Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પીવાના પાણીની ના પાડતા આચાર્યએ ગુસ્સો ઉતાર્યો:હાથબ પ્રાથમિક શાળાના ઈન્ચાર્જ આચાર્ય સામે વિદ્યાર્થીને ઢોર માર માર્યાનો આક્ષેપ, શિક્ષણ વિભાગે શો-કોઝ નોટિસ ફટકારી

    12 hours ago

    ભાવનગર તાલુકાની હાથબ પ્રાથમિક શાળામાં ધોરણ 7માં અભ્યાસ કરતા વિદ્યાર્થી અક્ષય ગોહિલને શાળાના ઈન્ચાર્જ આચાર્ય મિતુલ રાવલ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. આ મામલે વિદ્યાર્થીના પિતા દિનેશભાઈ ગોહિલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી ખાતે પહોંચી ન્યાય અને શિક્ષકની બદલીની માગણી સાથે લેખિત રજૂઆત કરી છે. વિદ્યાર્થીના પિતાના જણાવ્યા મુજબ વર્ગખંડ બહાર બેઠેલા અન્ય કોઈ વ્યક્તિ દ્વારા પાણી માગવામાં આવતા વિદ્યાર્થીએ ના પાડી હતી. આ બાબતથી ઉશ્કેરાઈને ઈન્ચાર્જ આચાર્ય મિતુલ રાવલે વિદ્યાર્થીને ખીજાઈને ગાલ પર લાફા ઝીંકી દીધા હતા. જેના કારણે તેના ચહેરા પર નિશાન ઉપસી આવ્યા હતા. બનાવ બાદ શિક્ષકે ટેલિફોનિક વાતચીતમાં પોતાની ભૂલ સ્વીકારી હોવાનો પણ પિતાએ દાવો કર્યો છે. ઘટના અંગે જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે, રજૂઆત મળતા જ ભાવનગર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને સ્થળ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસ અહેવાલના આધારે ઈન્ચાર્જ આચાર્ય મિતુલ રાવલને શો-કોઝ નોટિસ પાઠવવામાં આવી છે. ‘ગુનો સાબિત થશે તો દંડ પણ ફટકરવામાં આવશે’ શિક્ષણ અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું કે, ‘રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ’ની કલમ મુજબ શારીરિક કે માનસિક શિક્ષા પર સંપૂર્ણ પ્રતિબંધ છે, વાંક સાબિત થશે તો દંડ પણ ફટકરવામાં આવશે, ઈન્ક્રીમેન્ટ રોકવા સહિતની કડક શિસ્તવિષયક કાર્યવાહી કરવામાં આવશે., આચાર્ય સામે અગાઉ કર્મચારીની રજા બાબતે પણ એક તપાસ ચાલુ હોવાનું અધિકારીએ સ્વીકાર્યું હતું. એક તરફ પરિવારજન કડક ફોજદારી અને બદલીની માગ સાથે ધારાસભ્ય સુધી પહોંચ્યા છે, તો બીજી તરફ ગામમાંથી 200થી લોકોની સહીવાળું આવેદનપત્ર આચાર્યની કામગીરીના સમર્થનમાં પણ મળ્યું છે., શિક્ષણ વિભાગના અધિકારીએ જણાવ્યું છે કે આ ‘ક્વાસી જ્યુડિશિયલ’ પ્રક્રિયા હોવાથી નોટિસની સમયમર્યાદા પૂરી થયા બાદ, કોઈ પણ રાજકીય કે સામાજિક દબાણ વગર સંપૂર્ણ ગુણદોષના આધારે નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં બાંધકામ સ્થળે રોલરમાં આગ લાગી:વિશાલ હોટેલ પાછળ કોમ્પ્લેક્સની ઘટના, ફાયર વિભાગે 2000 લીટર પાણીથી આગ બુઝાવી
    Next Article
    તહેવારોમાં ફૂડ ચેકીંગ કરવા આદેશ:કાંકરિયામાં પક્ષીપ્રેમીઓ માટે વિંગ્સ ઓવર કાંકરિયા શરૂ કરાશે, દૂરબીનથી પક્ષીઓ નિહાળી શકશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment