Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કચ્છ કલેક્ટરની અધ્યક્ષતામાં રણોત્સવની તૈયારીઓ માટે બેઠક:ધોરડોમાં યોજાઈ, ટેન્ટસિટી, રોડ ટુ હેવન અને ધોળાવીરાની સુવિધાઓની સમીક્ષા કરાઈ

    8 hours ago

    કચ્છના વિશ્વવિખ્યાત સફેદ રણમાં યોજાનારા રણોત્સવ ૨૦૨૬-૨૭ને વધુ સુવ્યવસ્થિત અને પ્રવાસીઓ માટે યાદગાર બનાવવા જિલ્લા વહીવટીતંત્રે તૈયારીઓ તેજ કરી છે. આ આયોજનના ભાગરૂપે ધોરડો ખાતે કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાની અધ્યક્ષતામાં રણોત્સવ જિલ્લા કોર કમિટીની બેઠક યોજાઈ હતી. બેઠકમાં પ્રવાસીઓની સુવિધા, સુરક્ષા, સ્વચ્છતા, પરિવહન, માળખાકીય સુવિધાઓ અને વિવિધ વિભાગો વચ્ચે સંકલન સહિતના મહત્ત્વના મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી હતી. રણોત્સવ દરમિયાન દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ કચ્છની મુલાકાત લેતા હોવાથી તેમની યાત્રા સરળ, સુરક્ષિત અને સુખદ બને તે માટે કલેક્ટરે સંબંધિત અધિકારીઓને આયોજનબદ્ધ રીતે કામગીરી કરવા સૂચના આપી હતી. ટેન્ટસિટી અને ગેટવે ટુ રણ રિસોર્ટમાં ઉપલબ્ધ સુવિધાઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી. સફેદ રણ, રોડ ટુ હેવન અને ધોળાવીરા માટે અલગ-અલગ ટીમોની રચના કરીને કામગીરીમાં જવાબદારી અને સંકલન સુનિશ્ચિત કરવા ભાર મૂકાયો હતો. પ્રવાસનના આકર્ષણરૂપ રોડ ટુ હેવન અને ઐતિહાસિક ધોળાવીરા વિસ્તારમાં પ્રવાસીઓની અવરજવર વ્યવસ્થિત રહે તેમજ સુરક્ષા જળવાય તે માટે સઘન પેટ્રોલિંગ, ટ્રાફિક નિયંત્રણ અને અન્ય જરૂરી વ્યવસ્થાઓ અંગે ચર્ચા થઈ હતી. આ વિસ્તારોમાં પ્લાસ્ટિકનો કચરો કે અન્ય ગંદકી ન ફેલાય તે માટે સતત દેખરેખ રાખવા અને સ્વચ્છતા જાળવવા કલેક્ટરે ખાસ તાકીદ કરી હતી. પર્યાવરણની જાળવણી સાથે અનધિકૃત દબાણો સામે પણ નિયમ મુજબ તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. બેઠકમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી, રસ્તાઓની મરામત, વીજ પુરવઠો, શૌચાલય અને સેનિટેશન સુવિધાઓ, ઘન કચરાનો વૈજ્ઞાનિક નિકાલ, કાયદો અને વ્યવસ્થા, એડવેન્ચર સ્પોર્ટ્સમાં સલામતીના નિયમો તથા પ્રવાસીઓ માટે હેલ્પ ડેસ્કની વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. ઊંટગાડી સહિતનાં પરિવહનનાં નિયત ભાડાં, ટિકિટ વ્યવસ્થા અને પ્રવાસીઓની ફરિયાદોનું યોગ્ય નિરાકરણ આવે તે માટે પણ માર્ગદર્શન અપાયું હતું. કલેક્ટરે સફેદ રણ વ્યૂ પોઈન્ટ, સાંસ્કૃતિક કાર્યક્રમોના સ્ટેજ, ક્રાફ્ટ બજાર અને ગેમ ઝોનની સ્થળ મુલાકાત લઈને ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. એસટી બસ દ્વારા પ્રવાસીઓને વ્યૂ પોઈન્ટ સુધી પહોંચાડવાની વ્યવસ્થા અંગે પણ માહિતી મેળવી હતી. આ પ્રસંગે પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા સહિત જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ, એસટી નિગમ, માર્ગ-મકાન વિભાગ, આરોગ્ય, વન, ખેતીવાડી, પશુપાલન અને બીએસએફના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રણોત્સવને સફળ બનાવવા તમામ વિભાગો સંકલન સાથે કામગીરી કરે અને કચ્છની પ્રવાસન ઓળખ વધુ મજબૂત બને તે દિશામાં બેઠકમાં ભાર મૂકાયો હતો.
    Click here to Read More
    Previous Article
    મહુવા મેઘરાજ સિનેમા પાસે રખડતી ઘોડીએ 3 થી વધુને ઘાયલ:સવારથી બપોર સુધી લોકોને અડફેટે લીધા, CCTV ફૂટેજ પણ સામે આવ્યા
    Next Article
    ભાવનગર મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી:તમામ પ્લોટો પર તાર ફેન્સિંગ કરાશે, વોટર વર્કસ, પાણીની લાઈન અને રોડ-પેવિંગ સહિત રૂ. 4.55 કરોડના કામો મંજૂર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment