Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:સોલાના સરલ કાશામાં શિસ્તબદ્ધ ગરબામાં ભક્તિનો સંગમ, પ્રથમ વર્ષે પરંપરા, ભક્તિ અને સંસ્કારનો સુંદર સમન્વય જોવા મળ્યો, નવી પેઢીને સંસ્કાર આપવાનો પ્રયાસ.

    11 hours ago

    સોલાના સરલ કાશામાં નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે. પ્રથમ વર્ષથી જ અહીં પરંપરા, ભક્તિ અને સંસ્કારના સમન્વય સાથે નવરાત્રી પર્વ ઉજવાય છે. આ મહોત્સવ ભાવ, પ્રેમ, એકતા અને સામાજિક સંવાદિતાનું પ્રતીક બન્યો છે. નવરાત્રીના ચોથા નોરતે સુપર સરલ કાશા પરિવાર દ્વારા આયોજિત ગરબા મહોત્સવે ભક્તિ અને શિસ્તબદ્ધતાનો અનોખો સંગમ સર્જ્યો. પરંપરાગત પોશાકમાં સજ્જ ખેલૈયાઓએ મા જગદંબાની આરાધના સાથે રાસ-ગરબાની રમઝટ બોલાવી. આકર્ષક રોશની અને મધુર સંગીતે વાતાવરણને ભક્તિમય બનાવ્યું. નાના બાળકો, યુવાનો, મહિલાઓ અને વડીલોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને પારિવારિક એકતા અને સંસ્કારનું ઉદાહરણ પૂરું પાડ્યું. આયોજકોનો મુખ્ય ઉદ્દેશ નવી પેઢીને સુરક્ષિત, શિસ્તબદ્ધ અને સંસ્કારયુક્ત વાતાવરણમાં નવરાત્રીના સાચા મહિમાનો પરિચય કરાવવાનો છે. આ પ્રયાસ પ્રશંસનીય છે.
    Click here to Read More
    Previous Article
    બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો નવમો પાટોત્સવ સંપન્ન:જલાલપુર વિસ્તારમાં મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી સાકાર થયેલ મંદિર
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:ગાંધીનગરમાં MEWA દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો, શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનારા વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment