Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં જિલ્લા નગરપાલિકા સંકલન બેઠક યોજાઈ:ડે.કલેક્ટરના અધ્યક્ષસ્થાને વિકાસના કામોની ચર્ચા, ધારાસભ્યએ પાણી, સ્ટ્રીટ લાઈટ સહિતની મુદ્દે ધ્યાન દોર્યુ

    8 hours ago

    બોટાદ જિલ્લા નગરપાલિકા સંકલન સમિતિની બેઠક બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા અને અમદાવાદ ઝોન નગરપાલિકાઓની કચેરીના ડેપ્યુટી કલેક્ટર પ્રજાપતિના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં નગરપાલિકાઓને લગતા વિકાસના કામોની ચર્ચા કરવામાં આવી હતી. ઉમેશ મકવાણાએ નગરપાલિકાના અધિકારીઓને વિવિધ મુદ્દાઓ પર સૂચનાઓ આપવામાં આવી હતી. તેમણે દરેક વિસ્તારમાં રોજ ડોર-ટુ-ડોર કચરાનું કલેક્શન કરવા, દર બે દિવસે પીવાનું પાણી પૂરું પાડવા, તેમજ બોટાદના છેવાડાના વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટ નાખવા અને બગડેલી સ્ટ્રીટ લાઈટો રીપેર કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત, જે વિસ્તારોમાં રોડ બનાવવાના બાકી છે ત્યાં તાત્કાલિક રોડ બનાવવા, શહેરના છેવાડાના વિસ્તારોમાં પીવાના પાણીની અને ગટર લાઈન નાખવા, તેમજ ચોમાસા દરમિયાન તૂટી ગયેલા રોડનું તાત્કાલિક સમારકામ કરવા સૂચના અપાઈ હતી. ચોમાસામાં રોગચાળો ન ફેલાય તે માટે દરેક વિસ્તારની સોસાયટીઓમાં DDP પાવડરનો છંટકાવ કરવા પણ નિર્દેશ અપાયો હતો. સિદ્ધિવિનાયક સોસાયટી, ઝવેરનગર અને વિહળનગર વિસ્તારોમાં રોડ બનાવવા માટે પણ સૂચના આપવામાં આવી હતી. બોટાદમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને નિવારવા અને નવા બની રહેલા શોપિંગ સેન્ટરોમાં ફરજિયાત પાર્કિંગ સાથે બિલ્ડિંગ બનાવવાની પણ સૂચના અપાઈ હતી. બોટાદ શહેરમાં આવાસ યોજના 1.0 હેઠળ 1592 મકાનો બનાવવામાં આવ્યા છે, જ્યારે આવાસ યોજના 2.0માં 1373 કામો મંજૂર કરવામાં આવ્યા છે. શહેરમાં વધુમાં વધુ લોકોને આવાસ યોજનાનો લાભ મળે તે માટે અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં બરવાળા નગરપાલિકાના ચીફ ઓફિસર ઝાલા, પ્રમુખ અમૃતાબેન ધોલેરીયા, ઉપપ્રમુખ વનરાજ ખાચર અને સ્ટાફ, બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર એસ. કે. પટેલ, પ્રમુખ અશ્વિન ખસીયા, ઉપપ્રમુખ છેલા મીર, કારોબારી ચેરમેન નીતિન પારધી અને સ્ટાફ, તેમજ ગઢડા નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રજાપતિ અને અન્ય સ્ટાફ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં રેલવે ઓવરબ્રિજ પર ચાર સ્ટીલ ગડર લોન્ચ:700 મીટર લાંબા બ્રિંજ પર 2 ક્રેનની મદદથી અઢી કલાકમાં કામગીરી પૂર્ણ કરાઈ
    Next Article
    Morbi News | મોરબીમાં ડોલતા કૂવાનું રહસ્ય વધુ ઘેરાયું | Mysterious Well | Seismological Activity

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment