Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલ ક્રાઈમ અપડેટ:ઘોઘંબા અને ગોધરામાંથી 6.54 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો, મોરવા હડફમાં પરિવારજનો પર હુમલો

    2 days ago

    પંચમહાલ જિલ્લામાં પોલીસે અલગ-અલગ ત્રણ કાર્યવાહી હાથ ધરી છે. ઘોઘંબા તાલુકાના આંબાખુટ અને ગોધરા તાલુકાના ગોલ્લાવ ગામે પોલીસની રેડ દરમિયાન કુલ ₹6.54 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. બંને સ્થળે આરોપીઓ હાજર ન મળી આવતાં તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. બીજી તરફ, મોરવા હડફ તાલુકાના સંતરોડ ગામે ઘર ખાલી કરવાના મુદ્દે થયેલી તકરારમાં પિતા સહિત પરિવારજનો પર હુમલો કરી ઇજા પહોંચાડવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ તમામ મામલે પોલીસે ગુના નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ઘોઘંબાના આંબાખુટમાંથી ₹1.55 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો ઘોઘંબા તાલુકાના આંબાખુટ ગામના મોટા ફળિયામાં આવેલા એક રહેણાંક મકાનમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન મકાનમાંથી 216 બિયર ટીન અને 480 ક્વાર્ટર બોટલ મળી આવી હતી. પોલીસે કુલ ₹1,55,736નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જોકે, દરોડા દરમિયાન આરોપી રાજેશભાઈ ઉર્ફે રાજુ રાઠવા સ્થળ પર હાજર મળી આવ્યો ન હતો. જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગોધરાના ગોલ્લાવમાંથી ₹4.98 લાખનો વિદેશી દારૂ જપ્ત ગોધરા તાલુકાના ગોલ્લાવ ગામના કોદરિયા ફળિયામાં રહેતા પંકજભાઈ ભારતભાઈ પટેલના મકાન પાછળ આવેલા વાડામાં પોલીસે બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન વિદેશી દારૂની ક્વાર્ટર બોટલો અને બિયરની કુલ 39 પેટીઓ મળી આવી હતી. પોલીસે ₹4,98,816ની કિંમતનો દારૂ-બિયરનો જથ્થો જપ્ત કર્યો હતો. જોકે, આરોપી પંકજભાઈ પટેલ સ્થળ પર મળી ન આવતાં તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. આ મામલે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મોરવા હડફના સંતરોડમાં ઘર ખાલી કરવાના મુદ્દે તકરાર, પિતા સહિત પરિવારજનો પર હુમલાની ફરિયાદ મોરવા હડફ તાલુકાના સંતરોડ ગામે ઘર ખાલી કરવાના મુદ્દે થયેલી તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ મામલે પુત્ર સંજયભાઈએ પોતાના પિતા રાયમલભાઈ પર લાકડાના પાટિયા વડે હુમલો કરી ઇજા પહોંચાડી હોવાનો આક્ષેપ છે. દરમિયાન બચાવવા વચ્ચે પડેલાં મંજુબેનને પણ માર મારવામાં આવ્યો હતો. જ્યારે પુત્રવધૂ સોનલબેને આરતીબેનના હાથ પર લાકડી વડે હુમલો કરી ઇજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ ઉપરાંત બંને આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે મોરવા હડફ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    કુબેરનગર વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટરને હાઇકોર્ટની રાહત:જાતિનો દાખલો રદ્દ કરવાના ઓથોરીટીના નિર્ણયને રદ્દ કર્યો, ફરી તમામ પુરાવા સાથે કોર્પોરેટરે ઓથોરિટી સમક્ષ અરજી કરવી પડશે
    Next Article
    ભાભર ગામે છોટા ઉદેપુર કલેક્ટરે લોકોની સમસ્યાઓ સાંભળી:'વહીવટી તંત્ર આપના દ્વારે' કાર્યક્રમ યોજાયો, કલેક્ટરે સમસ્યાનો ઝડપી નિકાલ કરવા અધિકારીઓને સૂચના આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment