Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં બાંધકામ સ્થળે રોલરમાં આગ લાગી:વિશાલ હોટેલ પાછળ કોમ્પ્લેક્સની ઘટના, ફાયર વિભાગે 2000 લીટર પાણીથી આગ બુઝાવી

    8 hours ago

    જામનગર શહેરમાં આવેલા વિશાલ હોટેલ પાછળના સપોર્ટ કોમ્પ્લેક્સના બાંધકામ સ્થળે બપોરના સમયે ચાલી રહેલા કામકાજ દરમિયાન રોલરમાં અચાનક આગ ભભૂકી ઊઠવાની ઘટના સામે આવી હતી. બપોરે 3:45 વાગ્યે ઘટના અંગે ફાયર ઓફિસર જયવીરસિંહ રાણાને કંટ્રોલ રૂમમાં કોલ મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ધોરણે સ્થળ પર રવાના કરવામાં આવી હતી. ફાયર વિભાગે હાથ ધરી કામગીરી બાંધકામ સ્થળે કામગીરી દરમિયાન રોલરમાં આગ લાગી હોવાના કોલ બાદ ફાયર વિભાગે સમય ગુમાવ્યા વિના જરૂરી તમામ સાધનસામગ્રી સાથે બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. ફાયર ફાઇટરોએ સ્થાનિક વિસ્તારમાં વધુ અફરાતફરી ન સર્જાય તે માટે ત્વરિત અને સઘન પ્રયાસો હાથ ધર્યા હતા. આગ પર કાબૂ મેળવાયો આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની ટુકડી દ્વારા આશરે 2,000 લીટર પાણી અને 15 લીટર ફોમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ફાયર વિભાગના કર્મચારીઓની સમયસૂચકતા અને ઝડપી કામગીરીના કારણે આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો અને મોટી હોનારત ટળી હતી.
    Click here to Read More
    Previous Article
    લવ, મેરેજ ઔર મર્ડરનો ખતરનાક ટ્રેન્ડ:ફાંસીના માચડે ચડ્યા સંબંધો, રિલેશનશિપમાં પડદા પાછળનું વરવું રૂપ; કિલર બન્યું સોશિયલ મીડિયા
    Next Article
    પીવાના પાણીની ના પાડતા આચાર્યએ ગુસ્સો ઉતાર્યો:હાથબ પ્રાથમિક શાળાના ઈન્ચાર્જ આચાર્ય સામે વિદ્યાર્થીને ઢોર માર માર્યાનો આક્ષેપ, શિક્ષણ વિભાગે શો-કોઝ નોટિસ ફટકારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment