Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જુલાઈમાં વરસાદ સમયે ₹ 31 લાખના ફૂડ પેકેટનું વિતરણ:હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીમાં દરખાસ્ત, સ્મશાનમાં લાકડા સપ્લાય કરવા કોન્ટ્રાક્ટ અપાશે

    8 hours ago

    અમદાવાદમાં 23 અને 24 જુલાઈએ પડેલા ભારે વરસાદના પગલે શહેરમાં જળબંબાકારની સ્થિતિ હતી. ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં બે દિવસ સુધી પાણીનો નિકાલ થયો ન હતો, ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા વિવિધ વિસ્તારોમાં ₹ 31 લાખના ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ફૂડ પેકેટના રકમના બિલની ચુકવણી માટેની દરખાસ્ત મુકવામાં આવી છે. 31 જુલાઈના રોજ પડેલા 5 ઈંચ વરસાદમાં પણ 2.92 લાખના ફૂડ પેકેટનું વિતરણ કરવાનું બિલની ચુકવણી કરવામાં આવનાર છે. જુલાઈમાં વરસાદના 4 દિવસ ₹ 28.39 લાખના ફૂડ પેકેટનું વિતરણ જુલાઈ મહિનામાં ત્રણ દિવસ પડેલા ભારે વરસાદના કારણે શહેરના અલગ અલગ વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ભરાયા હતા. લોકોના ઘરમાં પાણી ભરાઈ જવાના કારણે સામાન પલળી ગયો હતો લોકોને જમવામાં તકલીફ ઉભી પડી હોવાના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારોમાં શાક-પુરી, ખીચડી સહિતની અલગ અલગ ચીજ વસ્તુના ફૂડ પેકેટ પહોંચાડવામાં આવ્યા હતા. જો કે માત્ર બે દિવસ જ નાગરિકોને હાલાકી પડી હતી, પરંતુ 24થી 27 જુલાઈ સુધી એમ ચાર દિવસ ફૂડ પેકેટના વિતરણ કરવામાં આવ્યા હતા, જેનું 28.39 લાખ રૂપિયાનું બિલ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા મૂકવામાં આવ્યું છે. 31 જુલાઈ વરસાદમાં ₹2.92 લાખના ફૂડ પેકેટ અપાયા ચાર દિવસ સુધી શહેરમાં કોર્પોરેશન દ્વારા ફૂડ પેકેટો પહોંચાડવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે જ્યારે 31 જુલાઈના રોજ પણ પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો તેમાં પણ 2.92 લાખ રૂપિયાના ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હોવા અંગેની દરખાસ્ત મુકવામાં આવી છે. ફુડ વિભાગના અધિકારી દ્વારા કેટલા ફૂડ વિતરણ કરવામાં આવ્યા અને તેના બિલ અંગેની ચકાસણી કર્યા બાદ આ દરખાસ્ત મુકવામાં આવી છે જેને આવતીકાલે 16 ઓક્ટોબરના રોજ મળનારી હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીમાં મૂકવામાં આવી છે. જેને ભાજપના સત્તાધીશો દ્વારા મંજૂરી આપવામાં આવી શકે છે. સ્મશાનમાં લાકડા અને ખાડા ખોદરવા કોન્ટ્રાક્ટ અપાશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 24 સ્મશાન ગૃહ અને નવા બનનારા સ્મશાન ગૃહોમાં સૂકા અને જલાઉ લાકડા તેમજ ખાડા ખોદવા માટે કોન્ટ્રાક્ટ આપવા માટેની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. સ્મશાન ગૃહોમાં મૃતદેહના અંતિમ વિધિ માટે સુવિધા સેવા સમિતિ નામની સંસ્થાએ પ્રતિ મણ ₹91.35 રૂપિયાનો ભાવ ભર્યો છે જ્યારે પ્રતી ખાડાનો એક રૂપિયાનો દર મૂકવામાં આવ્યો છે જેને મંજૂરી આપવા માટેની દરખાસ્ત મુકવામાં આવી છે. અગાઉ અપાયેલા કોન્ટ્રાક્ટર કરતા 9 રૂપિયા વધારે ભાવ મૂકવામાં આવ્યો છે. વર્ષ 2024માં 82.25 રૂપિયા ભાવ મૂકવામાં આવ્યો હતો. જો કે હવેના ટેન્ડરમાં વધુ ભાવ રાખવામાં આવ્યો છે. અગાઉ વિવેકાનંદ ગ્રામ ઉદ્યોગ નામની સંસ્થાને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. તો જે વિવાદમાં આવી હતી જેના પગલે તેને બ્લેકલિસ્ટ કરવા માટેની પણ દરખાસ્ત મૂકવામાં આવી હતી જે બાદ હવે નવું ટેન્ડર પાડ્યા બાદ સુવિધા સેવા સમિતિ નામના કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવા માટેની દરખાસ્ત મુકવામાં આવી છે જેને મંજૂરી આપવામાં આવી શકે છે.
    Click here to Read More
    Previous Article
    'અમને કોઈ ધમકાવી ન શકે':રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, CJI બોલ્યા- કોર્ટની અંદર અને બહાર શું કહી રહ્યા છે તે જાણીએ છીએ, અમે અલગ દુનિયામાં નથી જીવતા
    Next Article
    દાહોદ CDHO ઉદય ટીલાવતે બાંડીબાર PHCની ઓચિંતી મુલાકાત લીધી:લીમખેડાના પાણીયા ગામે મમતા સેશન તપાસ્યું, રસીકરણની સમીક્ષા કરી; ગુણવત્તાસભર સેવા પહોંચાડવા તાકીદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment