Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'કોઈ લઘુમતી સમાજના હોય તો બહાર નીકળી જજો':'રંગ મોરલા'માં એન્કરના વિવાદીત નિવેદન પર આદિત્ય ગઢવીએ કહ્યું-આ મારો મેસેજ નહોતો, એક ટોળાએ મારા પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો

    15 hours ago

    અમદાવાદમાં એસપી રિંગ રોડ પર આવેલા આદિત્ય ગઢવીના રંગ મોરલા ગરબામાં 14 ઓક્ટોબરે બ્રેકના સમય દરમિયાન સ્ટેજ પરથી RJ આકાશ દ્વારા જાહેરાત કરાઈ હતી કે, કોઈપણ વિધર્મી ગરબામાં હોય તો તેઓ બહાર નીકળી જાય. વિશ્વ હિન્દુ પરિષદની ટીમ કાર્યરત છે. કોઈપણ આવા વ્યક્તિ જણાય તો તેમનો હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો હતો, જેથી તેમનો સંપર્ક કરી શકે. ‘રંગ મોરલા’માં એન્કરના વિવાદીત નિવેદનને લઈ આદિત્ય ગઢવી અને RJ આકાશે ઈન્સ્ટામાં પોસ્ટ કરી છે કે, જે કોઈ પણ વ્યક્તિ મા પ્રત્યે પ્રેમ અને આદર સાથે ગરબામાં આવે છે, તેમનું સ્વાગત છે. કાર્યક્રમમાં જે કંઈ પણ થયું એ મેં ન હતું કર્યું અને એ મારો સંદેશ કે વિચાર પણ ન હતો. આ મારો મેસેજ ન હતો 'મા અંબે માટે ગાવું એ સૌથી મોટો આર્શીવાદ' આ ઈન્સ્ટા પોસ્ટમાં વધુમાં લખવામાં આવ્યું છે કે, મારા નામે ઘણી બધી વાતો કહેવામાં આવી રહી છે. હું એક કલાકાર છું. હું એક ગર્વ અનુભવતો હિન્દુ છું. નવરાત્રી એ મારા વર્ષનો સૌથી પવિત્ર સમય છે, અને ગરબે ઘૂમતા હજારો લોકોની સામે સ્ટેજ પર ઊભા રહીને મા અંબે માટે ગાવું એ મારા જીવનનો સૌથી મોટો આશીર્વાદ છે. ગરબાએ ક્યારેય કોઈને તેમની સરનેમ (અટક) નથી પૂછી. પેઢીઓથી, ગુજરાતમાં અને સમગ્ર ભારતમાં દરેક ધર્મના લોકો એકસાથે મળીને ગરબા રમતા આવ્યા છે, અને આ જ બાબત એને આપણું બનાવે છે. જે કોઈ પણ વ્યક્તિ મા પ્રત્યે પ્રેમ અને આદર સાથે ગરબામાં આવે છે, તેનું સ્વાગત છે. આ કોઈ રાજકારણ નથી. મને આવા જ સંસ્કારો સાથે મોટો કરવામાં આવ્યો છે. મારું સ્ટેજ સંગીત અને ભક્તિ માટે છે. જય અંબે. એવિન્ટ (કાર્યક્રમ)માં જે કંઈ પણ થયું એ મેં ન હતું કર્યું, અને એ મારો સંદેશ કે વિચાર પણ નહોતો. લોકોના એક જૂથે બેકસ્ટેજ પર કબજો કરી લીધો હતો અને મારા સ્ટેજ/પ્લેટફોર્મનો ઉપયોગ એવું કંઈક કરવા માટે કર્યો જે હું ક્યારેય ન કરું. મારી ટીમ કે એન્કરની કોઈ સલાહ લેવામાં આવી નહોતી અને અમે કોઈ પણ રીતે એમાં સામેલ ન હોતા. હર્ષ સંઘવીએ પોલીસનો આભાર માનવા કહ્યું ચોથા નોરતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા અમદાવાદમાં અલગ-અલગ ગરબા સ્થળો પર હાજરી આપવામાં આવી હતી. એસજી હાઇવે પર એશ્વર્યા મજમુદારના સ્વર્ણિમ નગરી ગરબામાં હર્ષ સંઘવીએ કહ્યું કે, ગુજરાત પોલીસનો આભાર પણ માનજો. સૌ લોકો ગરબા રમી શકે અને તમારી સુરક્ષા માટે પોલીસ આખી રાત પરિવાર અને નવરાત્રિનો ત્યાગ કરે છે, જેથી સૌ લોકો પોલીસનો આભાર માનજો. આખી રાત જાગીને કિર્તીદાન ગઢવી અને જીગર દાન ગઢવીના ગરબામાં પણ તેઓ દ્વારા હાજરી આપવામાં આવી હતી. મંડપમ ગરબામાં સ્ટેન્ડિંગ ચેરમેને હાજરી આપી અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર આવેલા મંડપમ ગરબામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ અને ગોતાના પૂર્વ કોર્પોરેટર અજય દેસાઈ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા અને આરતી કરી હતી. ગરબા આયોજક વ્રજ ઘોડાએ જણાવ્યું કે, રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ઢોલ અને શરણાઈ પર ગરબા રમાય છે. ખુબ સુંદર ડેકોરેશન કરવામાં આવેલું છે અને ખાસ કરીને યંગ અને Gen-Z લોકો માટે ગરબાનું સ્પોટ બની ગયું છે. કોઈપણ ઓવર ક્રાઉડ થતું નથી અને પાર્કિંગ સહિતની સુવિધાના કારણે લોકો અહીંયા રમવા આવી રહ્યા છે. 'સૌથી વધારે Gen-Z અહીંયા ગરબા રમવા આવે છે' હર્ષ દાંડાવાલાએ જણાવ્યું હતું કે, ફોરેસ્ટ થીમ ઉપર આખું મંડપમ ઊભું કરવામાં આવ્યું છે. ગરબા સ્થળ પર પ્રવેશથી લઈ અને અલગ અલગ જગ્યા ઉપર ખૂબ જ સુંદર ડેકોરેશન સાથેનું ગરબા સ્થળ બનાવવામાં આવ્યું છે. લોકો શાંતિથી ગરબા રમી શકે અને અહીંયા જ ફૂડની મજા માણી શકે તેના માટે ફૂડ કોર્ટ પણ તૈયાર કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    પત્નીના હાથે 700 પતિની હત્યા:સાત ફેરા પછી સિમેન્ટના બ્લૂ ડ્રમથી ઘરને કતલખાનું બનાવતી પેઢી, ભારતની લગ્ન વ્યવસ્થામાં ખૂની ખેલ
    Next Article
    પત્નીના હાથે 700 પતિની હત્યા:બ્લૂ ડ્રમથી પુરુષોમાં ફફડાટ, મુસ્કાન-સાહિલને ફાંસી, ભારતની લગ્ન વ્યવસ્થામાં ખૂની ખેલ,

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment