Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં ગોકુળ ગ્રુપના ગરબામાં સફેદ ડ્રેસ કોડે જમાવી રંગત:ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા, નવા સ્ટેપ્સથી નિર્ણાયકો પણ મૂંઝાયા

    23 hours ago

    વલસાડ શહેરમાં ગોકુળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તડકેશ્વર મહાદેવ મંદિર પાસેના વિશાળ ગ્રાઉન્ડમાં ભવ્ય નવરાત્રિ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રિના ચોથા દિવસે આયોજકો દ્વારા સફેદ ડ્રેસ કોડ રાખવામાં આવ્યો હતો, જેને પગલે સમગ્ર ગ્રાઉન્ડ શ્વેત વસ્ત્રોમાં સજ્જ થઈને આવેલા ઉત્સાહી ખેલૈયાઓથી ઉભરાઈ ગયું હતું. એકસમાન પોશાક આકર્ષણનું કેન્દ્ર બન્યો મનોહર રંગબેરંગી લાઇટિંગ અને ગરબાના મધુર તાલે ખેલૈયાઓએ મન મૂકીને ગરબે ઘૂમી નવરાત્રિ પર્વની અનોખી મોજ માણી હતી. ખાસ કરીને યુવક-યુવતીઓ અને મહિલાઓ એકસમાન સફેદ પોશાકમાં સજ્જ થઈને ગરબે રમતા સમગ્ર ગ્રાઉન્ડમાં આ એકસમાનતા આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની રહી હતી. આગવી શૈલી અને સ્ટેપ્સથી નિર્ણાયકો મુશ્કેલીમાં મુકાયા ગરબા મહોત્સવ દરમિયાન ખેલૈયાઓએ પરંપરાગત પ્રાચીન ગરબાની સાથે આધુનિક ફ્રી સ્ટાઈલ સ્ટેપ્સ પણ બહૂ આકર્ષક રીતે રજૂ કર્યા હતા. ભાગ લેનાર દરેક સ્પર્ધકે પોતાની આગવી શૈલી અને તાલબદ્ધ પગલાંથી નિર્ણાયકોને પણ વિજેતા પસંદ કરવામાં મૂંઝવણમાં મૂકી દીધા હતા. શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે તમામ ખેલૈયાઓએ પૂરા ઉત્સાહથી ગરબા રજૂ કર્યા હતા. યાદગાર બન્યો સમગ્ર નવરાત્રિ મહોત્સવ ગરબાના લોકપ્રિય ગીતોની ધૂનથી સમગ્ર ગ્રાઉન્ડમાં ભક્તિમય અને ઉત્સવમય માહોલ છવાઈ ગયો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત પરિવારજનો, દર્શકો અને ગરબાપ્રેમીઓની ઉત્સાહવર્ધક હાજરી વચ્ચે આ ચોથા દિવસનો ગરબા મહોત્સવ સૌ કોઈ માટે અત્યંત યાદગાર અને આનંદદાયક બની રહ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    'સુરતમાં અઘોષિત કટોકટીની સ્થિતિ, અમારો અવાજ દબાવી નહીં શકો':કલેક્ટર કચેરીએ દોડાવી-દોડાવી 70 શ્રમિકોને પોલીસે ડિટેઈન કર્યાં, એમ્બ્રોડરીના એકમોમાં રવિવારની રજા સહિતની માંગ
    Next Article
    DySP એસ.કે. રાય દિવ્યાંગ બાળકો સાથે ગરબે ઝૂમ્યા:નવસારીના શિવાંજલી ગરબા મહોત્સવમાં બાળકોએ મોજ માણી, ખાસ લગાવ જોઈ સૌ ભાવુક થયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment