Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જુગાર રમતા મહિલા સહિત 6 જુગારી ઝડપાયા:ખૂટવડાંના સરેરા ગામે પોલીસની રેડ, 52 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત

    10 hours ago

    ભાવનગરના મહુવા તાલુકાના મોટા ખૂટવડા પોલીસ સ્ટેશનના સ્ટાફે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન જુગારધામ પર દરોડો પાડ્યો હતો. સરેરાથી મોદા જવાના રોડ પર આવેલી ખુલ્લી પડતર જગ્યામાં બેટરીના અજવાળે કેટલાક ઈસમો તીન પત્તીનો હાર-જીતનો જુગાર રમી રહ્યા હોવાની ખાનગી બાતમી મળતા જ પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો હતો. જેમાં મહિલા સહિત 6ને ઝડપી લેવાયા હતા. જો કે મહિલાને સવારે પોલીસ સ્ટેશને હાજર થવા કહેવામાં આવ્યું હતું. ₹ 52,670નો મુદ્દામાલ જપ્ત દરોડા દરમિયાન પોલીસે ગોળ કુંડાળું વાળીને જુગાર રમતા ભુપત કાછડ, ગોરધન બગડા, રમેશ ભાલિયા, મુસ્તાક દલ અને શાંતી ખુમાણ નામના પાંચ શખસોને રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે પટમાંથી અને આરોપીઓ પાસેથી રોકડ રૂ. 52,470 તથા બેટરી મળી કુલ રૂ. 52,670નો મુદ્દામાલ કબજે કર્યો હતો. મહિલા સહિત છ સામે ગુનો નોંધાયો આ જુગારની બાજીમાં એક મહિલા પણ સામેલ હતી, પરંતુ રાત્રિનો સમય હોવાથી તેને સવારે પોલીસ સ્ટેશને હાજર થવા સમન્સ કરવામાં આવી હતી. બનાવ સંદર્ભે ખૂટવડા પોલીસે મહિલા સહિત તમામ 6 શખસો સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    શેત્રુંજી નદીમાં ઊંડા ખાડાઓ, કાંઠાનું ધોવાણ અને પશુધન જોખમમાં:ગેરકાયદે ખનન સામે રોષ, ભાવનગર કલેક્ટરને આવેદનપત્ર; ગાંધીનગર સુધી લડતની ચીમકી
    Next Article
    હિંમતનગરમાં રેલવે ઓવરબ્રિજ પર ચાર સ્ટીલ ગડર લોન્ચ:700 મીટર લાંબા બ્રિંજ પર 2 ક્રેનની મદદથી અઢી કલાકમાં કામગીરી પૂર્ણ કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment