Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રામપરા ગામે રાજબાઈ વાવમાં ટિફિન બેઠક યોજાઈ:માતૃમાના પટાંગણમાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા સહિત મહાનુભાવો હાજર રહ્યા

    1 day ago

    વઢવાણ તાલુકાના રામપરા ગામે ઐતિહાસિક રાજબાઈ વાવ અને માતૃમાના પટાંગણમાં ટિફિન બેઠક યોજાઈ હતી. ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, ભાજપ સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા. જિલ્લા કોષાધ્યક્ષ મુકેશભાઈ પટેલ, તાલુકા પ્રમુખ ઘનશ્યામભાઈ વસવેલીયા, પ્રભારી રાકેશભાઈ ખાદલા, મંત્રી ઈશ્વરભાઈ, મહેન્દ્રભાઈ ચાવડા ઉપસ્થિત હતા. APMCના ચેરમેન પારાયણભાઈ પાવરા, જિલ્લા પંચાયત સદસ્ય જે.બી. મકવાણા, તાલુકા પંચાયતના પ્રમુખ શક્તિસિંહ ખેર અને પૂર્વ પ્રમુખ અંબારામભાઈ દેવયા હાજર રહ્યા. બેઠકમાં સંગઠનને મજબૂત બનાવવા, બુથ મેનેજમેન્ટ સુદૃઢ કરવા અને બુથ સ્તરે કામગીરી અસરકારક બનાવવા અંગે ચર્ચા થઈ. કાર્યકર્તાઓએ આગામી કામગીરી માટે વિચારોની આપ-લે કરી. હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ સાથે ભોજન લીધું. આ બેઠકથી સંગઠનના સભ્યો વચ્ચે સંવાદ, સમન્વય અને એકતા મજબૂત કરવાનો પ્રયાસ કરાયો.
    Click here to Read More
    Previous Article
    વાપીમાં 6 વર્ષની બાળકીના અપહરણનો કેસ:પોક્સો કોર્ટે નેપાળી વોચમેનને 3 વર્ષ 7 મહિનાની કેદની સજા ફટકારી, 20 હજારનું વળતર ચૂકવવા આદેશ
    Next Article
    બામણાસા ગામમાં અસામાજિક તત્વોના આતંક મામલે આવેદનપત્ર ​:ગામમાં અસામાજિક તત્વોના ત્રાસ અને હત્યાના ગુનેગાર સામે કડક્કાર્યવાહીની માંગ સાથે કલેક્ટર-એસપીને ઉગ્ર રજૂઆત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment