Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાહનો પર હવે સનાતન, હિન્દુ, પાટીદાર, રાજપૂત લખી નહીં શકાય:ટુ-વ્હીલરથી ટ્રક સુધી જાતિસૂચક લખાણ-ચિહ્નો પર પ્રતિબંધ, ગુજરાતમાં ‘જાતિ-ધર્મનું પ્રદર્શન’ નહીં ચાલે

    एक दिन पहले

    ગુજરાતમાં હવે ખાનગી વાહનો પર સનાતન, હિન્દુ, પાટીદાર, રાજપૂત સહિત જાતિ દર્શાવતા શબ્દો-ચિહ્નો કે લખાણનું પ્રદર્શન કરી શકાશે નહીં. રાજ્ય સરકારે ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, કાર, બસ અને ટ્રક સહિતનાં ખાનગી વાહનો પર જાતિ આધારિત ઓળખ દર્શાવતી બાબતોને નિયંત્રિત કરવા મોટર વાહન નિયમોમાં સુધારો કર્યો છે. આ માટે બંદરો અને વાહન-વ્યવહાર વિભાગ દ્વારા ‘ગુજરાત મોટર વાહન (ત્રીજો સુધારો) નિયમો, 2026’ જાહેર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે 17 નવેમ્બર, 2026ના રોજ જાહેર કરેલા આ સુધારા હેઠળ ગુજરાત મોટર વાહન નિયમો, 1989માં નવી જોગવાઈ ઉમેરવામાં આવી છે. આ નિર્ણયથી વાહનો પર અટક, જ્ઞાતિ કે જાતિ દર્શાવતા શબ્દો લખવાની પ્રવૃત્તિ સામે નિયમનાત્મક કાર્યવાહીનો માર્ગ ખુલ્યો છે. નિયમ 125 અને 138માં સુધારો કરાયો નવા સુધારા હેઠળ નિયમ 125ના પેટાનિયમ (1)માં ‘No advertising device, figure’ શબ્દોની જગ્યાએ ‘No advertising device, caste signage, figure’ શબ્દો ઉમેરવામાં આવ્યા છે. એટલે કે, વાહનો પર જાતિ દર્શાવતા ચિહ્નોનો પણ સ્પષ્ટ રીતે સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત નિયમ 138માં પેટાનિયમ (2) પછી નવું પેટાનિયમ (3) ઉમેરવામાં આવ્યું છે. આ જોગવાઈ મુજબ રાજ્ય સરકારના સામાન્ય અથવા વિશેષ હુકમથી મંજૂરી આપવામાં આવી હોય તેવા અપવાદ સિવાય કોઈપણ ખાનગી વાહન પર જાહેરાતનું ઉપકરણ, જાતિ દર્શાવતું ચિહ્ન, આકૃતિ કે કોઈપણ પ્રકારનું લખાણ પ્રદર્શિત કરી શકાશે નહીં. મુસદ્દા સામે 30 દિવસમાં કોઈ વાંધો મળ્યો નહીં આ નિયમોના મુસદ્દા અગાઉ 11 જૂન, 2026ના રોજ ગુજરાત સરકારના અસાધારણ રાજપત્રમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અસરગ્રસ્ત લોકો પાસેથી 30 દિવસમાં વાંધા અને સૂચનો મંગાવવામાં આવ્યા હતા. જોકે, નિર્ધારિત સમયગાળા દરમિયાન સરકારને કોઈ વાંધો કે સૂચન પ્રાપ્ત થયું ન હતું. આથી હવે રાજ્ય સરકારે અંતિમ નિયમો જાહેર કર્યા છે. સરકારની મંજૂરીથી અપવાદ શક્ય નવા નિયમોમાં રાજ્ય સરકારને સામાન્ય અથવા વિશેષ હુકમ દ્વારા જરૂરી અપવાદોને મંજૂરી આપવાની સત્તા પણ રાખવામાં આવી છે. આમ, ખાનગી વાહનો પર શું પ્રદર્શિત કરી શકાય અને શું નહીં તે અંગે નિયમન વધુ સ્પષ્ટ બન્યું છે. હવે વાહનો પર જાતિ આધારિત ઓળખનું પ્રદર્શન કરવા પર કાયદાકીય નિયંત્રણ લાગુ પડશે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચ-અમરેલીમાં અકસ્માતમાં 6ના મોત, 52 ઘાયલ:ધોરાજીથી સુરત જાન લઈને જતી લક્ઝરી એક્સપ્રેસ હાઈ-વે પર ટેન્કર સાથે ટકરાઈ, સ્ટેટ હાઈવે પર બાઇક સાથેના એક્સિડન્ટમાં એસટી ખાડામાં ઉતરી
    Next Article
    "Double Standards": Row Over Pak Minister Attending SCO Meet In Delhi

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment