Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડના મોગરાવાડીમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું:માનવતાની સેવા માટે આગળ આવવા અપીલ

    11 hours ago

    વલસાડના મોગરાવાડી વિસ્તારમાં આજે ગુરુવાર, 15 ઓક્ટોબરના રોજ રક્તદાન કેમ્પ રાખવામાં આવ્યો છે. આશીર્વાદ સંકુલ મિત્ર મંડળ અને અતુલ રુરલ ડેવલપમેન્ટ ફંડના સહયોગથી આ કેમ્પનું આયોજન થયું છે. મોગરાવાડીમાં ડાયમંડ ફેક્ટરી સામે આવેલા આશીર્વાદ સંકુલ ખાતે સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી રક્તદાન કેમ્પ ચાલશે. માનવતાની સેવા અને જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર લોહી મળી રહે તે માટે આ પહેલ કરાઈ છે. આજના સમયમાં અકસ્માત, ઓપરેશન અને ગંભીર બીમારીઓમાં દર્દીઓને લોહીની જરૂર પડે છે. લોહી કૃત્રિમ રીતે બનાવી શકાતું ન હોવાથી સ્વૈચ્છિક રક્તદાતાઓનું યોગદાન ખૂબ મહત્વનું છે. આ કેમ્પ દ્વારા વધુ લોકો રક્તદાન માટે આગળ આવે અને સમાજમાં સેવાભાવ વધે તેવો પ્રયાસ છે. આયોજકોએ વલસાડના નાગરિકોને આ અભિયાનમાં જોડાવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    નિયમિત હપ્તા નહીં ભરવાનું ભારે પડ્યું:રાજકોટ રૂડા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં ચાર લાભાર્થીઓનાં આવાસ રદ્દ કરવામાં આવ્યા 7 દિવસમાં રજૂઆત કરવા તાકીદ
    Next Article
    રામપર-વેકરામાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું:ટકાઉ અને વિકસિત ભારતના નિર્માણ માટે વિજ્ઞાન-ટેકનોલોજીનો સંદેશ, વિદ્યાર્થીઓની કૃતિઓએ ધ્યાન ખેંચ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment