Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી મહાપાલિકામાં ભાજપના કોર્પોરેટરોએ સ્ટ્રીટ લાઈટ, રોડના પ્રશ્નો ઉઠાવ્યા:સામાન્ય સભામાં શાસકો ઘેરાયા; બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે મોટો સવાલ

    1 day ago

    મોરબી મહાપાલિકાની સામાન્ય સભામાં ભાજપના જ કોર્પોરેટરોએ શાસકોને ઘેર્યા. સ્ટ્રીટ લાઈટ, રોડ, પાણી, વિકાસ કામો સહિત અનેક પ્રશ્નો ઉઠાવ્યા. વિપક્ષની ગેરહાજરીમાં શાસક પક્ષના સભ્યો જ વિપક્ષ બન્યા. મેયર ઉત્તમ સુરાણીની અધ્યક્ષતામાં કમિશનર સંગીતા રૈયાણી સહિત અધિકારીઓ હાજર હતા. કમિશનર મેયરને ખખડાવતા જોવા મળ્યા, જેથી કોર્પોરેટરોમાં ગણગણાટ થયો. કોર્પોરેટર ભુપત જારીયાએ બિલ્ડીંગોમાં સીસીટીવી-જીપીએસ ન હોવા અંગે સવાલ કર્યા. મહિલા કોર્પોરેટરોએ બંધ સ્ટ્રીટ લાઈટો ન ચાલુ થતા કર્મચારીઓ સામે નારાજગી વ્યક્ત કરી. એસપી રોડથી આલાપ રોડને જોડતો આઇકોનિક રોડ છ મહિનાથી મંજૂર હોવા છતાં શરૂ ન થયો. બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે, પણ કોની સામે તે સ્પષ્ટ નથી. બે રસ્તાઓને નામ આપવાના એજન્ડાને મંજૂરી અપાઈ. મોરબી મહાપાલિકાના મેયર ઉત્તમ સુરાણીએ પત્રકારોને જણાવ્યું હતું કે રોશની વિભાગને લગતા જેટલા પણ પ્રશ્નો છે તે વહેલી તકે ઉકેલાય તેના માટે જવાબદાર અધિકારીને સુચના આપી દેવામાં આવી છે અને વિકાસ કામો જે ચોમાસાના કારણે અટકેલા હતા. તે વહેલી તકે શરૂ કરવામાં આવે તેના માટે પણ અધિકારીઓ સાથે ચર્ચા કરીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. દરમિયાન છેલ્લા દિવસોમાં જે બિલ કૌભાંડ સામે આવ્યું છે તેને લઈને મેયરે કહ્યું હતું કે, જે કોઈ જવાબદાર અધિકારી કે કચરી હશે. તેને સસ્પેન્ડ કરીશું પરંતુ અત્યારે ઉલ્લેખનીય છે કે, જે કર્મચારી આ કૌભાંડમાં સંડવેલ હોવાની ચર્ચા ચાલી રહી છે તેનું તો અગાઉ જ મહાપાલિકામાંથી રાજીનામું લઈ લેવામાં આવ્યું છે. તો હવે બિલ કૌભાંડમાં મહાપાલિકાના પદાધિકારી અને અધિકારી કોને સસ્પેન્ડ કરશે. જો ખરેખર દાખલો બેસાડવાની દાનત હોય તો બિલ કૌભાંડમાં ફોજદારી ગુનો દાખલ કરાવવો જોઈએ તો જ ભવિષ્યમાં આવા બિલ કાંડ કરતા કાયમી કે રોજમદાર કર્મચારીઓ સો ટકા વિચાર કરશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ એરપોર્ટની બાઉન્ડ્રી વોલ કૂદી યુવક અંદર ઘૂસ્યો:CIS જવાને પિલર નંબર 74 પાસેથી અંકલેશ્વરના યુવકને દબોચી એરપોર્ટ પોલીસને સોંપ્યો
    Next Article
    પોશીનાના વલસાડી ગામે કપાસના ખેતરમાં ગાંજાનું વાવેતર ઝડપાયું:32.734 કિલો ગાંજો અને 16.36 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, એક શખ્સ પકડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment