તેનું થર્ડ ઇન્સ્પેક્શન થવું જોઈએ. ઇતિહાસમાં પ્રથમ વખત 194 પાનાનો ઠરાવ ! એપ્રિલ થી સપ્ટેમ્બર સુધી છ મહિનાના બે ત્રિમાસિક હિસાબ રજૂ કરવાના હોવાથી તેમજ ઠરાવો પણ બે સામાન્ય સભાના મંજૂર કરવાના હોવાથી કુલ 194 પાના ભરીને બધી વિગત, હિસાબ, ઠરાવ સામાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યા હતા. ભુજ નગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત એવું થયું છે કે અંદાજે 200 પાના સુધીના પેજની બુક બનાવી રજૂ કરવામાં આવી હતી. આ છે મહત્ત્વના મંજૂર થયેલા ઠરાવો
    Click here to Read More
    Previous Article
    તનુશ્રી દત્તાએ નાના પાટેકરે ગંદી રીતે અડક્યાનો કર્યો હતો આક્ષેપ:નોકરાણીએ એક્ટ્રેસને મારી નાખવાનો પ્રયાસ કર્યો, સગી બહેનના જ લગ્નમાં ના ગઈ, બનેવી છે ગુજરાતી
    Next Article
    પાર્કિંગ મુદ્દે વિઝિટર્સ પરેશાન:ટીપી રોડ હોવા છતાં પશાભાઈ પાર્કમાં અવર-જવર અને પાર્કિંગ પર નિયંત્રણ!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment