Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ એરપોર્ટની બાઉન્ડ્રી વોલ કૂદી યુવક અંદર ઘૂસ્યો:CIS જવાને પિલર નંબર 74 પાસેથી અંકલેશ્વરના યુવકને દબોચી એરપોર્ટ પોલીસને સોંપ્યો

    1 day ago

    અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરિસરમાં યુવક ઘૂસી ગયો હોવાની ઘટના બની હતી. એરપોર્ટની દિવાલના પિલર નંબર 81 પાસેથી બાઉન્ડ્રી વોલ કૂદીને પરિસરમાં ઘૂસી ગયો હતો. જોકે, પેરીમીટર વોચટાવર-2 પર ફરજ બજાવતા સીઆઇએસએફ (CISF)ના જવાનની નજર પડતાં તેમણે તાત્કાલિક નીચે ઉતરી યુવકને પિલર નંબર 74 પાસેથી ઝડપી લીધો હતો. એરપોર્ટ પોલીસને સોંપવામાં આવ્યો હતો, જ્યાં પોલીસે તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. CISF જવાનની સતર્કતાથી અનિચ્છનીય ઘટના અટકી મેઘાણીનગર સ્થિત સીઆઇએસએફ યુનિટ લાઇન કેમ્પમાં રહેતા અને છેલ્લા 27 વર્ષથી સીઆઇએસએફમાં ફરજ બજાવતા એએસઆઇ યોગેશકુમાર ઓમપ્રકાશ શર્મા 14 ઓક્ટોબર, 2026ના રોજ તેઓ સવારે 6થી બપોરે 2 વાગ્યા સુધી ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ઓપરેશન એરિયા પેરીમીટર વોચટાવર-2 પર ફરજ પર હાજર હતા. સવારે આશરે 8:50 વાગ્યાના સુમારે મરૂન ટી-શર્ટ અને ક્રીમ કલરનું પેન્ટ પહેરેલો એક અજાણ્યો યુવક પિલર નંબર 81 પાસેથી બાઉન્ડ્રીની દીવાલ કૂદીને એરપોર્ટ અંદર ઘૂસી આવ્યો હતો અને દીવાલ પાસે ચાલતો જતો હતો. પકડાયેલો યુવક માનસિક અસ્વસ્થ હોવાનું પ્રાથમિક તારણ જવાને તેને ઊભા રહેવા માટે બૂમ પાડી હતી, પરંતુ નજીકમાં મશીન ચાલુ હોવાથી અવાજ તેના સુધી પહોંચ્યો નહોતો. વોચટાવર પરથી જવાન તાત્કાલિક નીચે ઉતર્યા હતા અને પિલર નંબર 74 પાસે પહોંચી યુવકને ઝડપી લીધો હતો. ઉચ્ચ અધિકારીઓને જાણ કર્યા બાદ પૂછપરછ કરતાં યુવકે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નહોતો. તેણે તૂટક ભાષામાં પોતાનું નામ અક્ષયસિંહ રણજીતસિંહ પરમાર (ઉં.વ. 23, રહે. ગામ ગડખોલ, ગઢખોલ પાટિયા, તા. અંકલેશ્વર, જિ. ભરૂચ) જણાવ્યું હતું. તેની અંગઝડતી લેતાં ખિસ્સામાંથી કોઈ વાંધાજનક સરસામાન મળ્યો નહોતો. એરપોર્ટ પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ઓરિસ્સાથી ગુજરાત લવાતો રૂ. 8.91 લાખનો ગાંજો ઝડપાયો:નવસારી SOGની સીસોદ્રા બ્રિજ પાસે કાર્યવાહી; ખાનગી બસમાં મુસાફરોની આડમાં થતી હતી હેરાફેરી
    Next Article
    મોરબી મહાપાલિકામાં ભાજપના કોર્પોરેટરોએ સ્ટ્રીટ લાઈટ, રોડના પ્રશ્નો ઉઠાવ્યા:સામાન્ય સભામાં શાસકો ઘેરાયા; બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે મોટો સવાલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment