Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાર્કિંગ મુદ્દે વિઝિટર્સ પરેશાન:ટીપી રોડ હોવા છતાં પશાભાઈ પાર્કમાં અવર-જવર અને પાર્કિંગ પર નિયંત્રણ!

    3 days ago

    શહેરના નટુભાઈ સર્કલ પાસે આવેલી પશાભાઈ પાર્ક સોસાયટીનો રસ્તો ટીપી રોડ હોવા છતાં વર્ષોથી ખુલ્લો થયો ન હોવાનો દાવો થઈ રહ્યો છે. બીજી તરફ સોસાયટીમાં આવતા વિઝિટર્સ અને સ્થાનિકોના સગાં-સંબંધીઓને વાહનો પાર્ક કરવામાં ભારે મુશ્કેલી પડી રહી હોવાની ફરિયાદો ઊઠી છે. સિક્યુરિટી ગાર્ડ વાહન પાર્ક કરવા દેતા ન હોવાથી લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિકોની ફરિયાદ મુજબ સોસાયટીમાં અન્ય વાહનો પાર્ક કરેલાં જોવા મળે છે, પરંતુ વિઝિટર્સને વાહન પાર્કિંગની મંજૂરી આપવામાં આવતી નથી. આ ઉપરાંત રિક્ષાચાલકો અને શાકભાજી વેચતા ફેરિયાઓ સહિતના લોકોને પણ સોસાયટીમાં અવર-જવર કરતાં રોકવામાં આવતા હોવાનો આક્ષેપ કરાયો છે. વર્ષોથી ચાલતી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા અને ટીપી રોડ ખુલ્લો મૂકવા સ્થાનિકોમાં માગ ઊઠી છે. આ રસ્તો ખુલ્લો થાય તો નટુભાઈ સર્કલથી કોર્ટની બાજુમાં સીધા જઈ શકાશે, જેથી વાહનચાલકોને મોટી રાહત મળી શકે તેમ છે. આ અંગે સોસાયટીના પ્રમુખ રમન ભારદ્વાજને પૂછતાં તેમણે કોઈ પ્રતિક્રિયા આપી નહતી. વર્ષોથી સમસ્યા, વાહન અન્ય સ્થળે મૂકવાં પડે છે અમે વર્ષોથી અહીં આવીએ છીએ, પણ સિક્યુરિટી ગાર્ડ કોઈ પણ જગ્યાએ વાહન પાર્ક કરવા દેતા નથી. અન્યત્ર વાહન પાર્ક કરી આવવું પડે છે. વર્ષોની આ સમસ્યાનો કાયમી ઉકેલ જરૂરી છે. > ક્રિપાલસિંહ ઝાલા, વિઝિટર વર્ષ 1995માં ટીપી-14 ફાઇનલ થઈ હતી,પણ 12 મીટરનો રસ્તો ખૂલ્યો નથી પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીએ કહ્યું કે, 1995માં ટીપી 14 ફાઇનલ થઈ હતી. જેમાં પશાભાઈ પાર્કમાંથી જતો 12 મીટરનો રસ્તો પાડવામાં આવ્યો હતો, જે હજી સુધી ખોલવામાં આવ્યો નથી. આ ટીપી રોડ સોસાયટીમાં ઝેડ આકારમાં છે, જે પાછળ નીલકંઠ સોસાયટી તરફ ખૂલે છે. જોકે આ રસ્તો કેમ અત્યાર સુધી ખોલવામાં આવ્યો નથી તે જાણવા મળ્યું નથી.
    Click here to Read More
    Previous Article
    પાલિકા પ્રમુખ માટે નવું વાહન અને શ્રીનિધિ લોનને બહાલી અપાઇ:પાલિકાની સામાન્ય સભામાં હિસાબો અને ઠરાવો મુદ્દે વિપક્ષે હોબાળો કરતા ઉતાવળમાં બહાલી આપ્યા વગર જ પ્રમુખે પૂર્ણ જાહેર કરી દીધી
    Next Article
    સાળંગપુર BAPS પ્રમુખસ્વામી પ્રાકૃતિક કૃષિ તાલીમ કેન્દ્ર ખાતે‎:મધમાખી પાલન અને વ્યવસ્થાપન વિષય પર 100થી વધુ ખેડૂતોની તાલીમ શિબિર યોજાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment