Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાંસદ વિનોદ ચાવડાના હસ્તે આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ:સુખપરના લોકોને ગામમાં જ મળશે પ્રાથમિક સારવાર, રસીકરણ અને માતા-બાળ આરોગ્ય જેવી સુવિધાઓ

    2 days ago

    કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના સુખપર (રોહા) ગામમાં ગ્રામજનોને આરોગ્ય સેવાઓ માટે દૂર સુધી જવું ન પડે અને સ્થાનિક સ્તરે જ પ્રાથમિક સારવાર ઉપલબ્ધ બને તે હેતુથી નવનિર્મિત આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડાના હસ્તે આ આરોગ્ય કેન્દ્રને જનસેવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. કેન્દ્ર કાર્યરત થતાં સુખપર (રોહા) સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને આરોગ્યલક્ષી સેવાઓ મેળવવામાં સુવિધા મળશે. ગ્રામીણ વિસ્તારોમાં સમયસર સારવાર અને રોગોની પ્રાથમિક તપાસનું વિશેષ મહત્વ છે. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને શરૂ કરાયેલા આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા દર્દીઓની પ્રાથમિક આરોગ્ય તપાસ, માતા અને બાળકના સ્વાસ્થ્યની સંભાળ, બાળકો તથા અન્ય લાભાર્થીઓનું રસીકરણ અને બિનચેપી રોગોની તપાસ જેવી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત, લોકોને વિવિધ રોગોથી બચવા માટે જરૂરી માર્ગદર્શન આપવા અને આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવા માટે પણ પ્રયાસો કરવામાં આવશે.ગામની નજીક જ આરોગ્ય સુવિધા ઉપલબ્ધ થવાથી સામાન્ય તકલીફો માટે પ્રાથમિક તબીબી માર્ગદર્શન મેળવવું સરળ બનશે. માતાઓ, બાળકો, વૃદ્ધો અને નિયમિત આરોગ્ય તપાસની જરૂરિયાત ધરાવતા નાગરિકો માટે આ કેન્દ્ર ઉપયોગી સાબિત થઈ શકે છે. રોગનાં લક્ષણો જણાય ત્યારે સમયસર તપાસ કરાવી યોગ્ય માર્ગદર્શન મેળવવાથી આરોગ્ય સંબંધિત જટિલતાઓને ઘટાડવામાં પણ મદદ મળી શકે છે. લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મંજુલાબેન મૂળજી ચાવડા, સામાજિક અગ્રણી મોહનભાઈ ચાવડા, નખત્રાણા નગરપાલિકાના પ્રમુખ વસંતભાઈ વાઘેલા, નખત્રાણા તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેશભાઈ પટેલ, તાલુકા પંચાયતનાં પ્રમુખ ભારતીબેન નીતિનગીરી ગૌસ્વામી, સામાજિક ન્યાય સમિતિનાં ચેરમેન જશોદાબેન બળીયા તથા સુખપર (રોહા) જૂથ ગ્રામ પંચાયતના સરપંચ વિક્રમભાઈ ગરવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય વિભાગ તરફથી તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. એ. કે. પ્રસાદ, સાયરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ. સાવંત રાઠોડ, આરોગ્ય સુપરવાઈઝરો તેમજ આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ જયદીપસિંહ રાઠોડ, ઋતુબેન પરમાર અને ઉષાબેન સોલંકી પણ કાર્યક્રમમાં જોડાયા હતા. જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના જણાવ્યા અનુસાર, ગ્રામ્ય વિસ્તારોમાં પાયાની આરોગ્ય સેવાઓ વધુ સુલભ બનાવવા અને નાગરિકોને સમયસર સારવાર મળી રહે તે દિશામાં સુખપર (રોહા)નું આ નવું આયુષ્માન આરોગ્ય મંદિર મહત્વપૂર્ણ બની રહેશે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ઈમ્પેક્ટ:કદવાલની સ્ટ્રીટ લાઈટો ચાલુ, તલાટી મંત્રી અને સરપંચે JCBની મદદથી 24 કલાકમાં રિપેર કરાવી
    Next Article
    કુબેરનગર વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટરને હાઇકોર્ટની રાહત:જાતિનો દાખલો રદ્દ કરવાના ઓથોરીટીના નિર્ણયને રદ્દ કર્યો, ફરી તમામ પુરાવા સાથે કોર્પોરેટરે ઓથોરિટી સમક્ષ અરજી કરવી પડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment