Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બામણાસા ગામમાં અસામાજિક તત્વોના આતંક મામલે આવેદનપત્ર ​:ગામમાં અસામાજિક તત્વોના ત્રાસ અને હત્યાના ગુનેગાર સામે કડક્કાર્યવાહીની માંગ સાથે કલેક્ટર-એસપીને ઉગ્ર રજૂઆત

    1 day ago

    ​બામણાસા ગામમાં અસામાજિક તત્વોના ત્રાસ, મારામારી અને હત્યાની ઘટનાઓ સામે ન્યાય મેળવવા તેમજ આરોપીઓને આજીવન તડીપાર કરવાની માંગ સાથે સમસ્ત બામણાસા ઘેડ ગામ, અનુસૂચિત જાતિ સમાજ અને ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટર અને એસ.પી. સમક્ષ ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. ​આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, જૈન્તી બેચર વડીયાતર ગેંગના સભ્યો દ્વારા ગામના લોકો પર ખોટા કેસો કરવા, છરી અને પાઇપ જેવા હથિયારો સાથે ખુલ્લેઆમ ધાકધમકી આપવી, દારૂનું વેચાણ કરવું, લૂંટફાટ અને ચોરી જેવા ગુનાઓ આચરવામાં આવે છે. આ ગેંગ દ્વારા ગત તારીખ 19 જૂન 2026 ના રોજ દેવાયતભાઈ મંગાભાઈ માકડીયા પર ખૂની હુમલો કરી તેમની હત્યા કરવામાં આવી હતી, તેમજ તારીખ 8 ઓક્ટોબર 2026 ના રોજ મગરા શિવ કારા તથા તેમના પરિવાર પર પણ હથિયારોથી હુમલો કરાયો હતો.આરોપી ઇન્દ્રેશ અર્જુનભાઈ વડીયાતરને કોર્ટમાંથી જામીન ન આપવામાં આવે અને તે છૂટ્યા બાદ પરિવાર પર જોખમ ન સર્જે તે માટે પણ રજૂઆત કરાઈ છે. સમગ્ર ગ્રામજનોએ આ ત્રાસથી મુક્તિ અપાવવા અને દોષિતોને કડક સજા કરી જિલ્લા બહાર તડીપાર કરવાની ઉગ્ર માંગ કરી છે. બામણાસા ગામના ચંદાબેન મગરાએ જણાવ્યું હતું કે જયંતીભાઈ, તેમના છોકરાઓ અને ઘરના અન્ય સભ્યો મળીને 5-6 જણાનો સમગ્ર ગામ અને કેશોદ તાલુકામાં ભારે આતંક તથા ત્રાસ છે. આ તાલુકામાં અવારનવાર મારકૂટ, ખૂન-ખરાબા અને જીવથી મારી નાખવાની ધમકીઓ આપવાનું ચાલે છે. આજથી 4-5 દિવસ પહેલાં પણ આવી ઘટના બનતા સમગ્ર વિસ્તારના લોકોએ પોલીસ સ્ટેશને જઈને જાણ કરી હતી, જ્યાં પોલીસ દ્વારા સારો સહકાર મળ્યો હતો. ​આ કેસમાં લલિત માકડીયાએ જણાવ્યું હતું કે વડિયાતર ઇન્દ્રજીતભાઈ અર્જુનભાઈ, વડિયાતર જયંતીભાઈ બેચરભાઈ સહિતનો આખો પરિવાર એક ગેંગ તરીકે સક્રિય છે અને સમગ્ર બામણાસા ગામમાં અવારનવાર અત્યાચાર તથા ઝઘડાઓ કરે છે. ગત 5 મે 2026 ના રોજ કેશોદથી આવતા તેમના પિતા પર જવાણા વીડી પાસે હુમલો કરવામાં આવ્યો હતો, અને 9 સપ્ટેમ્બર 2026 ના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું, જે અંગે 302 ની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી ઇન્દ્રજીત અર્જુનભાઈ હાલ જૂનાગઢ જેલમાં છે. ​તેના બીજા ભાઈ અનિલભાઈ જયંતીભાઈ વડિયાતર દ્વારા ગત 9 ઓક્ટોબર 2026 ના રોજ મગરા સંજયભાઈ કાળાભાઈ સાથે મારામારી કરવામાં આવી હતી, જે અંગે પણ કેશોદ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી છે. આરોપીઓ જેલમાંથી છૂટ્યા બાદ ફરીથી ગામમાં પરિવાર પર જીવનું જોખમ ઊભું કરે તેમ છે. આ તમામ અસામાજિક તત્વોના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે સમગ્ર ગામના લોકોએ કલેક્ટર અને એસ.પી. સમક્ષ લેખિતમાં રજૂઆત કરી આ ગેંગને જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાંથી આજીવન તડીપાર કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    રામપરા ગામે રાજબાઈ વાવમાં ટિફિન બેઠક યોજાઈ:માતૃમાના પટાંગણમાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા સહિત મહાનુભાવો હાજર રહ્યા
    Next Article
    સુરતમાં મંજૂરી વગર શરૂ કરાયેલી JG નવરાત્રી બંધ કરાવાઈ:પોલીસ પરવાનગી અને ફાયર NOC ન હોવાથી પોલીસે ફટકારી નોટિસ, જો પરવાનગી વગર ચાલુ કરી તો કડક કાર્યવાહી કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment