Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આયોજન:125 કરોડના ખર્ચે બનેલું જીવન વિદ્યાપીઠનું 26મીએ ભૂમિપૂજન, 30 હજાર કડવા પાટીદારનું જ્ઞાતિભોજન

    6 days ago

    ઉમિયા માતાજી મંદિર સિદસરના નેજા હેઠળ કડવા પાટીદાર સમાજે રાજકોટની ભાગોળે આવેલા ઇશ્વરિયા ખાતે 32 વીઘાની જગ્યામાં 125 કરોડના ખર્ચે શૈક્ષણિક પ્રોજેક્ટ અંતર્ગત ‘જીવન વિદ્યાપીઠનું’ આગામી તા.26ને રામનવમીના રોજ ભૂમિપૂજન થશે. તા.21થી 25 માર્ચ ઇશ્વરિયા ખાતે ત્રિવેણી સમારોહનું આયોજન કરાયું છે. જેમાં પાંચ દિવસીય 25 કુંડી મહાયજ્ઞ, રાજકોટમાં વસતા સમગ્ર પાટીદાર જ્ઞાતિનું સમૂહ ભોજન, ધર્મસભા, દાતા સન્માન, મહાઆરતી, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ સમારોહમાં પધારવા સમગ્ર પાટીદારોને આમંત્રણ આપવાના હેતુસર તાજેતરમાં મા ઉમિયાના ઉમા રથનું રાજકોટના વોર્ડવાઇઝ વિસ્તારોમાં રથયાત્રાનું પરિભ્રમણ દરમિયાન જ્ઞાતિ તેમજ અન્ય સમાજના લોકોએ રથનું સ્વાગત કર્યું હતું. સવા દાયકા બાદ જ્ઞાતિભોજનમાં 30 હજારથી વધુ કડવા પાટીદાર સમાજના લોકો હાજર રહેશે. ઉમિયાધામના પ્રમુખ મૌલેશભાઇ ઉકાણી તથા મંત્રી જયેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, કાર્યક્રમમાં સવા દાયકા બાદ જ્ઞાતિભોજનમાં 30 હજારથી વધુ કડવા પાટીદાર સમાજના લોકો હાજર રહેશે. જેમાં 21મીએ વોર્ડ નં.1થી 8, 22મીએ વોર્ડ નં.9 અને 23મીએ વોર્ડ નં.10થી 18, મંગળવારે વોર્ડ નં.11, બુધવારે વોર્ડ નં.12ના કડવા પાટીદાર પ્રસાદ લેશે. આયોજનમાં 40 જેટલી સમિતિઓમાં 3 હજાર સ્વયંસેવક ખડેપગે છે, રાજકોટવાસીઓને સમારોહ સ્થળે જવા-આવવા માટે 100 જેટલી બસ વિવિધ વિસ્તારમાંથી જશે. આજે મા ઉમિયાને નંદીવાળા રથમાં બિરાજમાન કરી રેસકોર્સથી શ્રીનાથધામની નગરચર્યા કરાવાશે ઉમિયા માતાજીનો રથ આજે તા.18 માર્ચના રોજ બુધવારે વિવિધ સામાજિક સંદેશા આપતા ફ્લોટ્સ સાથેની શોભાયાત્રા રાજકોટના મુખ્ય માર્ગો પર નીકળશે. વિવિધ જ્ઞાતિઓ તથા વિવિધ સંસ્થાઓ આ શોભાયાત્રામાં રાષ્ટ્રીય, આરોગ્ય, કૃષિ, શિક્ષણ, જીવદયા, પર્યાવરણ, જળસંચય, ગ્રામ્ય સંસ્કૃતિ તથા ભારતીય સંસ્કૃતિ જેવા સંદેશા સાથે ટેબ્લો(ફ્લોટ્સ) સાથે જોડાશે. નગરયાત્રા રાજકોટના રેસકોર્સથી પ્રસ્થાન કરશે ત્યાંથી બહુમાળી ભવન, જિલ્લા પંચાયત ચોક, કિસાનપરા, મહિલા કોલેજ સર્કલ, અક્ષરમાર્ગ, અમીનમાર્ગ, નાનામવા સર્કલ, ભીમનગર ચોક સર્કલથી સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે શ્રીનાથધામ હવેલી ખાતે પૂર્ણાહુતિ થશે. જેમાં જગત જનની મા ઉમિયા નંદીની સવારીએ રથમાં બિરાજમાન થઇ સૌને આશીર્વાદ આપશે.
    Click here to Read More
    Previous Article
    નિર્ણય‎:મનપાના મહત્ત્વના પ્રોજેક્ટ સાઈટ પર સીસીટીવી ફરજિયાત કરાયા
    Next Article
    CBSEની વોર્નિંગ:પેપર ચેકિંગની માહિતી સોશિયલ મીડિયા પર જાહેર કરનાર શિક્ષકો નોકરી ગુમાવી દેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment