Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રામપર-વેકરામાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું:ટકાઉ અને વિકસિત ભારતના નિર્માણ માટે વિજ્ઞાન-ટેકનોલોજીનો સંદેશ, વિદ્યાર્થીઓની કૃતિઓએ ધ્યાન ખેંચ્યું

    12 hours ago

    કચ્છના રામપર–વેકરા ખાતે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, સંશોધનવૃત્તિ અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૬–૨૭નું આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૧૪ ઑક્ટોબરના રોજ યોજાયેલા આ એક દિવસીય પ્રદર્શનમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ વિજ્ઞાન અને ટેકનોલોજી આધારિત કૃતિઓ રજૂ કરીને પોતાની પ્રતિભા અને નવીન વિચારશક્તિનો પરિચય કરાવ્યો હતો. G.C.E.R.T., ગાંધીનગરની પ્રેરણાથી મહારાણી ગંગાબા સાહેબ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (ડાયેટ), ભુજ, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, ભુજ તથા શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા શાળા વિકાસ સંકુલ, માંડવીના સંયુક્ત આયોજન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. શ્રીહરિ તપોવન ગુરુકુલ ગંગાજી, રામપર–વેકરા દ્વારા સંચાલિત શ્રીહરિ વિદ્યામંદિર યજમાન બન્યું હતું. પ્રદર્શનનો પ્રારંભ જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમાર તથા પૂજ્ય સંતશ્રીઓ શાસ્ત્રી સ્વામી દેવચરણદાસજી, પુરાણી સ્વામી દિવ્ય મુનિદાસજી અને સ્વામી સત્ય જીવનદાસજીના સાનિધ્યમાં દીપપ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે EI કંચનબેન કુકશાલ, વર્ગ-૨ અધિકારી અંજારિયા સાહેબ, ગંભીર સિંહ ઝાલા, માંડવીના AEI મેહુલભાઈ પરમાર, મુન્દ્રાના AEI ઇન્દ્રજીતસિંહ જાડેજા અને પૂર્વ SVS કન્વીનર જયેન્દ્રભાઈ વ્યાસ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ વિવિધ વૈજ્ઞાનિક નમૂનાઓ અને ટેકનોલોજી આધારિત કૃતિઓ રજૂ કરી હતી. તેમની કૃતિઓમાં વૈજ્ઞાનિક સમજણ, કલ્પનાશક્તિ અને સમસ્યાઓના ઉકેલ માટેના નવીન અભિગમની ઝલક જોવા મળી હતી. મહાનુભાવોએ કૃતિઓનું નિરીક્ષણ કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા તથા વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ કેળવી સંશોધનક્ષેત્રે આગળ વધવા માર્ગદર્શન આપ્યું હતું. આ આયોજન SVS કન્વીનર વિજેશભાઈ પટેલ, સહકન્વીનર રશ્મિકાબેન બારિયા અને ડાયેટ–ભુજનાં લાયઝન અધિકારી પ્રેમીલાબેન ઠાકોર દ્વારા તપોવનધામ પરિવારના સહયોગથી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન નયનભાઈ ચાવડાએ કર્યું હતું. શાળાના પ્રધાનાચાર્ય મયુરસિંહ સોલંકી, પ્રાથમિક વિભાગના પ્રધાનાચાર્ય નીરવભાઈ ઉપાધ્યાય, શિક્ષકો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓના સહયોગથી કાર્યક્રમ સફળ રહ્યો હતો. અંતે આયોજકોએ તપોવનધામ પરિવારની સેવાભાવના અને સહકારને બિરદાવ્યો હતો. આ પ્રદર્શન વિદ્યાર્થીઓની વૈજ્ઞાનિક પ્રતિભાને ઉજાગર કરવા અને ભવિષ્યના સંશોધકોને પ્રેરણા આપવા માટે મહત્ત્વપૂર્ણ મંચ સાબિત થયું હતું.
    Click here to Read More
    Previous Article
    વલસાડના મોગરાવાડીમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું:માનવતાની સેવા માટે આગળ આવવા અપીલ
    Next Article
    સાઉથ આફ્રિકાએ બીજી ટેસ્ટ પહેલાં ટીમમાં ફેરફાર કર્યો:સ્ટબ્સની જગ્યાએ બ્રીટ્ઝકેને તક, રિકેલ્ટન વિકેટકીપિંગ કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment