Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોશીનાના વલસાડી ગામે કપાસના ખેતરમાં ગાંજાનું વાવેતર ઝડપાયું:32.734 કિલો ગાંજો અને 16.36 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, એક શખ્સ પકડાયો

    1 day ago

    સાબરકાંઠા જિલ્લાના પોશીનાના વલસાડી ગામના મુખી ફળિયામાં કપાસના ખેતરમાં ગાંજાનું ગેરકાયદે વાવેતર ઝડપાયું છે. પોશીના પોલીસે બાતમીના આધારે તપાસ કરતા ગાંજાના છોડ મળ્યા હતા. પોલીસે 32.734 કિલો ગાંજો, જેની કિંમત 16.36 લાખ રૂપિયા છે, તે જપ્ત કર્યો છે. આ મામલે દીપક હીરા બુંબડીયા (ઉંમર 36, રહે. વલસાડી ગામ) નામના એક શખ્સને પકડવામાં આવ્યો છે. પોલીસે કુલ 181 ગાંજાના છોડ જપ્ત કર્યા છે. રાજ્યમાં 'ડ્રગ્સ મુક્ત સાબરકાંઠા' અભિયાન અંતર્ગત નશીલા પદાર્થોના ગેરકાયદે વાવેતર અને વેચાણ સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ અપાઈ હતી. નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરાઈ. પોલીસને બાતમી મળી હતી કે દીપકભાઈ બુંબડીયાના ખેતરમાં ગાંજાનું વાવેતર થયું છે. પોલીસે સ્થળ પર જઈ કપાસના પાકની આડમાં કરાયેલું વાવેતર શોધી કાઢ્યું. એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ આગળની કાર્યવાહી ચાલુ છે.
    Click here to Read More
    Previous Article
    મોરબી મહાપાલિકામાં ભાજપના કોર્પોરેટરોએ સ્ટ્રીટ લાઈટ, રોડના પ્રશ્નો ઉઠાવ્યા:સામાન્ય સભામાં શાસકો ઘેરાયા; બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે મોટો સવાલ
    Next Article
    iPhone Duo Screen Repair in India Costs Almost as Much as an iPhone 18 Pro

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment