Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિર્ણય‎:મનપાના મહત્ત્વના પ્રોજેક્ટ સાઈટ પર સીસીટીવી ફરજિયાત કરાયા

    12 hours ago

    રાજકોટ મહાનગરપાલિકાએ મેજર પ્રોજેક્ટ પર નજર રાખવા માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ શરૂ કર્યું છે. જેમાં હવે સીસીટીવી મારફત સાઈટ પર નજર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના જણાવ્યા અનુસાર હવે જે પણ મેજર પ્રોજેક્ટ હશે તેના ટેન્ડરમાં સીસીટીવી રાખવાની શરતનો ઉમેરો કરાશે. જે મુજબ મેજર પ્રોજેક્ટની સાઈટ શરૂ થાય એટલે ત્યાં સીસીટીવી નાખવાના રહેશે જેનું લાઈવ ફીડ પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટના કંટ્રોલરૂમમાં રહેશે. આ કારણે સાઈટ પર સીધી નજર રાખી શકાશે. આ ઉપરાંત એક સોફ્ટવેર તૈયાર કરાયો છે. જેમાં સાઈટ પર એન્જિનિયર આવે એટલે સવારમાં જ સૌથી પહેલા કેટલા મજૂરો આવ્યા છે, કેટલી મશીનરી આવી છે તે નોંધવાનું રહેશે. જ્યારે કોઇપણ માલસામાન આવે જેમ કે લોખંડ કે સિમેન્ટ તે કેટલી સંખ્યામાં આવ્યું તે પણ નોંધવાનું રહેશે. આ પ્રોજેક્ટ ઉપરાંત વિજિલન્સ સ્ક્વોડ માટે પણ તૈયારી ચાલી રહી છે જે મુજબ જીપીએસથી સજ્જ વાહનમાં ટીમ રહેશે. આ વાહન ફરતું રહેશે અને છેલ્લી ઘડીએ તેમને લોકેશન અપાશે ત્યાંથી તેમણે સેમ્પલ લેવાના રહેશે. આ બધી પળોજણ રાજકોટ શહેરમાં ગુણવત્તાયુક્ત અને ઝડપી કામ કરાવવા થઈ રહી છે તેવો મનપાનો દાવો છે.
    Click here to Read More
    Previous Article
    ગુરુવારે ચૈત્રી નવરાત્રિ:6:54 વાગ્યા સુધી અમાસ તિથિ ત્યારબાદ આખો દિવસ અને રાત્રિ એકમ તિથિ
    Next Article
    આયોજન:125 કરોડના ખર્ચે બનેલું જીવન વિદ્યાપીઠનું 26મીએ ભૂમિપૂજન, 30 હજાર કડવા પાટીદારનું જ્ઞાતિભોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment