Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તહેવારોમાં ફૂડ ચેકીંગ કરવા આદેશ:કાંકરિયામાં પક્ષીપ્રેમીઓ માટે વિંગ્સ ઓવર કાંકરિયા શરૂ કરાશે, દૂરબીનથી પક્ષીઓ નિહાળી શકશે

    10 hours ago

    શહેરના કાંકરિયા લેકફ્રન્ટ ખાતે શિયાળાની સિઝનમાં મોટી સંખ્યામાં વિવિધ પક્ષીઓ જોવા મળે છે. સામાન્ય નાગરિકો અને પક્ષીપ્રેમીઓ પક્ષીઓને નજીકથી નિહાળી શકે તેમજ તેમના વિશે વધુ જાણકારી મેળવી શકે તે હેતુથી “વિંગ્સ ઓવર કાંકરિયા” દેશી-વિદેશી પક્ષીઓને દૂરબીનથી વિષય નિષ્ણાત ગાઇડના માર્ગદર્શનમાં અવલોકન કરવાના, પક્ષીઓ વિશે જાણવાના અદ્દભુત નવતર પ્રયોગને મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂરી અપાઇ છે. કાંકરિયા લેક પર પક્ષી જગતને નજીકથી જાણવાની તક મળશે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું હતું કે, લોકો પક્ષીઓ વિશે સારી એવી માહિતી મેળવી શકે અને જોઈ શકે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાયનોક્યુલર ખરીદવામાં આવશે. કાંકરિયા ઝૂના સ્ટાફ દ્વારા દરરોજ સવાર અને સાંજે બે કલાક માટે આ સુવિધા ઉપલબ્ધ કરાવવાનું આયોજન હાથ ધરવામાં આવશે. અંદાજિત 30 રૂપિયા જેટલી ટિકિટ રાખવામાં આવશે.આ વ્યવસ્થા હેઠળ ઝૂનો સ્ટાફ મુલાકાતીઓને પક્ષીઓની ઓળખ, તેમની વિશેષતાઓ અને અન્ય સંબંધિત માહિતીથી માહિતગાર કરશે. આ પહેલથી કાંકરિયા ખાતે આવતા નાગરિકો, બાળકો અને પક્ષીપ્રેમીઓને પક્ષીજગતને નજીકથી જાણવાની તક મળશે તેમજ પ્રકૃતિ અને પક્ષીઓ પ્રત્યે જાગૃતિ વધારવામાં મદદ મળશે. આગામી દિવસોમાં તહેવારો શરૂ થવાના છે. નવરાત્રિ બાદ તરત જ દશેરાનો તહેવાર આવવાનો હોય છે ત્યારે વિવિધ વિસ્તારોમાં ફાફડા-જલેબીના સ્ટોલ્સ નાંખીને ફાફડા-જલેબીનો વેપાર કરતા સ્ટોલ્સ ધારકોનાં ફૂડની ક્વોલિટીને તપાસવા માટે કોર્પોરેશનનાં ફૂડ વિભાગને સૂચના આપવામાં આવી છે. તેમજ જાહેર રોડ અને ફૂટપાથ ઉપર તેઓનું દબાણ ન થાય તે જોવા સૂચના આપવામાં આવી છે. ગટરમાં પડ્યા બાદ લાપતા થયેલી બાળકીની CCTV પદ્ધતિથી તપાસ કરવા નિર્ણય નારોલ-પીરાણા રોડ પર લાંભા વિસ્તારમાં રહેતી 10 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી ખુલ્લી ગટરમાં પડી જવાની દુઃખદ ઘટના બની હતી. આશરે 40 ફૂટ ઊંડી ગટરમાં બાળકી પડ્યા બાદ ફાયર બ્રિગેડ સહિતના સંબંધિત વિભાગો દ્વારા સતત શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. જોકે, ઘટનાના છ દિવસ જેટલો સમય વીતી જવા છતાં બાળકીની કોઈ ભાળ મળી નથી.બાળકીની શોધખોળની કામગીરીમાં કોઈ કચાશ ન રહે તે માટે આજે સ્ટેન્ડિંગ કમિટીમાં સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. ગટરથી પમ્પિંગ સ્ટેશન સુધીના વિસ્તાર તેમજ પમ્પિંગ સ્ટેશનથી સાબરમતી નદીના કિનારા સુધીની ગટર લાઇનની CCTV પદ્ધતિથી ચકાસણી કરવા સૂચના આપવામાં આવી છે. આ ચકાસણી દ્વારા બાળકી અંગે કોઈ મહત્વપૂર્ણ કડી મળે તે દિશામાં પ્રયાસો કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    પીવાના પાણીની ના પાડતા આચાર્યએ ગુસ્સો ઉતાર્યો:હાથબ પ્રાથમિક શાળાના ઈન્ચાર્જ આચાર્ય સામે વિદ્યાર્થીને ઢોર માર માર્યાનો આક્ષેપ, શિક્ષણ વિભાગે શો-કોઝ નોટિસ ફટકારી
    Next Article
    શહીદ જવાનની દીકરીનો આજીવન ખર્ચ ઉપાડશે અજય લોરિયા:પાટીદાર નવરાત્રિ મહોત્સવના આયોજકે પરિવારને 1 લાખની મદદ પણ આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment