Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બે અલગ-અલગ જગ્યાએ દુર્ઘટના:પાલનપુરમાં ફ્લેટની સ્લેબ ધરાશાયી થતાં 5 સભ્યોનો ચમત્કારિક બચાવ, ગોપીપુરામાં જર્જરિત મકાનની દીવાલ તૂટી પડી

    21 hours ago

    સુરત શહેરમાં બાંધકામ ધરાશાયી થવાના બે અલગ-અલગ બનાવો સામે આવ્યા છે. પાલનપુર જકાતનાકા વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરના ફ્લેટમાં બેડરૂમની સ્લેબ અચાનક ધડાકાભેર તૂટી પડી હતી. જ્યારે અન્ય એક બનાવમાં કોટ વિસ્તાર ગણાતા ગોપીપુરામાં જૂના જર્જરિત મકાનની દિવાલનો મોટો હિસ્સો રોડ પર ધરાશાયી થયો હતો. જોકે, બંને ઘટનાઓમાં સદનસીબે કોઈ જાનહાનિ કે ઇજા ન થતાં સ્થાનિકો સહિત તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પરિવાર અન્ય રૂમમાં હોવાથી મોટી જાનહાનિ ટળી ફાયર વિભાગ પાસેથી મળેલી વિગતો મુજબ પાલનપુર જકાતનાકા સ્થિત એલ.પી. સવાણી રોડ પર સિટીઝન સ્કૂલ પાસે 'મંગલપુષ્પ એપાર્ટમેન્ટ' આવેલું છે. આ એપાર્ટમેન્ટના ડી-વિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ફ્લેટના બેડરૂમની છતનો મોટો ભાગ અચાનક ધડાકાભેર નીચે પડ્યો હતો. સ્લેબ તૂટવાનો અવાજ આવતાં જ આસપાસના લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. જે સમયે દુર્ઘટના બની ત્યારે પરિવારના પાંચ સભ્યો ઘરના અન્ય રૂમમાં હાજર હતા, જેથી તેઓનો આબાદ બચાવ થયો હતો. ઘટનાના ત્રણ કલાક બાદ ફાયર કંટ્રોલને જાણ કરાઈ સબ ફાયર ઓફિસર વાનખેડેએ જણાવ્યું હતું કે, આ બનાવ અંગે ફાયર વિભાગના કંટ્રોલ રૂમને ઘટનાના આશરે ત્રણ કલાક બાદ જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ ફાયર જવાનો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને કાટમાળ ખસેડી સ્થળ નિરીક્ષણ હાથ ધર્યું હતું. પ્રાથમિક તપાસમાં સ્લેબ કયા કારણોસર તૂટી પડ્યો તેમજ મકાનની હાલત જોખમી છે કે કેમ તે અંગે વધુ ચકાસણી હાથ ધરાઈ છે. સમયસર બચાવ થતાં પરિવારે મોટી દુર્ઘટના ટળી હોવાનું જણાવી રાહત અનુભવી હતી. ગોપીપુરામાં જર્જરિત મકાનની દીવાલ રોડ પર તૂટી પડી બીજા બનાવમાં, શહેરના ગોપીપુરા વિસ્તારમાં આવેલી મસ્જિદ નજીક એક જૂના અને જર્જરિત મકાનના ગ્રાઉન્ડ ફ્લોરની દીવાલનો ભાગ અચાનક ધરાશાયી થયો હતો. દિવાલ તૂટવાનો જોરદાર અવાજ થતાં આસપાસના રહીશો ઘરની બહાર દોડી આવ્યા હતા. કાટમાળ સીધો રસ્તા પર પડતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. કોલ મળતાં જ ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી રસ્તા પરથી કાટમાળ હટાવી માર્ગ ખુલ્લો કરાવ્યો હતો. પાલિકા તંત્રને જોખમી મકાન અંગે જાણ કરાઈ દિવાલ પડવાની ઘટના બાદ ફાયર ઓફિસરે તાત્કાલિક સુરત મહાનગરપાલિકાના સંબંધિત ઝોનલ અધિકારીઓને જાણ કરી હતી. પાલિકાની ટીમે સ્થળ પર પહોંચી જર્જરિત મકાનના બાકી રહેલા જોખમી હિસ્સા અંગે આગળની કાર્યવાહી શરૂ કરી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ બંને સ્થળોએ સદનસીબે કોઈ વ્યક્તિ કાટમાળ નીચે દબાઈ ન હતી, જેથી મોટી જાનહાનિ ટળી ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    ગીર સોમનાથમાં 34 હોસ્ટેલમાં ફૂડ વિભાગનું ચેકિંગ:વેરાવળ, કોડીનાર, સુત્રાપાડા અને તાલાલાની હોસ્ટેલોમાં ડ્રાઈવ; 19ને નોટિસ
    Next Article
    વલસાડમાં 3200થી વધુ લોકોએ યોગ શિબિરમાં ભાગ લીધો:તિથલના દરિયાકાંઠે સ્વસ્થ જીવનનો સંકલ્પ લીધો, શીશપાલજીએ યોગને જીવનનો હિસ્સો બનાવવા કહ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment