Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાહોદ CDHO ઉદય ટીલાવતે બાંડીબાર PHCની ઓચિંતી મુલાકાત લીધી:લીમખેડાના પાણીયા ગામે મમતા સેશન તપાસ્યું, રસીકરણની સમીક્ષા કરી; ગુણવત્તાસભર સેવા પહોંચાડવા તાકીદ

    9 hours ago

    દાહોદ જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં ગુણવત્તાસભર આરોગ્ય સેવા મળે તે માટે વિભાગ મોનિટરિંગ કરી રહ્યું છે. CDHO ડૉ. ઉદય ટીલાવતે લીમખેડાના બાંડીબાર PHC અને તેના વિસ્તારોની અચાનક મુલાકાત લીધી. આરોગ્ય કામગીરી જાતે તપાસી. મુલાકાત દરમિયાન, તેમણે પાણીયા ખાતેના 'મમતા દિવસ' સેશનની ખાસ મુલાકાત લીધી. ત્યાં સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ અને નવજાત શિશુઓને અપાતી સેવાઓનું નિરીક્ષણ કર્યું. બાળકોના રસીકરણ કાર્યક્રમની હાજરી, સપ્લાય અને રેકોર્ડ પણ તપાસ્યા. CDHOએ મેડિકલ સ્ટાફ, ફીમેલ હેલ્થ વર્કર અને આશા બહેનો સાથે વાત કરી. તેમણે સૂચના આપી કે ગામડામાં એક પણ બાળક રસીકરણથી વંચિત ન રહે. ડ્રોપઆઉટ કેસો શોધી 100 ટકા બાળકોને સમયસર રસીકરણ પૂરું પાડવા માર્ગદર્શન આપ્યું. તેમણે માતા અને બાળકના સ્વાસ્થ્યની સુરક્ષા માટે સેવાઓની ગુણવત્તા સુધારવા પર ભાર મૂક્યો. અંતરિયાળ વિસ્તારના જરૂરિયાતમંદ નાગરિકો સુધી તમામ આરોગ્ય યોજનાઓના લાભ સમયસર પહોંચે તે સુનિશ્ચિત કરવા સ્ટાફને તાકીદ કરી.
    Click here to Read More
    Previous Article
    જુલાઈમાં વરસાદ સમયે ₹ 31 લાખના ફૂડ પેકેટનું વિતરણ:હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીમાં દરખાસ્ત, સ્મશાનમાં લાકડા સપ્લાય કરવા કોન્ટ્રાક્ટ અપાશે
    Next Article
    નિયમિત હપ્તા નહીં ભરવાનું ભારે પડ્યું:રાજકોટ રૂડા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં ચાર લાભાર્થીઓનાં આવાસ રદ્દ કરવામાં આવ્યા 7 દિવસમાં રજૂઆત કરવા તાકીદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment