Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'સુરતમાં અઘોષિત કટોકટીની સ્થિતિ, અમારો અવાજ દબાવી નહીં શકો':કલેક્ટર કચેરીએ દોડાવી-દોડાવી 70 શ્રમિકોને પોલીસે ડિટેઈન કર્યાં, એમ્બ્રોડરીના એકમોમાં રવિવારની રજા સહિતની માંગ

    1 day ago

    સુરતમાં એમ્બ્રોડરી એકમોમાં સાપ્તાહિક રજા અને પગાર વધારાની માગણીઓને લઈને આજે (15 ઓક્ટોબર) શ્રમિકો દ્વારા મહાઆંદોલન અને સત્યાગ્રહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આંદોલન શરૂ થાય તે પહેલાં જ પાંડેસરા પોલીસે મજૂર યુનિયનના બે અગ્રણી નેતા સુરેશ સોનવણે અને મલખાનસિંહ સહિત 6થી વધુ કામદાર નેતાઓની અટકાયત કરી લીધી હતી. જો કે કેટલાક શ્રમિકો કલેક્ટર કચેરી બહાર ભેગા થયા હતા. પરંતુ વિરોધની પોલીસે મંજૂરી આપી ન હોવાથી શ્રમિકોને ડિટેઈન કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. આ સમયે કેટલાક શ્રમિકો પોલીસથી બચવા માટે ભાગી ગયા હતા. જો કે કેટલાક શ્રમિકોને પોલીસે દોડાવી-દોડાવીને ડિટેઈન કર્યાં હતા. અત્યાર સુધીમાં 10થી વધુ પોલીસની બસ-વાનમાં શ્રમિકોને ભરીને લઈ જવામાં આવ્યા છે. ડીસીપીના જણાવ્યા અનુસાર 70 શ્રમિકોને ડિટેઈન કરવામાં આવ્યા છે. આ નેતાઓની અટકાયત શ્રમિકોના વિરોધની જુઓ તસવીરો આ પણ વાંચો: મોટા પ્રમાણમાં શ્રમિકોનું યુપી-બિહાર પલાયન, 'ગાંવ ચલો આંદોલન' તેજ બન્યુ
    Click here to Read More
    Previous Article
    સરકારનો દાવો- 8 વર્ષમાં NTAનું પેપર લીક થયું નથી:પરીક્ષામાં ગેરરીતિ ચોક્કસ થઈ; સમિતિએ કહ્યું- 474 કેસ કોર્ટમાં છે
    Next Article
    વલસાડમાં ગોકુળ ગ્રુપના ગરબામાં સફેદ ડ્રેસ કોડે જમાવી રંગત:ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા, નવા સ્ટેપ્સથી નિર્ણાયકો પણ મૂંઝાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment