Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગેરકાયદે વસવાટ કરતી બાંગ્લાદેશી યુવતી પકડાઈ:જુનાગઢમાંથી નકલી ઓળખ સાથે ગેરકાયદે રહેતી બાંગ્લાદેશી યુવતી ઝડપાઈ, બોગસ સરનામા અને નોકરીઓ અંગે મોટો ખુલાસો

    1 week ago

    ​જુનાગઢ શહેરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા પરદેશી નાગરિકોને શોધી કાઢવાની ખાસ ઝુંબેશ અંતર્ગત પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં એક બાંગ્લાદેશી યુવતી ઝડપાઈ છે. શહેરમાં ગેરકાયદે વસવાટ કરતા શંકાસ્પદ લોકો અંગે મળી આવેલા ખાસ એક્શન પ્લાન અને માર્ગદર્શન હેઠળ પોલીસે જુનાગઢના ચંદનપાર્ક વિસ્તારમાં આવેલી એક ગલીમાંથી આ શંકાસ્પદ યુવતીને પકડી પાડી છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને યુવતીની અટકાયત કરી હતી અને બાદમાં તેની સઘન પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછની શરૂઆતમાં યુવતીએ પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો અને પોતાની ઓળખ નેપાળની નાગરિક તરીકે આપી હતી. તેણીએ પોતાનું નામ મિથિલા અને મૂળ રહેવાસી કાઠમંડુ હોવાનું જણાવ્યું હતું. જોકે પોલીસે શંકાના આધારે ઊંડાણપૂર્વક તપાસ અને વિગતવાર ખરાઈ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. યુવતી ખરેખર બાંગ્લાદેશના નારણગંજ જિલ્લાની મૂળ રહેવાસી છે અને તેનું સાચું નામ ખાલેદા હોવાનું બહાર આવ્યું હતું. ​તપાસ દરમિયાન વધુમાં ખુલાસો થયો છે કે આ યુવતીએ ભારત દેશમાં કાયદેસરના દસ્તાવેજો મેળવવા માટે સરનામામાં વારંવાર ફેરફારો કર્યા હતા. તેણીએ અગાઉ મહારાષ્ટ્રના નાલાસોપારાનું સરનામું દર્શાવ્યું હતું, ત્યારબાદ ગુજરાતના સુરત અને છેલ્લે જુનાગઢનું સરનામું બદલાવીને સરકારી દસ્તાવેજ બનાવડાવ્યા હતા. તે અગાઉ મુંબઈમાં ડાન્સબારમાં કામ કરતી હતી તેમજ ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં બ્યુટી પાર્લરમાં નોકરી કરી ચૂકી છે અને હાલમાં પણ છૂટક કામકાજ કરતી હતી. આ સમગ્ર મામલે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી
    Click here to Read More
    Previous Article
    પાલનપુરમાં રમઝટ ગરબા મહોત્સવના પાંચમા નોરતે ખેલૈયાઓની રમઝટ:પરંપરાગત પોશાકમાં સજ્જ ખેલૈયાઓએ સંગીતના તાલે ગરબે ઘૂમી નવરાત્રિની ઉજવણી કરી
    Next Article
    Ground Report | ઓક્ટોબર બનશે આંકરો! | ગુફામાં કુદરતનો ખજાનો | Prime Time News | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment