Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપીમાં 6 વર્ષની બાળકીના અપહરણનો કેસ:પોક્સો કોર્ટે નેપાળી વોચમેનને 3 વર્ષ 7 મહિનાની કેદની સજા ફટકારી, 20 હજારનું વળતર ચૂકવવા આદેશ

    1 day ago

    વલસાડ જિલ્લાના વાપીમાં છ વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરવાના કેસમાં વાપુની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને દોષિત ઠેરવી ત્રણ વર્ષ અને સાત મહિનાની સાદી કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત આરોપીને ₹1,000નો દંડ પણ કરવામાં આવ્યો છે. ભોગ બનનાર બાળકીને ગુજરાત વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ ₹20,000નું વળતર ચૂકવવાનો આદેશ પણ કોર્ટે આપ્યો છે. આ કેસમાં આરોપી સામેના પુરાવા અને સરકારી વકીલની દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટે ચુકાદો આપ્યો હતો. કરવડના ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાંથી બાળકીનું અપહરણ થયું હતું આ બનાવ ફેબ્રુઆરી 2023માં વાપી નજીક કરવડ ખાતે આવેલા સાંઈવિર ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં બન્યો હતો. અહીં કડિયાકામ કરતા મજૂર દંપતીની છ વર્ષની પુત્રી ઘરઆંગણે રમી રહી હતી. તે દરમિયાન ત્યાં વોચમેન અને પાણી છાંટવાનું કામ કરતો રમેશ નેપાળી નામનો ઈસમ બાળકીનું અપહરણ કરીને ફરાર થઈ ગયો હતો. બપોરના સમયે બાળકી ગુમ થયેલી જણાતાં પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન વોચમેન પણ ગાયબ હોવાનું સામે આવ્યું હતું. આથી પરિવારને શંકા જતાં ડુંગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. RPFએ ખંડવા રેલવે સ્ટેશન પરથી આરોપીને ઝડપી પાડ્યો ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડુંગરા પોલીસ અને વલસાડ જિલ્લા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. બાળકી અને આરોપીના ફોટોગ્રાફ્સ વિવિધ રેલવે સ્ટેશનો, રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) તથા પોલીસ સ્ટેશનોમાં મોકલવામાં આવ્યા હતા. આ દરમિયાન મધ્યપ્રદેશના ખંડવા રેલવે સ્ટેશન પરથી RPFએ આરોપીને બાળકી સાથે ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ ડુંગરા પોલીસની ટીમ ખંડવા પહોંચી હતી અને આરોપી તથા બાળકીને પોતાના કબજામાં લઈને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ રીતે પોલીસ અને RPFની સતર્કતાથી અપહરણના કેસમાં આરોપી ઝડપાયો હતો. સ્પેશિયલ પોક્સો કોર્ટમાં કેસની સુનાવણી આ કેસ વાપીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી રહ્યો હતો. સ્પેશિયલ પોક્સો જજ ડો. એચ. એન. વકીલની કોર્ટમાં સરકારી પક્ષે રજૂ કરાયેલા પુરાવા અને ગવર્નમેન્ટ પબ્લિક પ્રોસિક્યુટર અનિલ ત્રિપાઠીની દલીલોને ધ્યાનમાં લેવામાં આવી હતી. કોર્ટે આરોપી ખનલ રમેશ નેપાળીને IPCની કલમ 363 હેઠળ અપહરણના ગુનામાં દોષિત ઠેરવ્યો હતો. તેને ત્રણ વર્ષ અને સાત મહિનાની સાદી કેદ તથા ₹1,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. જો આરોપી દંડની રકમ નહીં ભરે તો તેને વધુ સાત દિવસની સાદી કેદ ભોગવવાનો આદેશ આપવામાં આવ્યો છે. ભોગ બનનાર બાળકીને ₹20 હજારનું વળતર મંજૂર કોર્ટે સજા ઉપરાંત ભોગ બનનાર બાળકીના પુનર્વસન માટે ગુજરાત વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ ₹20,000નું વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે. છ વર્ષની બાળકીના અપહરણના આ કેસમાં આરોપીને સજા ફટકારાતાં કાયદાકીય કાર્યવાહી પૂર્ણ થઈ છે.
    Click here to Read More
    Previous Article
    સ્પીકર ધીમું કરવાનું કહેતાં વૃદ્ધની હથોડીના ઘા મારી હત્યા:વૃદ્ધ પર હથોડીથી હુમલો, બચાવવા આવેલા યુવકને પણ ઈજા, પશ્ચિમ બંગાળના 3 આરોપીઓ સામે પાસા હેઠળ તપાસ
    Next Article
    રામપરા ગામે રાજબાઈ વાવમાં ટિફિન બેઠક યોજાઈ:માતૃમાના પટાંગણમાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા સહિત મહાનુભાવો હાજર રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment