Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં મંજૂરી વગર શરૂ કરાયેલી JG નવરાત્રી બંધ કરાવાઈ:પોલીસ પરવાનગી અને ફાયર NOC ન હોવાથી પોલીસે ફટકારી નોટિસ, જો પરવાનગી વગર ચાલુ કરી તો કડક કાર્યવાહી કરાશે

    1 day ago

    સુરતમાં નવરાત્રી મહોત્સવ દરમિયાન ખેલૈયાઓની સુરક્ષાને લઈને પુણા કેનાલ રોડ પર મંજૂરી વિના અને ફાયર સેફ્ટી સહિતના નિયમોની ઐસીતૈસી કરીને શરૂ કરાયેલી ચર્ચિત JG નવરાત્રી સામે પોલીસે લાલ આંખ કરી છે. જરૂરી પ્રિમાયસીસ લાયસન્સ, પોલીસ પરવાનગી તેમજ ફાયર એનઓસી ન હોવાના કારણે સારોલી પોલીસ સ્ટેશન દ્વારા આયોજકોને કડક નોટિસ ફટકારીને આયોજન તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સરકારી ધારાધોરણો મુજબ જરૂરી લાયસન્સ મેળવ્યા ન હતા સારોલી પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા જારી કરવામાં આવેલી સત્તાવાર નોટિસ મુજબ પુણા કેનાલ રોડ, રોમન ડાઇન હોટલની બાજુમાં આવેલ જે.જી. નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારી ધારાધોરણો અને નિયમો અનુસાર આવા મોટા જાહેર આયોજનો માટે તમામ જરૂરી પ્રમાણપત્રો અને દસ્તાવેજો રજૂ કરીને પોલીસ કમિશનર કચેરીની લાયસન્સ બ્રાન્ચ પાસેથી પ્રિમાયસીસ લાયસન્સ મેળવવું ફરજિયાત હોય છે. વારંવાર સૂચના આપવા છતાં આયોજકોની બેદરકારી સામે આવી પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આયોજકોને નિયત સમયમર્યાદામાં જરૂરી પ્રમાણપત્રો મેળવવા માટે લેખિતમાં તેમજ ટેલિફોન દ્વારા અવારનવાર જાણ કરવામાં આવી હતી તેમછતાં આયોજકો દ્વારા આજદિન સુધી જરૂરી પુરાવા રજૂ કરવામાં આવ્યા ન હતા અને લાયસન્સ કે પરવાનગી મેળવવાની કોઈ તસ્દી લીધી ન હતી. જાહેર જનતાની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જોખમાય નહીં તે હેતુથી આખરે પોલીસે કડક વલણ અપનાવ્યું છે. આયોજકો વિરુદ્ધ ગુનો નોંધવાની કડક ચેતવણી સારોલી પોલીસે આયોજક શક્તિ જીલુભાઈ ગોહિલ સહિત અન્ય આગેવાનો જય જીલુભાઈ ગોહિલ, સાહિલ પરેશભાઈ દોમડીયા અને જયદિપભાઈ કાંતિભાઈ ગલોલિયાને સ્પષ્ટ તાકીદ કરી છે કે, કાયદેસરની પરવાનગી વગર આ સ્થળે કોઈપણ પ્રકારનું આયોજન કરવું નહીં. જો આ નોટિસની અવગણના કરીને મંજૂરી વગર નવરાત્રીનું આયોજન ચાલુ રાખવામાં આવશે તો તમામ જવાબદારો વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    બામણાસા ગામમાં અસામાજિક તત્વોના આતંક મામલે આવેદનપત્ર ​:ગામમાં અસામાજિક તત્વોના ત્રાસ અને હત્યાના ગુનેગાર સામે કડક્કાર્યવાહીની માંગ સાથે કલેક્ટર-એસપીને ઉગ્ર રજૂઆત
    Next Article
    What Are US Midterms, Why They Matter And What Happens If Congress Flips

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment