Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓરિસ્સાથી ગુજરાત લવાતો રૂ. 8.91 લાખનો ગાંજો ઝડપાયો:નવસારી SOGની સીસોદ્રા બ્રિજ પાસે કાર્યવાહી; ખાનગી બસમાં મુસાફરોની આડમાં થતી હતી હેરાફેરી

    1 day ago

    નવસારી SOG પોલીસે ઓરિસ્સાથી ગુજરાતમાં ખાનગી બસ મારફતે ગેરકાયદેસર રીતે લવાતો ₹8.91 લાખની કિંમતનો 17 કિલોથી વધુ ગાંજાનો જથ્થો સફળતાપૂર્વક ઝડપી પાડ્યો છે. આંતરરાજ્ય ડ્રગ્સ હેરાફેરીના આ કેસમાં પોલીસે ઓરિસ્સાના બે યુવકોની સ્થળ પરથી અટકાયત કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. સીસોદ્રા ઓવરબ્રિજ પાસે પોલીસે વોચ ગોઠવી SOG ટીમને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે, ઓરિસ્સાથી ઉપડેલી એક ખાનગી બસમાં બે શખ્સો ગાંજાનો જથ્થો ભરીને નવસારી નેશનલ હાઈવે-48 પરથી અમદાવાદ તરફ જઈ રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે સીસોદ્રા ઓવરબ્રિજ પાસે સઘન વોચ ગોઠવીને શંકાસ્પદ બસને રોકાવી હતી. બસમાં મુસાફરી કરી રહેલા શંકાસ્પદ બે શખ્સોના સામાનની તલાશી લેતાં તેમની પાસેથી માદક પદાર્થ મળી આવ્યો હતો. ઓરિસ્સાના બે યુવકો સામે NDPS હેઠળ ગુનો પોલીસે સ્થળ પરથી ચંદન કાલુ અને શંકર બિજય નામના બે ઓરિસ્સાવાસી યુવકોની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ ઓરિસ્સાથી ગાંજો લાવીને ગુજરાતના અલગ-અલગ શહેરોમાં સપ્લાય કરવાનો કાળો કારોબાર કરતા હતા. આ મામલે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ (NDPS) એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મુદ્દામાલ કબજે કરી અન્ય આરોપીઓની શોધખોળ પોલીસ ટીમે આરોપીઓ પાસેથી ₹8.59 લાખની કિંમતનો 17.187 કિગ્રા વનસ્પતિજન્ય ગાંજો, એક કિંમતી સ્માર્ટફોન, બેગ અને રોકડ રકમ મળીને કુલ ₹8.91 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં આ ડ્રગ્સ સિન્ડિકેટ પાછળ મોટું નેટવર્ક હોવાનું સામે આવ્યું છે, જેમાં ઓરિસ્સાના સપ્લાયરો તેમજ સુરતમાં માલ સ્વીકારનાર અજાણ્યા રિસીવરને પકડી પાડવા પોલીસે તપાસ ચક્ર ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    જેતપુરથી ભાગેલા યુવક-સગીરા સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર ઝડપાયા:અજમેરથી ફર્યા બાદ જેતપુર પોલીસે કબજો લીધો, યુવક સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ
    Next Article
    અમદાવાદ એરપોર્ટની બાઉન્ડ્રી વોલ કૂદી યુવક અંદર ઘૂસ્યો:CIS જવાને પિલર નંબર 74 પાસેથી અંકલેશ્વરના યુવકને દબોચી એરપોર્ટ પોલીસને સોંપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment