Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુરમાં રમઝટ ગરબા મહોત્સવના પાંચમા નોરતે ખેલૈયાઓની રમઝટ:પરંપરાગત પોશાકમાં સજ્જ ખેલૈયાઓએ સંગીતના તાલે ગરબે ઘૂમી નવરાત્રિની ઉજવણી કરી

    1 week ago

    બનાસકાંઠાના પાલનપુરમાં જૂના આરટીઓ સર્કલ નજીક યોજાઈ રહેલા રમઝટ ગરબા મહોત્સવમાં પાંચમા નોરતે ખેલૈયાઓનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પરંપરાગત પોશાકમાં સજ્જ યુવતીઓ સહિત વિવિધ સંસ્થાઓમાંથી આવેલા ખેલૈયાઓએ મન મૂકીને ગરબે ઘૂમી નવરાત્રિની ભક્તિમય સાંજને રંગીન બનાવી હતી. લોકપ્રિય ગીતો અને સંગીતના તાલે ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી, જેના કારણે સમગ્ર ગરબા ગ્રાઉન્ડ ખેલૈયાઓથી છલકાઈ ઊઠ્યું હતું. નામાંકિત કલાકારોની પ્રસ્તુતિએ ગરબાનો માહોલ જમાવ્યો રમઝટ ગરબા મહોત્સવમાં નામાંકિત કલાકારોએ ખેલૈયાઓની પસંદગીનાં લોકપ્રિય ગીતોની પ્રસ્તુતિ કરી હતી. સંગીતના તાલે ખેલૈયાઓ ઉત્સાહપૂર્વક ગરબે ઘૂમ્યા હતા અને નવરાત્રિની મોજ માણી હતી. ગરબાના તાલ અને ખેલૈયાઓના ઉત્સાહથી સમગ્ર ગ્રાઉન્ડમાં ઉત્સવનો માહોલ છવાયો હતો. આયોજકો દ્વારા સુવિધાઓની વ્યવસ્થા ગરબા મહોત્સવમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉમટતાં આયોજકો દ્વારા તમામને કોઈ અગવડતા ન પડે તે માટે જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. ઉત્સાહ, ઉમંગ અને પરંપરાગત રંગોથી ભરપૂર માહોલમાં રમઝટ ગરબા મહોત્સવના પાંચમા નોરતાની ઉજવણી કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    યમનના રાષ્ટ્રપતિ ભવન પર હુતીઓનો ઘાતક પ્રહાર:5 બેલિસ્ટિક મિસાઇલો ઝીંકી; 4નાં મોત, વડાપ્રધાન અને મંત્રીઓ અંદર હાજર હતા, માંડ-માંડ બચ્યા
    Next Article
    ગેરકાયદે વસવાટ કરતી બાંગ્લાદેશી યુવતી પકડાઈ:જુનાગઢમાંથી નકલી ઓળખ સાથે ગેરકાયદે રહેતી બાંગ્લાદેશી યુવતી ઝડપાઈ, બોગસ સરનામા અને નોકરીઓ અંગે મોટો ખુલાસો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment