Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુબેરનગર વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટરને હાઇકોર્ટની રાહત:જાતિનો દાખલો રદ્દ કરવાના ઓથોરીટીના નિર્ણયને રદ્દ કર્યો, ફરી તમામ પુરાવા સાથે કોર્પોરેટરે ઓથોરિટી સમક્ષ અરજી કરવી પડશે

    2 days ago

    ગુજરાત હાઇકોર્ટે કોંગ્રેસના કુબેરનગરના કોર્પોરેટર કલ્પના કોડેકરને મોટી રાહત આપી છે. તેમના જાતિના સર્ટિફિકેટને રદ કરવાના વિકસતી જાતિ કલ્યાણ વિભાગના જોઇન્ટ ડાયરેક્ટરના આદેશને હાઇકોર્ટે નકારી કાઢ્યો છે અને સાથે જ આ મામલે અરજદાર કલ્પના કોડેકરને રજૂઆતની તક આપીને નવેસરથી નિર્ણય લેવાનો હુકમ કર્યો છે. અરજદારને ઓથોરિટી સમક્ષ રજૂઆત કરવાની તક આપીને નિર્ણય લેવાનો હાઇકોર્ટે અગાઉ આદેશ કર્યો હતો, તેમ છતાંય જોઇન્ટ ડાયરેક્ટરે તક આપ્યા વિના જ સર્ટિફિકેટ રદ કર્યું હતું, જે બાબતે કોર્ટે આકરું વલણ અપનાવતાં જોઇન્ટ ડાયરેક્ટરને કોર્ટ સમક્ષ હાજર રખાયા હતા અને રાજ્ય સરકારે જેન્યુઇન ભૂલ થઇ ગઇ હોવાથી બિનશરતી માફી માગી હતી, જેને હાઇકોર્ટે રેકોર્ડ પર લઇ ઉક્ત આદેશ કરી અરજીનો નિકાલ કર્યો છે. અરજદારને રજૂઆતની તક ન મળતા હાઈકોર્ટમાં પહોંચ્યા હતા અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના કુબેરનગર વોર્ડના મહિલા કોર્પોરેટર કલ્પના કોડેકર દ્વારા આ સમગ્ર મામલે હાઇકોર્ટ સમક્ષ એક અરજી કરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટે અગાઉ નોટિસ પાઠવીને અરજદારને વચગાળાની રાહત આપી હતી. અલબત્ત અરજદાર કોર્પોરેટરને રજૂઆતની તક આપ્યા વિના કુદરતી ન્યાયના સિદ્ધાંતનો ભંગ કરી ઓથોરિટીએ નિર્ણય લીધો હતો. પરિણામે હાઇકોર્ટે સંબંધિત વિભાગના જોઇન્ટ ડાયરેક્ટરને કોર્ટ સમક્ષ હાજર રહેવાનો ફરમાન કર્યું હતું. આ કેસમાં આદેશ કરતાં હાઇકોર્ટે નોંધ્યું હતું કે, સંબંધિત અધિકારી કોર્ટમાં હાજર રહ્યા હતા, ત્યારે રાજ્ય સરકાર તરફથી એડિશનલ એડવોકેટ જનરલે તેમના તરફથી બિનશરતી માફી માગી હતી અને રજૂઆત કરી હતી કે સંબંધિત અધિકારી દ્વારા અજાણતામાં અરજદારને સુનાવણીની તક આપ્યા વિના વિવાદાસ્પદ આદેશ પસાર કરવામાં આવ્યો હતો. તેથી હવે કોર્ટને ખાતરી આપવામાં આવે છે કે અરજદારને સુનાવણીની પૂરતી તક આપવામાં આવશે અને કાયદાની યોગ્ય પ્રક્રિયા અનુસર્યા બાદ કાયદા અનુસાર જ યોગ્ય નિર્ણય લેવામાં આવશે. જોઈન્ટ ડાયરેક્ટના વલણ પ્રત્યે કોર્ટે અણગમો વ્યકત કર્યો હાઈકોર્ટે આદેશમાં એમ પણ નોંધ્યું હતું કે, હાઇકોર્ટ દ્વારા કરાયેલા આદેશ મુજબ અરજદારને સુનાવણીની પૂરતી તક આપીને વિભાગે નિર્ણય લેવાનો હતો, પરંતુ એ તથ્ય નિર્વિવાદ છે કે, તેમણે અરજદારને નોટિસ પાઠવ્યા વિના જ નિર્ણય કર્યો હતો. તેમણે આ બાબતે બિનશરતી માફી પણ માગી છે, પરંતુ આ પ્રકારનું વલણ કોર્ટને મંજૂર નથી. કોર્ટ દ્વારા અગાઉના આદેશમાં અત્યંત સાદા શબ્દોમાં નિર્દેશ આપ્યા હતા, જે જોઇન્ટ ડાયરેક્ટરને સમજવા જોઇતા હતા. અલબત્ત, હાલ આ મુદ્દે કોઇ પ્રતિકૂળ નોંધ કોર્ટ દ્વારા કરાઈ નથી, પરંતુ જોઇન્ટ ડાયરેક્ટરને એક ચેતવણી જરૂર આપે છે. ઉક્ત અવલોકન બાદ હાઇકોર્ટે આ મામલે અરજદાર કોર્પોરેટર કલ્પના કોડેકરની જાતિના સર્ટિફિકેટને રદ કરવાનો આદેશ રદ કર્યો છે. તેમને શો કોઝ નોટિસનો જવાબ રજૂ કરવાની તક આપવા અને બે મહિનામાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવાનો આદેશ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    સાંસદ વિનોદ ચાવડાના હસ્તે આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ:સુખપરના લોકોને ગામમાં જ મળશે પ્રાથમિક સારવાર, રસીકરણ અને માતા-બાળ આરોગ્ય જેવી સુવિધાઓ
    Next Article
    પંચમહાલ ક્રાઈમ અપડેટ:ઘોઘંબા અને ગોધરામાંથી 6.54 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો, મોરવા હડફમાં પરિવારજનો પર હુમલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment