Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સારોલીમાં સાલાસર માર્કેટના 5મા માળે ભીષણ આગ, 4 દુકાનમાં પ્રસરી:કાપડનો જથ્થો હોવાથી આગ પર 4 કલાકે કાબૂ મેળવાયો, વેપારીઓનો લાખો રૂપિયાનો કાપડનો જથ્થો બળીને ખાખ

    8 hours ago

    સુરત શહેરના ટેક્સટાઇલ હબ ગણાતા સારોલી વિસ્તારમાંથી ફરી એક મોટા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. સારોલી સ્થિત જાણીતી સાલાસર માર્કેટના પાંચમા માળે આવેલી દુકાનોમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. સવારે અંદાજે 10:30 વાગ્યાની આસપાસ આગની આ ઘટના બની હતી, જેના પગલે સમગ્ર માર્કેટ અને આસપાસના વિસ્તારમાં ભારે નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દુકાનોમાં કાપડનો જથ્થો હોવાથી આગ પર કાબૂ મેળવવામાં 4 કલાકથી વધુનો સમય લાગ્યો હતો. 4 દુકાનો આગની ઝપેટમાં આવી પ્રાથમિક વિગતો મુજબ, માર્કેટના પાંચમા માળે આવેલી અંદાજે ચાર જેટલી દુકાનોમાં આગ ઝડપથી પ્રસરી ગઈ હતી. દુકાનોમાં ફેબ્રિકેટ કાપડ તેમજ પોલિએસ્ટર સહિતના કાપડનો મોટો જથ્થો સંગ્રહાયેલો હોવાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. દૂર-દૂર સુધી કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઊડતા જોવા મળ્યા હતા, જેને લીધે આસપાસના વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. 15થી વધુ ફાયર ટેન્ડરો કામે લાગ્યા ઘટનાની જાણ ફાયર કંટ્રોલ રૂમને કરવામાં આવતાં જ સુરત ફાયર બ્રિગેડ તાબડતોબ એક્શન મોડમાં આવ્યું હતું. શહેરના અલગ-અલગ 15 ફાયર સ્ટેશનો પરથી 15થી વધુ ફાયર ફાઈટરો અને અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યો હતો. ફાયર જવાનોએ તાત્કાલિક હોઝ પાઈપો પાથરીને ચારેય તરફથી પાણીનો ભારે મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દીધી છે. હાલ સુધી જાનહાનિના કોઈ અહેવાલ નહીં કાપડનો જથ્થો વધુ હોવાથી આગને સંપૂર્ણ કાબૂમાં લેવા માટે ફાયર ફાઈટરો સતત પ્રયાસ કરી રહ્યા છે. સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી, પરંતુ વેપારીઓને લાખો રૂપિયાનું કાપડ બળીને ખાખ થઈ જતાં મોટા પાયે આર્થિક નુકસાન થવાની આશંકા છે. આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર કારણ જાણી શકાયું નથી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં ભારત-ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમનું આગમન:18 સપ્ટેમ્બરથી રમાનાર મેચમાં સહેવાગ-દ્રવિડના પુત્રની જોડી મેદાન પર જોવા મળશે, સૌરાષ્ટ્રના બે ખેલાડીને પણ ટીમમાં સ્થાન
    Next Article
    In seat Kejriwal lost by thin margin, 40% names added before 2025 polls now missing in SIR draft

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment