Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પત્નીના હાથે 700 પતિની હત્યા:બ્લૂ ડ્રમથી પુરુષોમાં ફફડાટ, મુસ્કાન-સાહિલને ફાંસી, ભારતની લગ્ન વ્યવસ્થામાં ખૂની ખેલ,

    9 hours ago

    ભારતના સમાજમાં લગ્નને ખાલી બે વ્યક્તિઓનું નહીં પણ બે પરિવારનું પવિત્ર મિલન અને સાતેય જન્મોનું બંધન માનવામાં આવે છે. અગ્નિની સાક્ષીએ લેવાતા સાત ફેરા લાઈફટાઈમ સુખ-દુઃખમાં સાથે રહેવાનું વચન આપે છે. પણ 21મી સદીના ત્રીજા દાયકામાં ઉભેલા ભારતની વાસ્તવિકતા ખૂબ જ ડરાવી દે તેવી અને સવાલ ઉભા કરે એવી થઈ ગઈ છે. રોજબરોજ તમે છાપાના પાના ઉથલાવો કે ડિજિટલ મીડિયાની સ્ક્રીન સ્ક્રોલ કરો તો મોટાભાગે બે પ્રકારના સમાચારો તમને જોવા મળી જ જશે. એક હશે ફેમેલી કોર્ટની બહાર છૂટાછેડા માટે લાગેલી લાંબી લાઈનો અને બીજા હશે પતિ કે પત્નીની હત્યા કરી હોય તેવા ખૌફનાક સમાચારો. આજે આપણે તેની તેની વાત કરીએ. નમસ્કાર… તમને થશે આ વાત અત્યારે કેમ? ગઈકાલે 14 ઓક્ટોબર 2026ના મુસ્કાન રસ્તોગી અને સાહિલ શુલ્કાને મેરઠની જિલ્લા અદાલતે ફાંસીની સજા સંભળાવી હતી. આ એ જ કેસ છે જેમાં પત્ની અને તેના પ્રેમીએ મર્ચન્ટ નેવી ઓફિસર સૌરાભ રાજપૂતની ઠંડા કલેજે હત્યા કરી હતી, ત્યાર બાદ લાશના ટૂકડા કર્યા હતા અને પછી બ્લૂ ડ્રમમાં નાખીને તેમાં સિમેન્ટ ભરી દીધી હતી. આ મામલે ગઈકાલે ડિસ્ટ્રિક્ટ જજ અરવિંદ કુમાર મિશ્રાએ 22 સાક્ષીઓના નિવેદન પછી ફાંસીની સજાનો ચુકાદો આપ્યો હતો. આ મામલો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પણ જઈ શકે છે એટલે કાનૂની લડાઈ હજુ પૂરી થઈ ગઈ છે અને બંનેને ટૂંક સમયમાં ફાંસી થઈ જશે તેવું ન કહી શકાય. પણ આ કેસની વાત થઈ જ રહી છે તો સોનમ રઘુવંશીની વાત પણ કરવી બને. મધ્ય પ્રદેશના ઈન્દોરના નવા પરણેલા રાજા રઘુવંશીની મેઘાલયમાં હનીમૂન ટ્રિપ સમયે હત્યા કરવામાં આવી હતી અને પોલીસ મુજબ રાજાની પત્ની સોનમે ભાડૂતી હત્યારાઓથી આ કાવતરું ઘડ્યું હતું. આ કિસ્સામાં મામલો કોઈ ઝઘડો નહોતો પણ મોર્ડન જમાનામાં પહોંચેલા સંબંધોના અવિશ્વાસ અને ખતરનાક ખૂની માનસિકતાનો હતો. આ કિસ્સો એ વાતનો જીવતો પૂરાવો છે કે જ્યારે લગ્ન જીવનમાં કોમ્યુનિકેશન કે વાતચીત ઘટવા લાગે છે ત્યારે અનૈતિક સંબંધો તેની જગ્યા લઈ લે છે અને ઘર કતલખાનું બની જાય છે. પણ બંને કેસથી એવું પણ ન સમજી લેવું જોઈએ કે પત્નીઓ પતિઓને મારી રહી છે. આપણે એવું માનીએ છીએ કે વેસ્ટર્ન દેશોની કમ્પેરિઝનમાં તો આપણે ત્યાં લગ્ન મામલે ઘણું સારું છે. પણ કિસ્સા એવા પણ છે કે લાખો કપલ સમાજના ડરથી, લોકલાજથી કે બાળકોના ખાતર પોતાના સંબંધમાં માનસિક ત્રાસ અને અવિશ્વાસ સહન કરી લે છે. તો બીજી બાજુ જ્યારે આ ગૂંગળામણની સીટી નથી વાગતી, ત્યારે સીધી બ્લૂ ડ્રમ જેવા હત્યાકાંડોમાં મામલો ફેરવાય છે. ત્યારે આજે સૌથી મોટો સવાલ એ છે કે શું લોહીથી ખરડાયેલા સંબંધોને જબરદસ્તીથી ખેંચી રાખવા કરતાં કાનૂની છૂટાછેડા લેવા બરાબર કહેવાય? અને શા માટે સોશિયલ મીડિયાના પિંક ફેક્ટર અને ડેટિંગ કલ્ચરના પ્રભાવના કારણે આજની પેઢીના સંબંધો પત્તાના મહેલની જેમ તૂટી રહ્યા છે? ચાલો હવે તેની વાત કરી લઈએ... જ્યારે આપણે લગ્ન અને છૂટાછેડાના આંકડાઓની સરખામણી કરીએ ત્યારે સૌથી મોટો ફરક અમેરિકા અને ભારત વચ્ચે જોવા મળશે. કારણ કે અમેરિકા જેવા વેસ્ટર્ન દેશોમાં લગ્ન તૂટવાનો દર અંદાજે 50 ટકા જેટલો છે. સામેની બાજુ ભારતમાં ડિવોર્સ થવાનો દર નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના ડેટા મૂજબ 1 ટકા આસપાસ જ છે. પણ આ 1 ટકાનો આંકડો ઓછો માની લઈએ તો તે ભૂલ ભરેલું કહેવાય કારણ કે આપણી જનસંખ્યા અમેરિકાથી અનેક ગણી વધારે છે. સામેની બાજુ આપણી મેરેજ સિસ્ટમ પણ સ્વર્ગ જેવી પવિત્ર છે તેવું પણ સાવ નથી. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના 2023ના ઓફિશિયલ આંકડા મુજબ એક જ વર્ષમાં દેશભરમાં મહિલાઓ સામે 4.4 લાખથી વધુ ગુનાઓ નોંધાયા હતા. તેમાં પણ ચોંકાવનારી વાત એવી છે કે કૂલ ગુનાઓમાંથી અંદાજે 1 લાખ 33 હજાર કેસ ખાલી પતિ કે સાસરિયા તરફથી થતી ક્રૂરતા એટલે કે કલમ 498Aના હતા. ઘરેલું હિંસા અને અત્યાચારનું સૌથી ભયાનક સ્વરૂપ દહેજ મૃત્યુમાં જોવા મળે છે. ઓફિશિયલ આંકડાઓ કહી જાય ખે કે એક જ વર્ષમાં દેશમાં 6 હજાર 156 દહેજ મોતના મામલા સામે આવ્યા હતા. જેનો મતલબ એવો થાય છે કે ચાર દીવાલોની આદરમાં હજારો મેરેજ થયેલી મહિલાઓ માટે ઘર સુરક્ષિત હોવાના બદલે ત્રાસ અને હિંસાનું સેન્ટર બની જાય છે. જો કે સિક્કાની બીજી બાજુ પણ આપણે ખુલ્લા મને જાણવી જોઈએ. સવાલ થાય કે મહિલાઓના આ હાલ છે તો પુરુષોના આંકડા શું કહી જાય છે? NCRB 2023ના ડેટા કહે છે કે દેશમાં લવ અફેયર્સ (1,441 કેસ)અને ગેરકાયદેસર રિલેશનશિપ્સના (1,389 કેસ) વિવાદોના કારણે લગભગ 2 હજાર 830 હત્યાઓ થઈ હતી. આ હત્યાઓ પતિએ નહીં પણ પત્નીઓએ કરી હતી. આ આંકડાઓ કહી જાય છે કે જ્યારે સંબંધોમાં અવિશ્વાસની ખાઈ આવે ત્યારે સંબંધ લોહિયાળ બની શકે છે. આ સિવાય મેટ્રોવાળા શહેરોની ફેમિલી કોર્ટ્સનું પિક્ચર પણ સમાજમાં આવી રહેલા બદલાવોની ગવાહી આપી જાય છે. કોરોના પછીના પાંચ વર્ષમાં મોટા શહેરોમાં છૂટાછેડાના કેસમાં 35 ટકા જેટલો ઉછાળો આવ્યો છે. એમાં પણ એક ચોંકાવનાર વાત એ છે કે ડિવોર્સ માગવાની માગ મહિલા તરફથી હોય તેવા કેસ 58 ટકા હતા, ટૂંકમાં ડિવોર્સ પુરુષો સામેથી માગે છે તેની કમ્પેરિઝનમાં મહિલાઓ વધુ માગે છે. આંકડાઓ એવું કહી જાય છે કે આજની મહિલાઓ આર્થિક રીતે પગભર બની ગઈ છે અને તે મૂંગા મોઢે પુરુષનો અત્યાચાર સહન કરવા તૈયાર નથી. પણ જ્યાં સામાજિક દબાણ કે પરિવારના ડરથી છૂટાછેડા લેવાનો રસ્તો બંધ થઈ જ્યા છે ત્યારે આ દબાણ મોટા અપરાધ બાજુ સમાજને દોરી જાય છે. મુસ્કાન અને તેના પ્રેમી સોહેલના કેસમાં પણ આ જ થયું અને બંનેએ નિર્દોષ મર્ચન્ટ નેવી ઓફિસર સૌરભ રાજપૂતનો જીવ લઈ લીધો. UNODC અને UN Womenના રિપોર્ટ મુજબ 2024માં દુનિયામાં 82 હજાર મહિલાઓની ઈરાદાથી હત્યા થઈ હતી જેમાંથી 50 હજાર એટલે કે અંદાજે 60 ટકા હત્યાઓ જીવનસાથી કે પરિવારના હાથે થઈ હતી. પણ પુરુષોના કિસ્સામાં આ પ્રમાણ 11 ટકા છે. દુનિયાભરના ડેટા જોઈએ તો દર એક લાખ મહિલાએ આ દર આફ્રિકામાં 3 ટકા, એશિયામાં 0.7 ટકા અને યુરોપમાં 0.5 ટકા છે. પણ આવા હાલ સમાજના થયા કેવી રીતે? તેના મૂળિયા શું હતા? આ સવાલ બાજુ પણ ધ્યાન આપવું પડે. જવાબ સોશિયલ મીડિયા અને પિંક ફેક્ટર પાછળ આંગળી ચીંધે છે. આપણે જાણીએ છીએ કે સોશિયલ મીડિયા કનેક્ટિવિટી વધારે છે પણ એ હકિકત અને ભ્રમ વચ્ચેની લાઈનને ભૂંસી નાખે છે. જ્યારે કોઈ યુવક કે યુવતી ઈન્સ્ટાગ્રામની ફ્લેશ અને ફિલ્ટર્ડ દુનિયામાં જીવતા કેરેક્ટરને પોતાનું સોલમેટ માની લે છે ત્યારે તે લગ્ન જેવા ગંભીર કરાર બાજુ આગળ વધવા લાગે છે. અધૂરામાં પૂરું લગ્નના પવિત્ર સંબંધને આજ કાલની પેઢી ઓનલાઈન સબસ્ક્રિપ્શનની જેમ ટ્રીટ કરવા લાગી છે તેવા પણ આક્ષેપો થતા રહે છે. આજના જમાનામાં જ્યાં એક સ્વાઈપથી એપ ઈન્સ્ટોલ કે અનઈન્સ્ટોલ થઈ જાય છે, એવી જ માનસિકતા સંબંધોમાં પણ આવી ગઈ છે. જ્યારે લગ્નના પહેલા જ વર્ષે જવાબદારીઓ, આર્થિક તાણ, પરિવારનું પ્રેશર અને નાના-મોટા અણબનાવ સામે આવે છે, ત્યારે મગજ એ ટેન્શનને સહન કરવા માટે ટેવાયેલું નથી હોતું. અગાઉના સમયમાં જો લગ્નજીવનમાં ખટાશ આવતી હતી તો પરિવારનો મોભી કે કોઈ વડીલ બેસીને બંનેને સમજાવીને સમાધાન કરી લેતા હતા. પણ આજના ડિજિટલ જમાનામાં ઈન્સ્ટાગ્રામ ડીએમ કે ડેટિંગ એપ્સના કારણે આપણા હાથમાં રિલેશનશિપના અનેક રસ્તા ખુલ્લા હોય છે. જ્યારે પતિ-પત્ની વચ્ચે નાનો એવો ઝઘડો થાય ત્યારે બંનેમાંથી કોઈ સિમ્પથી મેળવવા માટે ઓનલાઈન ડેટિંગ પ્લેટફોર્મ બાજુ વળી જાય છે. આ જ કારણે સંબંધોમાં સહનશીલતાનો આંકડો આર્યભટ્ટના શૂન્ય પર આવી ગયો છે. તો અહીં એક સવાલ આવીને ઉભો રહે કે, ગુનાખોરી કરતાં છૂટાછેડા સારા? અને જો છૂટાછેડાની હોડ લાગે તો તેનાથી ભારતીય સંસ્કૃતિને કેટલું નુકસાન? તો એનો જવાબ છે કે જ્યારે કોઈ લગ્નજીવનમાં પ્રેમમ અને સન્માન મરી જાય અને તેની જગ્યાએ ઘરેલું હિંસા, શંકા, માનસિક ઝેર કે ડર લઈ લે ત્યારે એવા સંબંધને લોકલાજ કે સમાજ શું કહેશેના ડરથી ખેંચી રાખવો એ આત્મહત્યા કે હત્યાને ઈન્વિટેશન આપવા જેવો છે. દર વર્ષે હજારો મહિલાઓ દહેજ કે ઘરેલું હિંસાનો ભોગ બનીને જીવ ગુમાવે છે અને બીજી બાજુ પત્નીઓ પણ તેના બોયફ્રેન્ડને હાથો બનાવીને લોહિયાળ કાવતરા ઘડતી જોવા મળે છે. આ ભયાનક રિયાલિટીનો અંત પછી મુસ્કાન-સોહેલના બ્લૂ ડ્રમ કેસ જેવો થાય છે. સન્માનથી છૂટાછેડા લઈને આગળ વધી જવું કોઈ પાપ નથી પણ બે જીવ બચાવવાનો કાયદાકીય રસ્તો છે. છૂટાછેડા કદાચ નિષ્ફળ રિલેશનશીપનો અંત છે પણ હત્યા એ માનવતાનો અંત છે. આજની યુવા પેઢીએ સંબંધોનું વજન અને સંવાદનું મહત્વ શીખવું જરૂરી છે. જો આ આવડી જશે તો છૂટાછેડા કા કાયદાકીય રસ્તા કે બ્લૂ ડ્રમના કિસ્સાઓ ઓછા થઈ જશે. અને છેલ્લે... કર્ણાટકના જનદરબારમાં એક ખેડૂતે મુખ્યમંત્રી ડી કે શિવકુમારને ધગધગતો સવાલ પૂછી લીધો કે અમારી પાસે જમીન છે પણ ખેડૂત હોવાના લીધે અમારા દીકરાઓના લગ્ન નથી થઈ રહ્યા. કર્ણાટક સરકાર ખેડૂત પરિવારમાં જન્મતા લોકોના લગ્ન માટે કોઈ યોજના લાવો. કિસ્સો કર્ણાટકનો છે પણ ગુજરાતના પણ કન્યા અને ખેતી બંનેમાં દુકાળના એવા જ હાલ છે. સોમવારથી શુક્રવાર સાંજે સાત વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચઃ સમીર પરમાર | Samir Parmar)
    Click here to Read More
    Previous Article
    'કોઈ લઘુમતી સમાજના હોય તો બહાર નીકળી જજો':'રંગ મોરલા'માં એન્કરના વિવાદીત નિવેદન પર આદિત્ય ગઢવીએ કહ્યું-આ મારો મેસેજ નહોતો, એક ટોળાએ મારા પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો
    Next Article
    દ્વારકા LCBના કુલદીપસિંહ જાડેજાનું સન્માન:ભરવાડ યુવા સંગઠનના કાર્યક્રમમાં સેવાકીય સહયોગ બદલ સન્માનિત કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment