Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિયમિત હપ્તા નહીં ભરવાનું ભારે પડ્યું:રાજકોટ રૂડા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં ચાર લાભાર્થીઓનાં આવાસ રદ્દ કરવામાં આવ્યા 7 દિવસમાં રજૂઆત કરવા તાકીદ

    10 hours ago

    રાજકોટમાં આવાસ મેળવ્યા બાદ નિયમિત હપ્તા નહીં ભરવાનું લાભાર્થીઓને ભારે પડ્યું છે. રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રૂડા) દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મહત્વનો અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંતર્ગત જે લાભાર્થીઓ દ્વારા લાંબા સમયથી હપ્તાની રકમ જમા કરાવવામાં આવી ન હતી, તેવા ચાર આવાસધારકોના મકાનો તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવ્યા છે. રૂડાની બેઠકમાં થયેલા ઠરાવ અનુસાર આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું સત્તાવાર જણાવવામાં આવ્યું છે. જોકે લાભાર્થીઓને રજુઆત માટે 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા નિર્મિત પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શહેરમાં જુદીજુદી સાઇટ ખાતે જરૂરિયાતમંદ પરિવારોને આવાસો ફાળવવામાં આવ્યા છે. આ ફાળવણી બાદ નિયમિતપણે હપ્તા ભરવાના થતા હોય છે, પરંતુ આ પૈકી કેટલાક આવાસધારકો દ્વારા રૂડાનાં હપ્તા પેટે બાકી રહેતી રકમ આજદિન સુધી ભરવામાં આવ્યા નથી. આ બાબતે તંત્ર દ્વારા આવા લાભાર્થીઓને વારંવાર લેખિત તેમજ મૌખિક જાણ કરવામાં આવી હતી, છતાં આજ સુધી આવાસધારકો દ્વારા રૂડામાં બાકી રકમ જમા કરાવવામાં કોઈ જ રસ દાખવવામાં આવ્યો ન હતો. આ ગંભીર બેદરકારીને ધ્યાને લઈને રૂડાની બોર્ડ બેઠકમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, જેના આધારે આ પ્રકારના લાંબા સમયથી ડિફોલ્ટર આવાસધારકોનાં આવાસો ત્વરિત ધોરણે રદ કરવામાં આવ્યા છે. જે આવાસધારકોના આવાસો આ કાર્યવાહી હેઠળ રદ કરવામાં આવ્યા છે તેમાં મુખ્ય ચારેય સોસાયટીઓની વિગતો રૂડા દ્વારા જાહેર કરવામાં આવી છે. જેમાં (1) અવધ હાઉસિંગ કો. ઓપરેટીવ સર્વિસ સોસાયટી, રાજકોટ (ટી.પી.17, એફ.પી.89)ના મકાન નંબર B-705, (2) વૃંદાવન હાઉસિંગ કો. ઓપરેટીવ સર્વિસ સોસાયટી, રાજકોટ (ટી.પી.17, એફ.પી.95)ના મકાન નંબર C-803, (3) ઓમ હાઉસિંગ કો. ઓપરેટીવ સર્વિસ સોસાયટી, રાજકોટ (ટી.પી.17, એફ.પી.33/એ)ના મકાન નંબર D-1002 અને (4) આદર્શ હાઉસિંગ કો. ઓપરેટીવ સર્વિસ સોસાયટી, રાજકોટ (ટી.પી.10, એફ.પી.32/એ)ના મકાન નંબર B-804નો સમાવેશ થાય છે. આ તમામ મકાનોની ફાળવણી હવે રદ ગણવામાં આવશે. આ પ્રક્રિયા બાદ જો ઉપરોક્ત સંબંધિત આવાસધારકો કે દાવેદારોએ આ બાબતે કોઇપણ પ્રકારનાં વાંધાવચકા કે લેખિત રજુઆતો કરવાની હોય, તો તેના માટે તંત્ર દ્વારા 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે. ત્યારે હવે આવાસધારકોએ આ સમયમાં રૂડા કચેરીનાં કામકાજનાં દિવસો દરમ્યાન રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની આવાસ શાખાનો રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. નિર્ધારિત મુદત વીતી ગયા બાદ કોઈપણ પ્રકારની રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં અને આવાસો ફાળવણી મુક્ત ગણીને અન્ય પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેવી પણ સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    દાહોદ CDHO ઉદય ટીલાવતે બાંડીબાર PHCની ઓચિંતી મુલાકાત લીધી:લીમખેડાના પાણીયા ગામે મમતા સેશન તપાસ્યું, રસીકરણની સમીક્ષા કરી; ગુણવત્તાસભર સેવા પહોંચાડવા તાકીદ
    Next Article
    વલસાડના મોગરાવાડીમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું:માનવતાની સેવા માટે આગળ આવવા અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment